________________
(૫) પ્રયોગસા - મિશ્રા - વિશ્રા !
૨૪૫
૨૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પાછી. તે આપણે ફરી હિસાબ ચૂકવવા કરવાનો રહ્યો એટલો. કપડાં આવ્યાં ને બે ધોયા વગરનાં રહી ગયાં એટલે ફરી પાછો આવે ને ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બધાં ધોવાં જ પડશે.
હતી, તે તાકાત રહી નથી. કારણ કે ખેંચનારો ગયો, ત્યાં જુદો થઈ ગયો એટલે હવે તમારે શું કરવાનું ? પરમાણુ ખેંચાતા નથી, પણ ફરી એ તમે એમાં ગયા એટલે ફરી પાછું એ ઉદય આવશે, એનું એ જ ફરી. એટલે સહી થયા વગરનો કાગળ ગયેલો હોય, તે ફરી પાછો સહી થવા માટે આવે, એવી રીતે.
પ્રશ્નકર્તા ઃ તો એનો મતલબ એ થયો કે પ્રયોગસા હવે અમારે થાય જ નહીં ?
દાદાશ્રી : પણ તે શી રીતે થાય ? થાય જ નહીં.
પ્રશ્નકર્તા : હિં, પ્રયોગ કરનારો જે છે એ અલગ પડી ગયો, એટલે પ્રયોગ થાય જ નહીં ને !
દાદાશ્રી : હા, કરનારો નથી ને ! કરનારો હોત તો થાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, જે હજી ડિસ્ચાર્જ ભાવનો અહંકાર રહ્યો છે અને ગરમી થઈ જાય છે એ બધું તો...
દાદાશ્રી : એ કંઈ પણ ચાર્જ કરી શકે નહીં. પણ જેટલું એમ ને એમ જતું રહ્યું, પછી ખબર પડી કે આ ભૂલ થઈ, એ ફરી પાછું આવીને આપણે ચોખું તો કરવું પડશે. એમ ને એમ સહી થયા વગર તે ગયેલું ચાલે નહીં, સહી થવી જ જોઈએ દરેકને. દરેક પેપર ઉપર સહી થવી પડે, સમતાની સહી થવી પડે.
પ્રશ્નકર્તા : સમતાની ? દાદાશ્રી : હા, સમભાવે નિકાલની.
પ્રશ્નકર્તા : એટલે પોતે હવે એમાં બરાબર ધ્યાન રાખીને બધે સહી કરી જ દેવી જોઈશે અને તો સમભાવે નિકાલ થઈ જાય ?
દાદાશ્રી : હા, પણ ચીકણું હોય ત્યારે સહી ના થાય અને રહી જાય પછી, સફોકેશન થઈ જાય એટલે આના આ જ ભવમાં ફરી આવે
આ વિજ્ઞાન જુદી જાતનું છે ને, એટલે જવાબદારી તમારે નથી રહેતી. તમે શુદ્ધાત્મા થઈ ગયા છો ને ! ક્રમિક માર્ગે તો ચાલે જ નહીં. ક્રમિક માર્ગમાં તો કર્મ જ બંધાઈ જાય. આ એટલું ઈનામ છે તમને. ખાઈ-પીને મોજ કરવાનું.
આ જ્ઞાન લીધા પછી તમને ક્રોધ આવે અને બહારનો માણસ ક્રોધ કરે એમાં બેમાં ફેર. તમે છે તે પુગલ પરમાણુઓ ખેંચો નહીં. તમારો ક્રોધ પુદ્ગલ ખેંચી શકે એવો નથી અને પેલા લોકોનો ક્રોધ તો ખેંચે સારી રીતે, જથ્થાબંધ ખેંચે છે.
એટલે એ જે વિશ્રતા હતા તે પ્રયોગસા થાય. પ્રયોગ એટલે આ (વિભાવિક) આત્માના ભાવના યોગ સાથે જોઈન્ટ થયું એ. એ પ્રયોગસા થયા એ કોઝિઝ પરમાણુ. અને ઈફેક્ટ પરમાણુ પછી એ મિશ્રસારૂપે ઈફેક્ટ થાય. તે તમારે મિશ્રણમાં રહ્યા ને પ્રયોગસા બંધ થઈ ગયા. જગત આખાને હવે પ્રયોગસા ને મિશ્રસા ચાલુ, છતાં પણ જેટલા મિશ્રણા છે એટલા વિશ્રસા થાય જ. મિશ્રસા એ વિશ્રણા થાય, પણ (અજ્ઞાન દશામાં) પાછા એની સામે બીજા બાંધ્યા હોય અને તમારે છે તે વિશ્વસા થાય અને બંધાય નહીં. તમારે મિશ્રણામાંથી વિશ્રસા થયા કરવાના, પ્રયોગસા નથી થતું. પ્રયોગ ચાલુ હોય તો બધી જોખમદારી આવે, પણ પ્રયોગ જ બંધ થઈ ગયો.
પ્રશ્નકર્તા ઃ વિસર્જિત થતા પરમાણુઓનું પુનરાવર્તન કેમ થાય
દાદાશ્રી : એ ‘હું કરું છું તો પુનરાવર્તન થશે, નહીં કરો તો પછી નહીં થાય. એય તમારો ગુનો છે તેથી પુનરાવર્તન થાય છે.