________________
(૫) પ્રયોગસા - મિશ્રણા - વિશ્રસા !
૨૪૯
૨૫૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પૂર્ણ લંકરહિત અવસ્થ મોક્ષ ! એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુ-લઘુ અમૂર્ત સહજપદ રૂપ જો.” અપૂર્વ
- શ્રીમદ્ રાજચંદ્ર દાદાશ્રી : કહે છે કે એક પરમાણુની સ્પર્શતા ન થાય, તો ‘પૂર્ણ કલંકરહિત સ્વરૂપ અડોલ’ રહી શકે. શ્યાં સુધી જેના જેના પરમાણુ ગ્રહણ કર્યા છે, એ ગ્રહણ કરેલા બધાને પહોંચી જાય અને કોઈના તરફનો લાલ વાવટો ના ધરે ત્યારે આપણે જાણવું કે બધાય લીલો વાવટો ધરે છે, એટલે પરમાણુ પહોંચી ગયા.
પ્રશ્નકર્તા : એટલે દાદા, આપ જે કહો છો કે પરમાણુને પણ શુદ્ધ કરવા પડશે તે આ ?
દાદાશ્રી : હા, કરવા જ પડે ને !
અમે પહેલાં ટ્રેનમાં મુસાફરી કરતા હતા. ત્યારે પચાસ-સો માણસ સ્ટેશને મૂકવા આવે અને પછી પદો-બદો ગાય અને આખું સ્ટેશન બધું ગજાવી નાખે. એમને પ્રેમ આવ્યો તે શું ના કરે ? હવે ત્યાં આગળ એક જણ કહે કે, ‘દાદા, આજ તમારે નથી જવાનું.” એટલે અમે જાણીએ કે આ લાલ વાવટો ધરે છે. બીજા બધા લીલો વાવટો ધરે છે, પછી એને સમજાવું અને એની સમજમાં ઉતરે તો ઠીક છે, નહીં તો અમારે જવાનું બંધ રાખવું પડે. કારણ કે મારી-ઠોકીને મોક્ષે ના જવાય. ‘હટ અહીંથી, મને મોક્ષે જવા દે', એ ના ચાલે. ધક્કા મારીને સિનેમામાં પેસવા દે ને, પણ એવું કંઈ મોક્ષે ના જવાય. મોક્ષે તો બધા લીલો વાવટો ધરે, કે ‘સાહેબ, પધારજો અને અમને કંઈ તમારા જેવો રસ્તો કરી આપજો', ત્યારે જવાય !
પ્રશ્નકર્તા: પણ દાદા, આમાં એક પોઈન્ટ થાય છે કે નવાણું
જણાએ તમને લીલો વાવટો આપ્યો આ એક જ લાલ વાવટો ધરે છે, હવે એનું બેલેન્સ કેમ મેળવવું ?
દાદાશ્રી : બેલેન્સ મેળવવાનું નહીં. એ લાલ વાવટો ધરે છે ને, એટલે એને આપણે પૂછીએ અને એ ટેકનિકલી રાઈટ છે કે નહીં એ જોઈ લેવાનું. અને ટેકનિકલી રાઈટ લાગે એટલે આપણે જવાનું બંધ રાખીએ. અને ટેકનિકલી રાઈટ ના હોય અને બીજે ઊંધે રસ્તે હોય તો પછી પેલા બધા મહાત્માઓ છે તે એને કહે કે, ‘ભાઈ, આવું તું ના વળગીશ.” બાકી ટેકનિકલી જોઈએ, ત્યારે ખબર પડે કે શું દુખાવો છે. એ કહેશે કે, “મારો બ્રધર હમણે જ મરી જાય એવી સ્થિતિમાં છે.’ તો અમે જોઈએ કે, ‘હા, એ ટેકનિકલી રાઈટ છે.’ તો આજ જવાનું બંધ રાખો. એવું જોવું પડે ને કે એમ ને એમ ધક્કા મારીને જતું રહેવું છે ? તમને કેમ લાગે છે, ના જોવું પડે ? ને ધક્કા મારીને મોક્ષે ગયેલા કોઈ ?
એટલે બધા પરમાણુ ચૂકવી દેવા પડશે. પરમાણુએ પરમાણુના હિસાબ ચૂકવી દેવા પડશે. આ પરમાણુ બધા લોકોના લીધેલા છે, તે પરમાણુ લોકોને આપી દીધા, એટલે આપણે મુક્ત થયા !
એટલે કલંક ના રહ્યું, કારણ કે કોઈએ લાલ વાવટો ધર્યો નહીં. એટલે કલંકરહિત અડોલ સ્વરૂપ, એટલે અમારે એમાં સ્થિરતા છે, તે હવે કોઈ ડગાવી શકે એમ છે નહીં ! ...પ્રતિક્રમણથી નહીં, માત્ર ‘સમતા' અને “જોવાથી' જ !
પ્રશ્નકર્તા : બગાડેલા પરમાણુ જે ચોખ્ખા કરીને આપવા પડે, એ કઈ રીતે ?
દાદાશ્રી : કોઈ ગાળો ભાંડે ને આપણે સમતા રાખીએ, તે ઘડીએ બધા પરમાણુ ચોખ્ખા થઈ ગયા.
પ્રસનકર્તા : પછી સમતા ના રહી, તો એ પરમાણુ પાછા અશુદ્ધ જ રહ્યા ?