________________
(૫) પ્રયોગસા - મિશ્રા - વિશ્રા !
૨૩૭
૨૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પાકે ત્યારે પ્રારબ્ધમાં આવે.
પ્રશ્નકર્તા : પાકે ત્યારે પ્રારબ્ધમાં ભોગવવા આવે ?
દાદાશ્રી : હા, કાળ પાકે ત્યારે પ્રારબ્ધમાં આવે, ત્યારે એને પ્રારબ્ધ કહેવાય. અને ક્રિયમાણ એટલે શું કે ત્યાર પછી જે ક્રિયા આમ દેખાવામાં આવે છે એ ક્રિયમાણ.
પ્રશનકર્તા : સંચિત કર્મોનો સ્ટોક જમા ક્યાં આગળ રહે છે ?
દાદાશ્રી : સંચિત કર્મ આ હાર્ટવાળા ભાગમાં રહે છે. સંચિત કર્મો એ પરમાણુ રૂપે છે, કર્મો નથી. અને બહુ ઝીણા પરમાણુ હોય છે. હાર્ટમાં થોડી જગ્યા જોઈએ ને એટલામાં તો બહુ પરમાણુ રહે. પછી એ સંચિત ફળ આપવાને લાયક થાય, ત્યારે મિશ્રસા થાય. અને આ શરીર એ મિશ્રસા થયેલું છે. પછી ફળ આપ્યા કરે. આ કડવું-મીઠું, બેય ફળ ભોગવવાનાં. ભોગવી લીધું એટલે પાછા પરમાણુ વિશ્રણા થાય.
હવે તમે કહો કે અમારા ગામનો એક જશુભાઈ નાલાયક હતો. એ જ ભગવાન ઉપર તમે વિરાધના કરી કહેવાય. એનામાં ભગવાન તો બેઠેલા જ છે ને ! એટલે તે વખતે તમારા જે નાકમાંથી શ્વાસ ખેંચાય, તે વખતે પરમાણુ પ્રયોગસા થઈ જાય. તમે આવું બોલ્યા એટલે પ્રયોગ થયો. એટલે પાપ ઉદય થઈ ગયું, પાપવાળા પરમાણુ થયા. અને આપણે કહીએ કે મારે દાન આપવું છે, તે ઘડીએ પુણ્યવાળા પરમાણુ થઈ ગયા. એટલે પાપવાળા થયા જે દુઃખ આપે તેવા અને દાન આપવાના વિચાર થયા તો એ ઘડીએ પરમાણુ ખેંચે પણ તે છે તે પુણ્યફળ આપે.
ભાવ પ્રમાણે ગલેટ ! હવે એ શ્યારે આપણે બોલીએ કે ‘આ મેં કર્યું અને કેવું સુંદર કર્યું, કે પ્રયોગસા પરમાણુ જેવા ભાવ એવા ગિલેટ થઈ અને મહીં પેસી ગયા. બે ગાળ દેવાનો ભાવ કરે છે ને, તો એ ભાવ એ પરમાણુ ઉપર ગિલેટ થાય છે. એ ભાવ પેલા પરમાણુને ભાવાત્મક કરે છે,
ગિલેટેડ કરે છે. અગર તો તમે બોલ્યા કે ફલાણા વકીલ નાલાયક છે, એ તેની સાથે પરમાણુ દાખલ થાય અને તે તમે નાલાયક બોલ્યાને, એ નાલાયકનો એનો ગિલેટ ચડી જાય.
પ્રશ્નકર્તા : એટલે પેલાં જે શુદ્ધ પુદ્ગલ હતાં તે મહીં આવીને બગડ્યા. અંદર છે તે એને ગિલેટ લાગ્યો.
દાદાશ્રી : ગિલેટ લાગ્યો. નાલાયકપણાનો ગિલેટ ચઢ્યો ને તમે કહો કે બહુ સુંદર છે તો એ પણ ગિલેટ લાગી જાય. પ્રયોગસા એટલે શું ? ગિલેટ થયો તો પ્રયોગ થઈ ગયું. એટલે આયોજન કહેવાય. હા, ગિલેટ થવાનું આયોજન !
અજ્ઞાની માણસ કંઈ પણ ભાવ કરે, રાગ કે દ્વેષનો વિચાર કરે, તો એ પરમાણુ ખેંચાય. ખેંચાઈને જે ભાવ હોય તે ભાવે રંગાઈ જાય. સોનાના ભાવથી તો સોનાનું ગિલેટ થાય અને ચાંદીનો ભાવ હોય તો ચાંદીનું ગિલેટ થાય, જે ભાવે કર્યું હોય પછી તેનું ફળ આપે એ ભોગવતી વખતે. કષાય ભાવે કરેલું હોય તે બહુ જ કડવાં ફળ આપે. વિષય ભાવે કરેલા હોય તે કડવાં-મીઠાં બેઉ મિલ્ચર ફળ આપે. એટલે જે જે ભાવ કર્યા હોય તે બધો હિસાબ આપણો બંધાયો. પેલો ગિલેટ શાતા આપે. પેલો અશાતા આપે, બન્ને ગિલેટ છે. તે ક્યારે આપણે વિચાર કરીએ કે ફલાણાને આજે મારે નુકસાન કરવું છે. એ અશુભ ભાવ કહેવાય. તે આ વિશ્રસાના પ્રયોગસા થાય. જો શુભ ભાવ હોય તો એ પરમાણુ સુખ આપે છે, અશુભ ભાવ હોય તો દુ:ખ આપે પણ પ્રયોગસા તો થઈ જ જાય.
વાણી ગાય, કષાયથી ! બધા શુદ્ધ પરમાણુથી ભરેલું છે આ જગત, વિશ્રસા. તે એમાં ડખલ ક્યારે થાય ? તમે કોઈને અહીંયાં આગળ, ‘એય અક્કલ વગરના છો. શું કરો છો ?” બોલ્યા કે તરત જ પેલા પરમાણુ ઉપર અસર થઈ અને જેવાં તમારા કષાય હોય. હંમેશાં અજ્ઞાની બોલે એ બધાંય કષાય જ હોય. પ્રેમપૂર્વક બોલે તો રાગ કષાય, એટલે લોભ