________________
(૫) પ્રયોગસા - મિશ્રસા - વિશ્વસા !
દાદાશ્રી : પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય કે જોઈએ’ ત્યારે. અને પ્રતિક્રમણથી પરમાણુમાં શું ઈફેક્ટ થાય કે પેલાને જે દુઃખ થયેલું છે તેની એને અસર રહી જાય, તો એ વેર બાંધે. એ અસર આપણા નિમિત્તે ન કરવી જોઈએ બનતાં સુધી. તો આપણે ચંદુભાઈને કહીએ, ‘પ્રતિક્રમણ કરો.’ એટલે સામાને અસર ના રહે, બસ.
૨૫૩
પ્રશ્નકર્તા : ધારો કે તમે મને મનદુઃખ કર્યું અને તમે પ્રતિક્રમણ કરો, તો એની ઈફેક્ટ મને ના રહે ?
દાદાશ્રી : બહાર બધાને એવું કહેવાય કે પ્રતિક્રમણથી શુદ્ધ થાય એવું, બાધે ભારે. ખરેખર જ્ઞાને કરીને પુદ્ગલને સ્વચ્છ કરવાનું છે. એ ના થાય એટલે આ બાધેભારે કહી દઉં, કે પ્રતિક્રમણ કરજો. એટલે પ્રતિક્રમણ કર્યું એટલે એનાથી છૂટો રહ્યો. એટલે સ્વચ્છ કર્યું કહેવાય.
પ્રશ્નકર્તા : હા, અમને એવો ખ્યાલ આવે છે કે આ પ્રકૃતિ છે. પ્રકૃતિ છે એટલે આમ કહેવાઈ જાય છે.
દાદાશ્રી : પ્રકૃતિ કરે તે ખ્યાલ છે પણ એને જ્ઞાને કરીને ગાળવું જોઈએ. અજ્ઞાને કરીને ભરેલું જ્ઞાને કરીને જવા દો. કારણ કે એ બધી પ્રકૃતિ છે પણ પરમાણુ છે. એ પરમાણુ કેવા છે ? ત્યારે છે, કે મિશ્રસા પરમાણુ છે. મિશ્રસા એટલે ભરેલા અને ફળ આપતા કહેવાય. ભરેલાનું આમ બોલી જવાય એટલે ફળ આપ્યું એમણે. તે વખતે એ પરમાણુ જે છે, એને જો સ્વચ્છ કરીને મોકલીએ તો પછી એ પરમાણુની જોડે ઝઘડો આપણને ના રહ્યો.
એટલે આપણે આવી રીતે શુદ્ધિકરણ કરીને નિકાલી બાબત કરો. એટલે વિશ્રસા પરમાણુ થયા એટલે તમે છૂટા. હવે આમને બધાને છે તે શુદ્ધ કરવાની ક્રિયાઓ ના ફાવે એટલે એમને કહીએ કે પ્રતિક્રમણ કરજો, એટલે થઈ ગયું શુદ્ધ. આમને બધું શી રીતે ફાવે ? આ તો સાયન્ટિફિક વિજ્ઞાન છે. જાગૃતિ એટલી અને તે તમારે નહીં કરવાનું પાછું, ચંદુભાઈને કરવાનું. તમારે જાણવાનું કે ચંદુભાઈએ કર્યું કે ના કર્યું. અતિક્રમણેય ચંદુભાઈ કરે છે ને ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા: હા, અતિક્રમણ એ જ કરે છે. એટલે પ્રતિક્રમણ એના પાસેથી જ કરાવવાનું ?
૨૫૪
દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્મા અતિક્રમણ કરે છે ને પ્રતિષ્ઠિત
આત્માએ પ્રતિક્રમણ કરવાનું. અને પ્રતિક્રમણ ‘તમારે’ કરવાનું નહીં. જે ગુનો કરે એણે. ડિસ્ચાર્જના ગુના અને ડિસ્ચાર્જનું પ્રતિક્રમણ. અતિક્રમણેય ડિસ્ચાર્જનું અને પ્રતિક્રમણેય ડિસ્ચાર્જનું. (જ્ઞાન લીધેલા માટે જ છે આ વાત.)
પ્રશ્નકર્તા : નિશ્ચય આત્મા તો કર્મબંધ કરતો જ નથી, તો પછી નિશ્ચય પ્રતિક્રમણ તો છે જ નહીં ને ?
દાદાશ્રી : નિશ્ચય આત્મા તો પોતે છૂટો જ થઈ ગયો. પણ આ પ્રકૃતિ શું કહે છે ? તમે અમને બગાડી'તી, અમે તો શુદ્ધ જ પરમાણુ રૂપે હતા. તે અમને શુદ્ધ કરો હવે. એ શું કહે છે, અમે વિશ્વસા પરમાણુ હતા અને તમે અમને પ્રયોગસા કર્યા અને તેથી મિશ્રસા અમારું પરિણામ થયું છે. મિશ્રસાને વિશ્વસા કરો. એટલે શુદ્ધ પરમાણુ કરો. હવે બીજું કશું કરવાનું રહ્યું નહીં.
નિષ્કંપાયમાન થાય ત્યાં...
પ્રશ્નકર્તા ઃ આ બાજુ પરમાણુ સ્થિર થવાની પ્રક્રિયા, આપે પ્રોસેસ બતાવી, હવે બીજી બાજુ અસ્થિર, ચંચળ કેવી રીતે થાય છે ? દાદાશ્રી : આ પુદ્ગલનો સ્વભાવ જ ચંચળ છે.
પ્રશ્નકર્તા : તો એ સ્થિર કેમનું થાય પછી ?
દાદાશ્રી : જ્ઞાન પછી દહાડે દહાડે સ્થિર થતું જાય, મૂળ સ્વભાવને પહોંચતું જાય.
પ્રશ્નકર્તા ઃ એનો મૂળ સ્વભાવ પાછો સ્થિર જ છે ?
દાદાશ્રી : મૂળ સ્વભાવ સ્થિર જ છે. આ તો વિકૃત સ્વભાવ
છે. પુદ્ગલનો વિકૃત સ્વભાવ ચંચળ, અસ્થિર છે.