________________
[૬]
લિંક, ભાવ અને પરમાણુતી !
પરમાણુ ગોઠવાય ભાવ પ્રમાણે ! પ્રશ્નકર્તા : પરમાણુ અને ભાવની લિંક તો ક્યાંક હોવી જોઇએ
દાદાશ્રી : હા, બધું હોય છે ને ભાવ પ્રમાણે પરમાણુ ગોઠવાઈ જાય. આ ભાઈ “મારે દાન કરવું છે” એવો ભાવ કરે ને પેલા ભાઈ ‘મારે દાન કરવું છે” એવો ભાવ કરે તો બેઉના પરમાણુ ગોઠવાઇ જાય. પણ બેઉના પરમાણુ ચેન્જ (જુદા) હોય.
પ્રશ્નકર્તા: હા, એ બરોબર છે કે પોતપોતાના હિસાબે જુદા ભાવ હોય.
દાદાશ્રી : ભાવ ક્યા પ્રકારે, કેવા કેવા પ્રકારે, શું હતું એ પછી જોવાનું હોય. બધું આવી જાય એમાં. બેઉને જુદા હોય.
પ્રશ્નકર્તા : દરેકને જુદા હોય પણ મુખ્ય, પરમાણુ તો ખરા જ
દાદાશ્રી: એટલે પરમાણુ ભેગા થઈ જાય, બીજું કશું નહીં. પણ ભાવનું જ પરિણામ છે, વ્યવસ્થિત !
પ્રશ્નકર્તા : હા, મુખ્ય અસર ભાવની.
દાદાશ્રી : પરમાણુનું તો વચ્ચે એક રમકડું ઊભું થઇ જાય છે. ભાવ પ્રમાણે પરમાણુ થઈ જાય છે.