________________
(૫) પ્રયોગસા - મિશ્રા - વિશ્રા !
૨૩૫
૨૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દેહ, (૩) કારણ દેહ. બધા જ ગુના સૂક્ષ્મ દેહના ગુના છે. તેનાથી કારણ દેહ પરમાણુ ખેંચે છે. આ સ્થળ દેહના પરમાણુ બળવા માટે આવ્યા છે, સૂક્ષ્મ દેહ બળવા માટે નથી આવ્યો. તેનાથી કારણ દેહ ઉત્પન્ન થાય, તેથી કાર્યો ઉત્પન્ન થાય. કારણ દેહના પરમાણુ એટલા બધા સુક્ષ્મ છે કે આપણા શરીર જેવો આકાર છે. પણ જે યોનિમાં જાય ને, ત્યારે મા અને બાપના પરમાણુ ભેગા થાય, પછી છે તે એ પરમાણુ જે કારણ દેહના સૂક્ષ્મ હતા ને, તે સ્થૂળ થયા કરે, કાર્ય દેહ વિકાસ થાય પછી વધ્યા કરે.
પ્રશનકર્તા : એ સૂક્ષ્મના શૂળ થઈ ગયા, ફરી ધૂળમાંથી સૂક્ષ્મ થવાના, પાછા બીજ પડવાના ?
દાદાશ્રી : ચૂળમાંથી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મમાંથી છૂળ થવાના. પછી પાછી હતી તેની તે જ ઘટમાળ. એ સૂક્ષ્મ પરમાણુ છે ને, એ પરમાણુ એટલા બધા સૂક્ષ્મ હોય, તે અહીંથી માતાનો ખોરાક મહીં જયા કરે, ત્યારે સ્થૂળ થાય એ બધા. આ બચ્ચું આવડું જન્મે ત્યાર પછી ધૂળ ખોરાક ખાય ને વધતું જાય. એ પરમાણુ તેના તે જ અને એ પરમાણુ પ્રમાણે જ ખોરાક મળે. એ પરમાણુઓ, (બાળક માટે) માતાનું દૂધ ત્રણ દા'ડા હોય, તો ત્રણ જ દા'ડા મળે. નહીં તો ઘંટીનું દૂધ મળે. એવું બધું એક્કેક્ટ ગોઠવાયેલું છે આ.
આપણા લોક શું કહે છે પાછા ? છટ્ટ મહિને જીવ આવ્યો. એટલે મહીં હાલતો ચાલતો થાય, ત્યારે આપણા લોકો સીમંત કરે, ખોળો ભરે. ત્યાં સુધી કહે છે, જીવ હતો નહીં. પણ ના, એવું નહોતું. જીવ અહીંથી ગયો ને, ત્યારથી જ શરૂઆત થઈ ગઈ. પણ તે ઈડામાં ગર્ભ હોયને, એવું બેભાન અવસ્થામાં હોય. પછી અમુક ઈન્દ્રિયો શ્યારે પ્રગટ થઈ જાય ત્યાર પછી એ ભાનમાં આવે. ઈન્દ્રિયો દા'ડે દા'ડે પ્રગટ થાય, વધતી જાય. અંદર જોયા કરીએ તો આ કાન વધ્યા કરતા હોય, નાક વધ્યા કરતું હોય, હાથ વધ્યા કરતા હોય, બધું એની મેળે વધ્યા જ કરતું હોય. ફણગા ફૂટ્યા જ કરતા હોય. પહેલાં તો આવડો બટાકાનો પીંડ હોય ને એવો જ હોય, પછી ધીમે ધીમે ધીમે....
પ્રશ્નકર્તા : માતૃક શ્વાસ વખતે જ જીવ આવે, પ્રાણ આવે, એવું વેદોમાં કહે છે.
દાદાશ્રી : ના, એ બધી વાતો છે તે અનુભવની નહીં, સાચી વાત નહીં, એ લૌકિક ભાષાની. જીવની હાજરી હોય તો ગર્ભ બંધાય, નહીં તો બંધાય નહીં.
પ્રશ્નકર્તા: મરઘીના ઈંડાંમાં કાણું પાડીને પછી જીવ પેઠો ?
દાદાશ્રી : ના, એ તો લૌકિકમાં તમે કહો છો, એવું જ લખેલું છે. કારણ કે ગર્ભ બંધાવો તે બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કાળ હલ ભેગો થાય ત્યારે બંધાય છે.
પ્રશ્નકર્તા : કારણ દેહનાં પરમાણુ શરીરમાં ક્યાં હોય ?
દાદાશ્રી : કારણ દેહ તો આખા શરીરમાં ભરેલો હોય, તે પરમાણુ રૂપે હોય. એ પરમાણુમાંથી પછી કાર્ય દેહ બંધાય. આ પરમાણુ સૂક્ષ્મ રીતે હોય, પછી આવતે ભવ ઇફેક્ટિવ બૉડી બંધાય.
કારણનાં જ કાર્ય થાય. કારણ દેહ વડનાં બીજ જેવો છે. એ બીજમાં પેલો આખો વડ હોય એવી રીતે કારણદેહ, આ દેહમાં છે.
આ વડનાં બીજમાં ચેતન પણ છે ને આખો વડ પણ છે. પાંદડા-બાંદડા બધું જ બીમાં છે. બધું જ કોમ્પક્ટ સ્વરૂપે છે. બાહ્ય સાધન ભેગાં થાય એટલે પ્રગટ થાય. ઝાડ ક્યાંથી વાંકું થશે તે બીજની અંદર જ ચિતરેલું છે.
સંચિત, પ્રારબ્ધ, ક્રિયમાણ કર્મ ! પ્રશનકર્તા : સંચિત કર્મ થવાનાં, એ બધા ચિત્તમાં થાય. મન-બુદ્ધિચિત્ત ને અહંકાર એ બધું છે, એમાં ચિત્તમાં સંગ્રહ થતો હશે કે કર્મનો ?
દાદાશ્રી : ત્રણ જાતના કર્મ છે; તે પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. તે પ્રારબ્ધ ને ક્રિયમાણ આ જગતમાં દેખાય આપણને અને સંચિત દેખાય નહીં. સંચિત એટલે સ્ટોક. એ સ્ટોક શ્યારે એનો કાળ