________________
(૫) પ્રયોગસા - મિશ્રા - વિશ્રા !
૨૩૧
૨૩૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
હાલે. વાળ ઊભા થઈ જાય ને અહીંથી ખેંચાય.
આ પ્રયોગસા પછી બીજા અવતારમાં મિશ્રસા થાય. આ મિશ્રણા છે તે પરિપાક થાય ત્યારે ફળ આપીને જાય. મહીં છે તો ખરા જ બધા.
પ્રશ્નકર્તા : ફળ આપીને જતા હશે, ત્યારે પાછા નવાં બીજ નાખતા જાય ?
દાદાશ્રી : નવા બીજ તો તમે જ “હું ચંદુભાઈ હો તો તમે નાખો, તે મનમાં તન્મયાકાર થયો કે નવું બીજ પડે, નહીં તો તન્મયાકાર ના થયો તો બીજ પડે નહીં.
અત્યારે એ જે વિશ્રા હતા ને, તે પ્રયોગસા પરમાણુ કહેવાયા. પેલો પોતે ભાવ બોલ્યો ને, એટલે પરમાણુનું રૂપ ફર્યું. પ્રયોગસા થયા એટલે હવે એમ ને એમ પાછા જાય નહીં. પ્રયોગસા પરમાણુ એની મેળે સ્વભાવિક રીતે જ મિશ્રણા થાય. અને મિશ્રસાં થઈ અને આ બોડી (શરીર) બંધાય એની મેળે. કોઈને બાંધવું પડે નહીં, એની મેળે જ બોડી બંધાય. પ્રયોગસા બોડી બાંધે નહીં. પ્રયોગસા છે તે યોજના ઉપર છે અને પ્રયોગસામાંથી મિશ્રણા થઈ અને બોડી બંધાઈ જાય, એમાં ઉપચાર કોઈનોય નથી.
ફળ આપે તે મિશ્રણા ! પ્રશ્નકર્તા: પેલા પરમાણુઓ જે મિશ્રણા થાય, પ્રયોગસા થાય, એનું નામ જ પુદ્ગલ ?
દાદાશ્રી : પ્રયોગસા થાય એને પુદ્ગલ ના કહેવાય. મિશ્રણા એ જ પુદ્ગલ.
પ્રશ્નકર્તા : પ્રયોગસા થયા પછી..
દાદાશ્રી : પ્રયોગસા એટલે (પોતાના ભાવ પ્રમાણે) લાલ-પીળો રંગ અંદર પરમાણુમાં પેસે. પછી ફીડ થાય ત્યાર પછી એનું પરિણામ આવે તે મિશ્રણા થાય.
પ્રશ્નકર્તા : આ બાજુ જે ભાવ ઉત્પન્ન થાય છે કે જેના આધારે પેલા પરમાણુ ગ્રહણ થાય છે, તો એ ભાવ પણ પુદ્ગલ કહેવાય ને ?
દાદાશ્રી : એ ભાવ ગલન કહેવાય. પ્રશ્નકર્તા : એ ગલન કહેવાય ? દાદાશ્રી : એ ગલનમાંથી પાછું આ ફરી ઊભું થાય. પ્રશ્નકર્તા : એ ગલન એ પુદ્ગલ છે ? દાદાશ્રી : એ ગલન પાછું પૂરણ ખેંચે. પ્રશ્નકર્તા: પણ એ ગલન એટલે પુદ્ગલનો ભાવ કહેવાય ?
દાદાશ્રી : પુદ્ગલનું જ ગલન. આ જે છે એ પુદ્ગલ, ગલન ના થયું હોય એ, ત્યાં સુધી રહેલું પુદ્ગલ. ગલન થાય એટલે પાછું બીજું પૂરણ ખેંચે. અને આપણે (આ જ્ઞાન પછી) ગલન થાય તે વખતે ચાર્જ ના થાય, એવું કહીએ છીએ.
પ્રશ્નકર્તા : તો પેલું અહમૂનું સ્થાન ક્યાં આવે છે ? જે દાદા કહે છે કે, વિશેષ પરિણામ ઊભું થયું. વિશેષ પરિણામ જે અહમ્ ઊભો થયો, એ પણ પુદ્ગલમાં જાય ને ?
દાદાશ્રી : પુદ્ગલ જ છે ને, અહમભાવ એ બધું. મન-બુદ્ધિચિત્ત-અહંકાર બધુંય પુદ્ગલ, આત્મા સિવાય બધું પુદ્ગલ. સંયોગ જેટલો બાઝયો છે એ બધોય પગલ. પ્રયોગસા હોય ત્યાં સુધી (વિભાવિક) પુદ્ગલ કહેવાય નહીં. (પણ વિધર્મી પુદ્ગલ કહેવાય.)*
પ્રશ્નકર્તા : પણ આ અહમ્ છે તે કોનો ભાવ કહેવાય ? તે કોનું પરિણામ કહેવાય ? આ જે ગલન થઈ રહ્યા છે એને આધારે ઉત્પન્ન થનારું છે ? એટલે આ પરમાણુ જે છે એમાં જાય છે કે આ ચેતન વિભાગમાં જાય છે?
દાદાશ્રી : મિશ્રચેતન જ. આ બધુંય પુદ્ગલ એટલે મિશ્રચેતન. * આપ્તવાણી શ્રેણી-૧૪ (ભાગ-૧) ખં-૧ ૨૭ છ તત્ત્વોના સમસરગ્રંથી વિભાવ વાંચવું