________________
(૫) પ્રયોગસા - મિશ્રસા - વિશ્વસા !
પરમાણુ માત્ર પરાયુ છે તે જણાય.
પ્રયોગસા સમજે તો બહુ કામ કાઢી નાખે. આપણે પ્રયોગસાને ચાર્જ કહીએ છીએ ને મિશ્રસાને ડિસ્ચાર્જ કહીએ છીએ.
૨૫૭
આ લોકો સમજતા નથી એટલે આપણી, આ ચાલુ ભાષામાં કહીએ, ત્યારે પાંસરા થતા ગયા. કારણ કે તીર્થંકરોની શોધખોળ કંઇ જેવી તેવી હોય ? અત્યારે કહે છે ને, બધા ભણ્યા વધારે ને પહેલાં તો અભણ લોકો હતા, તે આ લોકોને તીર્થંકરો વખતના શબ્દો, અત્યારે લખતાંય નહીં આવડે. અને ટંકોત્કીર્ણ બોલ્યા તે તો આખા જગતમાં કોઇ એનો જવાબ જ આપી શકે નહીં, તેનો અધર વર્ડ (બીજો શબ્દ) જ નથી.
ધન્ય છે તીર્થંકરોને કે જેમણે પ્રયોગસાની શોધખોળ કરી છે. પ્રયોગસામાં આવ્યા વગર જીવમાત્ર રહી શકે જ નહીં. પ્રયોગસામાં પેસ્યા પછી મિશ્રસા થાય. મિશ્રસા એટલે શું ? કડવાં-મીઠાં ફળ આપવાનો ધંધો જ મિશ્રસાનો. લોક કહે છે, ભગવાન ફળ આપે છે. ના, મિશ્રસા જ ફળ આપે છે અને ફળમાંથી પાછું બીજ પડે છે, તેય ભગવાનને ઘેરથી બીજ નાખવું પડતું નથી.
܀܀܀܀܀