________________
(૫) પ્રયોગસા - મિશ્રા - વિશ્રા !
૨૪૧
૨૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
છે, તેમાં ટપાલ ના નાખવી હોય તો ના નાખે, તેમ પ્રયોગસા છે તે મિશ્રસામાં પરિણમે, તે પૂર્વે અને જો જાગૃતિ હોય તો પાછા ફેરવી શકે છે. અને જો એકવાર મિશ્રા થઇ જાય પછી તે અવશ્ય ફલિત થાય. પછી એને ના ફેરવી શકાય. પરમાણુઓ ચાર્જ થયા પછી મહીં પડી રહે છે. તે પ્રયોગસા પછી ફળ આપીને જાય, ત્યાં સુધી એની અવસ્થાને મિશ્રણા કહેવાય છે. મિશ્રા પરમાણુઓ ફળ આપીને શુદ્ધ થઇ વિશ્રામાં પરિણમે છે.
એ પ્રયોગસા પરમાણુ આપણને અસર ના કરે. એ પરમાણુ મહીં પેલાં કોઝિઝ શ્યારે થાય ત્યારે પ્રયોગસા થઈને મહીં રહે. શ્યારે અસર આપવા માટે લાયક થાય અને અસર આપવા માટે બહાર પડે ત્યારે ઉદયકર્મ તરીકે આવે, એટલે એ મિશ્રા કહેવાય. એમાં કોઈ બાપોય છટકી શકે નહીં. પ્રયોગસામાં ફેરફાર કરી શકાય. અમારી પાસે આવેને, તો ફેરફાર કરી આપીએ. મિશ્રા તો ભગવાનથી પણ ના ખસે. જામી ગયેલું ઉદયકર્મ તો છૂટકો જ નહીં ને ! અને ઉદયકર્મ કડવાં-મીઠાં ભોગવી લીધાં, જે પરમાણુ ખરી પડે એ પરમાણુ વિશ્રસા, પ્યોર.
યોજતા આવે રૂપકમાં.. પ્રશ્નકર્તા : જે સંયોગો આવે તે મિશ્રસામાં આવવા જ ન દઉં
દાદાશ્રી : નહીં, પ્રયોગસાના મિશ્રણા થઈ જ જાય, એમાં કોઈ પુરુષાર્થ નથી. પ્રયોગસા એટલે યોજના રૂપે, મિશ્રસા એટલે ફળ સંબંધી વાત. યોજના એ (અજ્ઞાની) લોકો નક્કી કરે. ત્યાર પછી એના કામ (વ્યવસ્થિત શક્તિ) ચાલુ કરે એ જ મિશ્રસા. એ મિશ્રસા થાય પછી પાછું ભોગવીને કડવું-મીઠું ફળ આપીને જાય. ભાઈને કડવું-મીઠું ભોગવવું જ પડે. મહીં કડવાશ આવે, મીઠાશ આવે. મીઠાશ આવે ત્યારે કેવા ટેસ્ટમાં આવે છે ! એવું પેલું કડવો ટેસ્ટ આવે. એ પણ ટેસ્ટ ખરો ને એક જાતનો ?
- હવે મિશ્રસાને શ્યારે જ્ઞાન કરીને એને નિકાલ કરે ત્યારે વિશ્રા થાય અને જગતના લોકોનેય મિશ્રણા થાય, તે પછી ફળ આપીને નિર્જરા થાય, પણ અજ્ઞાને કરીને પાછા ફરી નવા ગ્રહણ કરે છે. આ જ્ઞાન પછી નવાં ગ્રહણ કરવાનું બંધ છે. એનું કારણ ‘હું શુદ્ધાત્મા છું' એ પ્રતીતિ છે અને અને ‘હું ચંદુભાઈ છું’ એ પ્રતીતિ ઊડી પડી ગઈ છે.
તથી પ્રયોગસા, જ્ઞાત પછી ! જગત પુદ્ગલમય જ છે બધું. પણ જે બધા સ્વભાવિક પરમાણુ છે, એને વિશ્રા કહેવાય. તે ‘હું ચંદુભાઈ છું' એવું ક્યાં સુધી હતું, ત્યાં સુધી આખો દહાડો ધર્મ ક્રિયા કરે તોય એ પરમાણુ મહીં પસ્યા કરે, પુરણ થયા કરે. કારણ કે, “અલ્યા ભાઈ પરમાણુ, તમે કેમ મારા ઘરમાં પેસો છો ?” ત્યારે કહે છે કે, ‘તમે પોતે જ પુદ્ગલ છો. તમે જો આત્મા છો તો અમારે કંઈ અવાય નહીં. હા, તમે ‘હું ચંદુભાઈ છું” કહો છો, માટે અમે આવીએ છીએ.” હવે ‘હું શુદ્ધાત્મા’ કહે, એટલે આ બધા પરમાણુ મહીં પેસે નહીં. કોઈ પણ ક્રિયા કરો તો પરમાણુ પેસે નહીં. અને પરમાણુ પેસે તો પુદ્ગલ પૂરણ થયા કરે અને તો પાછું ગલન થવાનું.
પણ જેને આત્મા પ્રાપ્ત થયો ત્યાં પરમાણુ જ પેસે નહીં. પછી ફળ ક્યાંથી આપવાનું હોય ? કડવાં પણ નહીં ને મીઠાં યે નહીં. પોતાનાં સુખમાં રહેવાનું. અને આમ કડવાં-મીઠાં, પોતાના સુખને
દાદાશ્રી : પ્રયોગસામાં પેસવા દે તો મિશ્રામાં આવ્યા વગર રહે જ નહીં. પ્રયોગસા જ ના થવા દે ત્યાં તો મિશ્રા આવે નહીં). અને ગયા ભવમાં પ્રયોગસા થઈને આ અવતારમાં જન્મ થાય ત્યારે મિશ્રા થઇ જાય. પ્રયોગસાના મિશ્રણા થઇ જાય ત્યારે દેહરૂપે દેખાય. અને પછી ફળ આપીને જાય ત્યારે વિશ્રસા થાય પાછા. ત્યારે હૃદયમાં શુદ્ધ ચારિત્ર (જ્ઞાતા-દ્રષ્ટા) આવ્યું, કે શુદ્ધ વિશ્રા ઉત્પન્ન થયું.
પ્રશ્નકર્તા : એટલે પ્રયોગસા પરમાણુ મિશ્રા થઈ જાય, એમાં આપણો પુરુષાર્થ ખરો ?