________________
૨૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
[૫] પ્રયોગસા - મિશ્રા - વિશ્રા !
તીર્થકરોની આગવી શોધ ! પ્રશ્નકર્તા : વિશ્રસા એટલે શું ?
દાદાશ્રી : આ તીર્થંકરોનો શબ્દ છે. તે આમ દેખવામાં તો બહુ મોટા શબ્દો દેખાય, પણ સમજાય નહીં માણસોને. એટલે એવાં ત્રણ શબ્દો છે, જેમ ચન્દુસા હોય છે ને, આપણે લખાવીએ છીએને ચન્દુસા એટલે.. એવા આ પ્રયોગસા, પછી બીજા મિશ્રસા અને ત્રીજા વિશ્રસા. તીર્થંકર ભગવંતોને બહુ સુંદર વાત કરી, પણ આ સમજણ ના પડે તેનું કરે શું છે ? અક્કલ કૂટે સામસામી. એ તો જ્ઞાની શ્રુ (દ્વારા) સમજી લેવું જોઈએ. હવે પહેલો કયો શબ્દ આવ્યો ?
પ્રશ્નકર્તા : વિશ્રસા.
દાદાશ્રી : આ જગત આખું પુદ્ગલ પરમાણુથી ભરેલું છે. એ બિલકુલ શુદ્ધ પરમાણુ છે, એ અણુ નથી. આંખથી દેખાય નહીં, દૂરબીનથી દેખાય નહીં. એ ફક્ત જ્ઞાનગણ્ય છે. બીજા કોઈથી એ ગમ્ય વસ્તુ નથી. એ પરમાણુ શ્યારે ભેગા થાય છે ત્યારે અણુ થાય છે.
પેલાને પુદ્ગલ પરમાણુ નામ આપ્યુંને, એ ખરેખર પુદ્ગલ હોતા નથી બિચારા. એ તો વિશ્રયા પરમાણુઓ છે. આ એકલા જ (વિભાવિક સ્વરૂપના) પૂરણ-ગલન કશું થાય નહીં, પણ પછી મુળ સ્વભાવ એનો એવો છે કે બધા ભેગા થઈ જાય. પછી એના મોટા મોટા સ્કંધ બને, પછી વિખરાઈ જાય. આખા જગતના શુદ્ધ પુદ્ગલ પરમાણુઓને તીર્થંકરો વિશ્રા કહે છે. વિશ્રા એટલે તદન શુદ્ધ છે. પરમાણુ બધા ભેગા
થઈને અણુ થઈ ગયા હોય તોય શુદ્ધતા એની જતી નથી. એટલે આ વિશ્રયા પરમાણુથી આખું જગત ઠાંસી ઠાંસીને ભરાયેલું છે.
પ્રશનકર્તા : શુદ્ધ સ્વરૂપે રહેલા પરમાણુઓને તીર્થંકર ભગવાને વિશ્રા કહ્યા.
દાદાશ્રી : આ એમના સિવાય બીજા કોઈ એ વિશ્રસા સમશ્યા જ નથી.
પ્રશનકર્તા : ક્યાંય આ શબ્દ નથી. દાદાશ્રી : હોય જ નહીં.
‘પ્રયોગસા' ખેંચાય આખા શરીર દ્વારા... પ્રશ્નકર્તા : વિશ્રસા પરમાણુઓનું આકર્ષણ કેવી રીતે થાય ?
દાદાશ્રી : વિશ્રસા એટલે બહાર જે ચોખ્ખા પરમાણુઓ છે બધા, આકાશમાં ખુલ્લી જગ્યામાં બધે જ રહેલા છે, તે વિશ્રસા કહેવાય. તે શ્યારે ક્રોધ-માન કરે, ગુસ્સો કરે કે તરત એ પેસે મહીં. મહીં પ્રયોગસા થઈને પેસે. પેસતી વખતે પ્રયોગસા હોય. ક્રોધ-માન-માયા-લોભ કરે કે તરત પ્રયોગસા થઇ જાય..
હવે એ અજ્ઞાની માણસ ‘હું ચંદુલાલ છું” એવું માનીને, જરા ખરાબ વિચાર કરે કે તેની સાથે પરમાણુ અંદર પેસે. આ પરમાણુ તો બહાર ચોખ્ખા જ છે, વિશ્રસા જ છે, પણ પેલો ખરાબ વિચાર થયો કે તરત જ પેલા પરમાણુ ખેંચાયા, તે ઘડીએ પ્રયોગસા થઈને મહીં પેસે અંદર. આપણે ભાવ કરીએ કે તરત જ એ પેસે અંદર. ભાવ ના કરીએ તો ના પેસે. પરમાણુ મહીં પેસે, તે વિશ્રસાના પ્રયોગસા થાય, એટલે પ્રયોગમાં આવે, લેબોરેટરીમાં આવ્યા.
પ્રશ્નકર્તા : એ પ્રયોગસા પરમાણુ આખા બોડી દ્વારા ખેંચાય છે ને ?
દાદાશ્રી : પ્રયોગસા તો, અંદર ગયા પછી પ્રયોગસા શરૂ થાય