________________
(૫) પ્રયોગસા - મિશ્રા - વિશ્રા !
૨૩૯
૨૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : કાશ્મણ શરીર જે છે એ કેવી રીતે જાય ? એનો આકાર છે?
કષાય. પ્રેમનું વાક્ય બોલે તોય કષાય કહેવાય અને દ્વેષનું બોલે તોય કષાય કહેવાય.
હવે એ કષાયવાળી આપણી વાણી નીકળેને, એટલે આ વિશ્રસા પરમાણુ હોય, એને અસર કરે એ વાણી. એને રંજિત કરે, રંગાય, રંગીન કરે. જેવો કષાય હોય ને, એવો રંગ ચઢાવે અને પછી એ ખેંચાઈ આવે મહીં, આપણા અંદર, એ પ્રયોગસા કહેવાય.
પ્રશ્નકર્તા : એમાં વેશ્યાઓ બદલાય ?
દાદાશ્રી : હા, વેશ્યા બધી બદલાઈ જાય (કષાય પરિણામને લઈને). કર્મ ક્યાં આગળ થાય છે ? પ્રયોગસા થાય છે ત્યાં આગળ કર્મ બંધાય છે.
અને શ્યારે આપણે વેપાર કરતાં) કંઈક કપડું ખેંચીને આપીએ તે ઘડીએ એ યોગક્રિયા થઈ અને ધ્યાન, બેના ગુણાકાર પ્રમાણે પરમાણુ ખેંચાય. હવે શુદ્ધ પરમાણુ ખેંચાય છે પણ આ ક્રિયાના ધ્યાનને લઈને એ વિશ્રસાના પ્રયોગસામાં આવ્યા. હવે પ્રયોગસા કેવું ? તો એ જો ધર્મધ્યાનમાં હોય તો તેવા પ્રયોગસાના પરમાણુ અને આ પેલા હોય તો એવા પરમાણ. નર્કગતિના હોય તો એવા પ્રયોગસા પરમાણુ. - તે આ પરમાણુ ક્યાં સુધી ખેંચે ? ‘હું ચંદુલાલ છું’ તેને ભાન છે, ‘હું'પણું છે ત્યાં સુધી આ વિશ્રયા પરમાણુ ખેંચે. પણ શ્યારે સ્વરૂપનું ભાન થાય, ‘હું ચંદુલાલ છુંએ ભાન જતું રહે, ત્યારે પરમાણુ ના ખેંચે.
વ્યવસ્થિત તે મિશ્રણા ! પ્રશ્નકર્તા : છેલ્લી ઘડીએ બે શરીર સાથે જાય છે, તેજસ અને કાર્પણ...
દાદાશ્રી : એકંદરે કહોને, આ સ્થૂળ શરીર એકલું છોડી દે છે. આ સ્થૂળ સ્વરૂપ જે નકામું થયું એ એકલું છોડી દે છે, બીજું બધું જ જોડે જાય છે.
દાદાશ્રી : તે પ્રયોગસા પરમાણુ રૂપે જાય. એ કાર્મણ શરીર એ પ્રયોગસા પરમાણુ છે, બીજુ કશુંય નથી. શ્યારે એનો એ ઉદય આવે છે ત્યારે મિશ્રના કહેવાય છે. પ્રયોગસા એ કર્મ કહેવાય અને મિશ્રા એ ભોગવટો કહેવાય. પ્રયોગસા ગયા અવતારના બાંધેલા અને તે શરીરની અંદર હોય અને તેના આધારે આ ભવમાં મિશ્રણા બધા ફળ આપે.
પ્રશનકર્તા : ખેંચાય ત્યાર પછી પાછા ફરી પ્રયોગસા થાય છે ?
દાદાશ્રી : મિશ્રસા શ્યારે ફળ આપે, તે કડવું લાગે ને, એટલે આપણે કો'કની ઉપર ચિડાઈએ, તે ઘડીએ પાછો પ્રયોગસા ઉત્પન્ન થાય અને ખુશ થઈ જઈએ એ ઘડીએ પ્રયોગસા થાય. એ પ્રયોગસા થયેલા ને, તે છૂટતી વખતે મિશ્રસા ફળ આપીને જાય, એનું નામ સંસાર ફળ કહેવાય.
પ્રયોગસા છે તે આયોજન થયેલું. પછી થાય મિશ્રસા. તે આ રૂપકમાં આવે. અને રૂપકમાં આવેલું આપણે અનુભવીએ છીએ અને તે પાછું જગત આખાને, જીવમાત્રને નિર્જરા થયા કરે છે.
પ્રયોગસા તે અવસ્થિત છે અને મિશ્રણા એ વ્યવસ્થિત છે. અવસ્થિત પછી રૂપકમાં આવે. મિશ્રસા ફળ આપે છે તે વ્યવસ્થિતના નિયમોને આધારે આપે છે. એ પાછું નિર્જરા થાય તે પાછા હતા એવા ને એવા વિશ્રસા થઈ જાય. કડવો-મીઠો ભોગ ભોગવાઈ જાય એટલે પાછા હતા તેવા જ પરમાણુ, ફળ આપી રહ્યા કે વિશ્રસા થઈને ઊભા રહે. એટલે પ્રયોગસા, મિશ્રસા, વિશ્રસા ઘટમાળ ચાલ્યા જ કરે છે.
પ્રયોગસા એટલે શ્યારે (વ્યવહાર) આત્મા તન્મય થાય છે ત્યારે જે પરમાણુઓનો પ્રયોગ થાય છે તે અવસ્થા. પ્રયોગસા ફેરવી શકાય છે. જેમ ટપાલ લખી અને નાખવા જાય એ બે વચ્ચે જે સમય મળે