________________
(૫) પ્રયોગસા - મિશ્રસા - વિશ્રા !
૨૫૧
૨૫૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : સમતા રાખી તો જ પરમાણુ શુદ્ધ થઈ ગયા. પ્રશ્નકર્તા ઃ ને ના રાખી તો ? દાદાશ્રી : ના રાખે તો તો બગડ્યા. પ્રશ્નકર્તા : તે પછી પ્રતિક્રમણ કરી લે તો ? દાદાશ્રી : તોય બગડે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાયને ? દાદાશ્રી : કચરો રહે, સમતા જેવું ના થાય.
પ્રશ્નકર્તા : આપે જે કીધું છે ને કે મારે તો ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે એવું નક્કી જ રાખવાનું, પછી થયો કે ના થયો એ નહીં જોવાનું. તો પછી ધારો કે સમભાવે નિકાલ ના થયો તો પાછું ચોખ્ખું કરવાનું રહ્યું ?
દાદાશ્રી : હા, રહ્યું તો ખરું જ ને ! પણ આજ્ઞા પાળો એટલે ઘણું ખરું ઊડી જાય.
પ્રશ્નકર્તા : હા, એટલે એવું નક્કી કરીએ કે સમભાવે નિકાલ કરવો છે એટલે ઘણું ખરું ઊડી જાય ?
દાદાશ્રી : હા, ઊડી જાય. પ્રશ્નકર્તા : અને પછી પ્રતિક્રમણ કરીએ એટલે પૂરેપૂરું ઊડી જાય
દાદાશ્રી : થાય ને, ઘણા થાય. સામાયિકથી તો બધો નિવેડો આવી જાય. પ્રતિક્રમણ છે તે પ્રજ્ઞાનું કામ છે. એટલે ઘણો ફેરફાર થઇ જાય. અને સામાયિકમાં એ જુએ છે, એટલે ધોવાઇ જાય છે બધું. જેટલા દોષ દેખાયા એટલા ધોવાઇ જાય.
પ્રશ્નકર્તા : ત્યાં સામાયિકમાં તો આત્માનું જ કામ છે ને ? દાદાશ્રી : સીધું, ડિરેક્ટ.
પ્રશ્નકર્તા : આ એકેએક પરમાણુ શુદ્ધ કરવા માટે આપણે જે થાય છે એને જોયે રાખીએ જ્ઞાતા-દ્રષ્ટા તરીકે, તો શુદ્ધ થાય ?
દાદાશ્રી : બસ. પ્રશ્નકર્તા: કે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય ? દાદાશ્રી : ના, ના, જ્ઞાતા-દ્રષ્ટાથી જ શુદ્ધ થાય. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણથી શું થાય, દાદા ?
દાદાશ્રી : પ્રતિક્રમણથી શું થાય કે કોઈ મોટો દોષ સામાને દુઃખ થાય એવો થયેલો હોય, તો આપણે એમને (પોતાની જાતને, ચંદુને) કહેવું પડે કે, “ચંદુભાઈ, આવું ના કરો.” અતિક્રમણ કર્યું માટે તમારે પ્રતિક્રમણ કરવાનું. કોઈને દુઃખ થાય એવું અતિક્રમણ ના કર્યું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય ?
દાદાશ્રી : ના, પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય. જોતાંની સાથે જ આપણે છૂટા થયા. એને શુદ્ધ જોયું એટલે એ છૂટા ને આપણે છૂટા. જગત અશુદ્ધ જુએ છે. કારણ કે હું કર્તા છું’ એ ભાવે કરે છે. અને ‘આનો કર્તા હું નથી” એ ભાવે હવે થયા, એટલે એ છૂટા.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ઈફેક્ટ શું થાય ? પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય, એ તમે કહ્યું. તો પ્રતિક્રમણથી શું થાય ?
ને ?
દાદાશ્રી : હં.
તિવેડો, સામાયિક-પ્રતિક્રમણથી ! ડાઘ દેખાતો જાય ને આપણે પ્રતિક્રમણ કરતાં જઈએ. પ્રશ્નકર્તા : સામાયિકથી ચોખા થાયને ?