________________
(૫) પ્રયોગસા - મિશ્રસા - વિશ્રસા !
૨૪3
૨૪૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આવવા ના દે ને કડવાં-મીઠાંમાં જ રાખે. અને પેલું પોતાનું સ્વયં સુખ, જેની તૃપ્તિ રહે, નિરંતર તૃપ્તિ કરે. કોઈ વસ્તુ ના હોય તોય ચાલે એવું પોતાનું સુખ છે.
જીવનભર મિશ્રા ! વિશ્રા તે સ્વભાવિક છે. એને પુદ્ગલ ના હોય. તે અગુરુઅલઘુ હોય. આ જે વિકૃત પુદ્ગલ છે, વિકારી પુદ્ગલ, જેમાં લોહીપરુ બધું નીકળે એ મિશ્રસા. એ પુદ્ગલ ગુરુ-લદ્યુવાળું હોય.
હવે એ મિશ્રસામાં તો આખું જગતેય છે. મિશ્રણા એટલે ? આ જન્મથી તે માંડીને સ્મશાનમાં જતાં સુધી મિશ્રણા છે. એમાંથી બીજું શું ઉત્પન્ન થાય ? ત્યારે કહે, બીજું પ્રયોગસા ફરી ઉત્પન્ન થાય. તે અત્યારે પ્રયોગસા ઊભું થઇ જાય તે આવતા ભવે મિશ્રસા થાય. અને આ મિશ્રસા તો કાયમ ભોગવ્યા જ કરે છે. ભોગવટો મિશ્રાનો છે. નવો બંધ પડ્યા વગર હવે મિશ્રશામાંથી જો વિશ્રસા થયા તો છૂટ્યા, નહીં તો છૂટાય નહીં.
હવે આપણે શું કરવાનું કે આપણને કો'ક બે ગાળ ભાંડે, એટલે આપણે એને સમભાવે નિકાલ કરી દેવો. ‘હું શુદ્ધાત્મા છું', એમનો શુદ્ધાત્મા જોઈને સમભાવે નિકાલ કરીએ, તો એ પરમાણુ જે મિશ્રણા હતા, એ પાછા વિશ્રસા થાય.
આપણે કહીએ છીએ ને કે સમભાવે ફાઈલનો નિકાલ કરવાથી પરમાણુ શુદ્ધ થાય. તે વખતે શુદ્ધાત્મા જુઓ એટલે પરમાણુ શુદ્ધ થાય. આ પરમાણુ તો નીકળ્યા જ કરવાના નિરંતર, તોય પણ શુદ્ધ થઈને જાય, એટલે ફરી દાવો નહીં માંડે. એટલે પછી પરમાણુ. પરમાણુમાં સેટઅપ થઈ ગયા ને આત્મા, આત્મામાં સેટઅપ થઈ ગયો એટલે મોક્ષ કહેવાય છે. એટલે ફરી બંધનમાં આવવાનો પ્રરન જ નથી રહેતો. એક ફેરો અબંધ થયેલી વસ્તુને કોઈ બંધ હોતો નથી.
એ પ્રયોગસા ગયા અવતારે કરેલા હોય. એ પ્રયોગસા શ્યારે ત્યાં
આગળ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં જાય પછી મિશ્રસા થઇને અહીં આવે. મિશ્રણા આ અવતારમાં ભોગવવાના.
પ્રશ્નકર્તા : દાદા, એ પરમાણુ જ્ઞાન કરીને ભોગવાય તો પછી એ વિશ્રસા થઇ જાય પાછા ?
દાદાશ્રી : હા, એ જ્ઞાન કરીને એને જો ચોખ્ખા કરેને તો વિશ્રસા થઇ જાય. એટલે એમની જવાબદારી નહીં પછી. આપણે પરમાણુની જોખમદારી ક્યાં સુધી ? વિશ્રસા ના થાય ત્યાં સુધી. એટલે અજ્ઞાને કરીને પણ એ કરેલા, તેને જ્ઞાન કરીને ગાળવાની જરૂર.
ત થાય ચાર્જ કર્મ હવે ! પ્રશ્નકર્તા : પ્રયોગસા આપણી અંદર ઉત્પન્ન જ ના થાય એવું કંઈક કરવું હોય તો આપણે શું કરવું ?
દાદાશ્રી : જ્ઞાન લે તેને એવું જ કર્યું છે ને !
પ્રશ્નકર્તા : જ્ઞાન તો અમે લીધેલું છે, તો અમારી સ્થિતિ શું છે એ મારે જાણવી છે. પ્રયોગસા અમને બધા ભેગા થાય ખરા ? મિશ્રાનો ઉદય આવે અને એ કડવાં-મીઠાં ફળ આપતા હોય છે ત્યારે અમારી શું પરિસ્થિતિ ગણાય જ્ઞાન લીધા પછી ?
દાદાશ્રી : કડવાં ફળ તમારે સહન ના થાય, એટલે તમે પેલાની જોડે ચિઢાઓ પાછા.
પ્રશ્નકર્તા : એ ખરેખર તો થાય જ છે, થઈ જાય છે.
દાદાશ્રી : એય ખરેખર તમે ચિઢાઓ નહીં, તમે તો શુદ્ધાત્મા અને આ ચંદુભાઈ ચિઢાય.
પ્રશનકર્તા : હા, ચંદુભાઈ ચિઢાઈ જાય છે.
દાદાશ્રી : હા, તે અજ્ઞાન દશામાં એ ચિઢાઈ જાય છે તે ઘડીએ પાછો પરમાણુ ખેંચે. પણ જ્ઞાન પછી હવે પરમાણુ ખેંચવાની જે શક્તિ