________________
૨૩)
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૫) પ્રયોગસા - મિશ્રણા - વિશ્રા !
૨૨૯ છે, એના પરિણામ રૂપે.
પ્રશ્નકર્તા : એટલે અંદર જાય છે, તે ક્યાં થઈને જાય છે ?
દાદાશ્રી : આ ઈન્દ્રિયોથી. માણસને ક્રોધ આવે છે ત્યારે એ નાક વાટે પરમાણુ ખેંચે, એ પ્રયોગસા છે. પહેલું પ્રયોગસા થાય. ગુસ્સો કર્યો કે તરત એ પરમાણુ મહીં ખેંચાય. તે કેટલાક લોકોને નાકે ને મોઢેથી ખેંચાય અને કેટલાક લોકોને હાથ-પગ બધાથી ખેંચાય. આમ આમ થયા કરે ને, તે હાથે-પગે દરેક જગ્યાએ ખંચાય. આમ આમ થાય (ધ્રુજે) કોઈ કોઈ ?
પ્રશ્નકર્તા : થાય, ક્રોધ થયો એટલે આમ આમ થાય (ધ્રુજે).
દાદાશ્રી : એટલે બધેથી ખેંચાય. અહીં (નાક)થી ખેંચાય તે ખેંચાય પણ બીજે બધેથી ખેંચાય. એ આ વિશ્રાના પ્રયોગસા થાય. અને પ્રયોગસા થયેલા, બીજા અવતારમાં મિશ્રસા કહેવાય. અને મિશ્રસા ફળ આપવા માટે તૈયાર હોય. પ્રયોગસા ફળ આપે નહીં, એ બહુ અત્યંત સૂક્ષ્મ પરમાણુ છે.
પ્રશ્નકર્તા : દાદા, એ શુદ્ધ પરમાણુ તો બધા એકસરખા જ ને ?
દાદાશ્રી : શુદ્ધ પરમાણુમાં કોઈ ફેર નહીં. એ ખેંચાયું. તેની સાથે જ પ્રયોગસામાં ગયો. પ્રયોગમાં ગયો એટલે એ ક્રોધના પરમાણુ થયા આ બધાં. એ પરમાણુ જે ક્રોધના થયા, તે બીજા અવતારે પાછા એટલો જ ક્રોધ આપે પાછો..
પ્રશ્નકર્તા : અંદર શ્યારે ક્રોધ આવ્યો ત્યારે પરમાણુ ખેંચાયા, એ શુદ્ધ પરમાણુ હતા. શ્યારે એમાં કંઈ પ્રક્રિયા થઈ, એને બીજી રીતે પરમાણમાં ફેર થયો હશે ને ? એની સાથે ઈલેક્ટ્રિકલ ચાર્જ કે ગમે તે કંઈ ચાર્જ ખેંચાતો હશે ને જોડે ?
દાદાશ્રી : એ ક્રોધ આવ્યોને ત્યાંથી પરમાણુને રંગ ચોંટી જાય આ ક્રોધના. અને અહંકાર આવ્યો ત્યાં આગળ પરમાણુ આમ અહંકારના થાય.
પ્રશનકર્તા : એટલે અહંકારના પરમાણુ આખા જુદા રહે છે ? અહંકારના પરમાણુ જુદા, ક્રોધના જુદા ?
દાદાશ્રી : હા, બધા જુદા જુદા. તે જ ફળ આપે પાછા. આ બહાર પરમાણુ એક જ જાતના છે. આપણે જેવું કરીએને, એવા એવા એ પરમાણુ થઈ જાય. આપણે છાતી કાઢીએ કે પરમાણુ બધા માનના થઈ જાય.
પ્રશનકર્તા : પણ દાદા, એનો અર્થ એવો થયો કે પરમાણુ શ્યારે. અંદર ખેંચાય તે વખતે એ પરમાણુમાં કંઈક ફેર પડે છે ?
દાદાશ્રી : ફેર પડ્યો તેથી જ પ્રયોગસા થયા.
પ્રશ્નકર્તા : જેમ અત્યારે એમ કહે છે પરમાણુના બધા ચાર્જ હોય છે, ઈલેક્ટ્રિકલ ચાર્જ, તે એવા ચાર્જ એને હોય છે ?
દાદાશ્રી : હા, એ ચાર્જ જ થઈ જાય છે. પ્રશ્નકર્તા : એ એવા ચાર્જ ક્યાંથી આવે ?
દાદાશ્રી : મહીં ઈલેક્ટ્રિકલ બોડી છે, એ ઈલેક્ટ્રિકલ બોડીના આધારે જ બધું ચાર્જ થઈ જાય છે. પણ ક્રોધ કર્યો તો ક્રોધના પરમાણુ પાછા બીજા ઊભા થાય. લોભ કર્યો તો લોભના પરમાણુ, માન કરે તો માનના પરમાણુ, એવા બધા પરમાણુઓ ઊભા થયા કરે, બીજ નાખે.
પ્રયોગસા બહુ સૂક્ષ્મ હોય, પછી મિશ્રણા એ સ્થૂળ હોય.
પ્રશનકર્તા : એટલે એનો ચાર્જ તો અંદરથી જ આવેને ? એના પરમાણુ ખેંચાયા પછી અંદર ચાર્જ થાયને ?
દાદાશ્રી : એ મહીં ચાર્જ થઈને જ પેસે. અહીં પેસતી વખતે મહીંથી ચાર્જ જ થઈ જાય, બહાર ચાર્જ ના થાય. આપણા શરીરમાં સહેજ આમ ખેંચાય એનાથી, ક્રોધથી ખેંચાય. અને તે ખેંચાવા માટે સાધન ના હોય, તો હાથ આમ આમ હાલે, બધેથી ખેંચાય. પગ હલ