________________
(૫) પ્રયોગસા - મિશ્રા - વિશ્રા !
૨૩૩
૨૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પુદ્ગલનો અર્થ જ મિશ્રચેતન. પ્રયોગસા એટલે પ્રયોગ ચેતન. પ્રયોગ ચેતન તે તમને દેખાય નહીં.
પ્રશ્નકર્તા : મિશ્રચેતન એઝેક્ટલી કોને કહેવાય ?
દાદાશ્રી : તમારો ભાવ અને પરમાણુ બેનું મિલ્ચર થાય એ મિશ્રચેતન.
પ્રયોગસા એ સૂક્ષ્મ ભાવે હોય. બીજે અવતારે સ્થૂળ ભાવે (મિશ્રણા) થાય અને તે ફળ આપીને જાય.
પ્રયોગસા પરમાણુ મહીં જાય છે તે કારણ પરમાણુ. તે કારણે રૂપ હોય છે ને ગર્ભમાં જાય છે તે કાર્ય દેહ ઉત્પન્ન કરે છે. અમે મૂળ કારણ પરમાણુ બંધ કરી દઈએ, તે કારણ રૂપ ન થાય. પણ તે તો કોઈક ફેરો આવો અપવાદ માર્ગ દશ લાખ વર્ષે ઉત્પન્ન થાય છે. અને જ્ઞાન ના હોય ત્યારે પાછું ફરી છે તે પ્રયોગસા થયા કરે અને પછી ફરી મિશ્રણા થયા કરે, ચાલુ ને ચાલુ જ અને અહીંથી રોટલી ખાતા ખાતા રાડાં ખાવા જવાનું, એવું ચાલ્યું આ. કળિયુગ ખરોને ! કળિયુગમાં તો લપસી પડે ને !
આગળ એને ધૂળરૂપે કરી અને ‘વ્યવસ્થિત ફળ આપે છે. પેલું પ્રયોગસા કર્મ, સુક્ષ્મરૂપે હોય છે અને આ મિશ્રા કરીને ફળ આપે છે. અને એણે વિષયની ભાવના કરી હોય, તો સ્ત્રી એકલી ના આપે, સાસુ-સસરો, સાળો-બાળો બધુંય આપે, વળગાડ બધું. એટલે એક વિષય ખોળવા જતાં કેટલાંય લફરાં વળગી જાય. આ બધું વ્યવસ્થિતનું કામ છે. પ્રયોગસા એટલે હજુ બીજું કશું થયું નથી, અહીં આવીને પરમાણુઓ ભેગા થયા. પ્રયોગ થઈ ગયો, એની પર રંગ-બંગ ચઢી ગયા. એટલે આને જ કર્મ કહેવાય છે.
પ્રશ્નકર્તા : કોઈ વાર આપે કીધું છે કે આ કર્મના પરમાણુઓ છે. એટલે આ શુદ્ધ પરમાણુ જુદા અને કર્મના પરમાણુઓ જુદા ?
દાદાશ્રી : હા, જુદા. મહીં જે આકાશ છે ને, તેમાંથી ખેંચે પણ તે સૂક્ષ્મ છે અને સૂક્ષ્મના આધારે બહારથી સ્થળ પેસે. ત્યાર પછી જ ફળ આપે. અંદર પહેલાંનાં હિસાબે કર્મ બંધાય. પછી ફળ આપતી વખતે બહારથી પરમાણુઓ પેસે છે, પછી ફળ આપે.
પ્રશ્નકર્તા : અને બંધાતી વખતે સૂક્ષ્મ જ બંધાય, ફળ આપતી વખતે બહારના શૂળ આવે.
દાદાશ્રી : આવે, હા. પરમાણુમાં ફળ આપવાની શક્તિ છે પણ બધાય સંયોગો ભેગા થાય ત્યારે ફળ આપે છે. રૂપી ભાગ તે ઘૂળમાં ગણાય.
કર્મ બંધાય, કર્તાપણાથી ! પ્રશ્નકર્તા : તો આમાં સૂક્ષ્મ કર્મ કઈ રીતે બંધાતાં હશે ?
દાદાશ્રી : તમે કહ્યું કે ‘આ મેં કર્યું અને કરે છે ઉદયકર્મ. તમે એકલા નથી કહેતા, મોટા મોટા સંતો-સાધુઓ પણ એવું કહે છે કે “હું કરું છું. અને તે માને છે પાછા. હવે કુદરત શું કહે છે, થઈ રહ્યું છે તેને તું ‘હું કરું છું' એવું બોલું છું શું કરવા તે ? એ જે કરી રહ્યો છે એ બોલ્યો, એટલે કર્મ બંધાયું. બોલ્યો એવાં કર્મો ઊભાં કર્યાં એણે. એટલે દેહધારી થવાનો. પરમાણુ ખેંચાય એટલે એક બાજુ ઘડે જ મૂર્તિ, એ પ્રયોગસા.
પ્રયોગ કર્મ કોની પાસે જાય ? વ્યવસ્થિત શક્તિ પાસે. અને ત્યાં
સ્થળ - સૂક્ષ્મ - કારણ દેહ ! પ્રશ્નકર્તા : એક આ મડદું છે, એને ચિતા ઉપર મૂક્યું, તે ઘડીએ સ્થૂળ બોડી છે એ બળી જાય ને સૂક્ષ્મ બોડી તો તરત ચાલી જવાનું
દાદાશ્રી : પરમાણુ બળે જ નહીં ને ! એ પરમાણુ એટલા બધા સૂક્ષ્મ છે કે આ અગ્નિ છે તે સ્થળ છે. એટલે પરમાણુને કશી અસર ના કરી શકે. ત્રણેવ શરીર પુદ્ગલ છે. (૧) સ્થૂળ દેહ, (૨) સૂક્ષ્મ