________________
(૪) પુદ્ગલ, પ્રસવધર્મી !
૨૨૫
૨૨૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : બુદ્ધિથી સમજાય નહીં.
દાદાશ્રી : એના કરતાં આપણે જે ગામના છીએ, ત્યાં આપણે ઘેર (આત્મસ્વરૂપમાં, મોક્ષ) જતાં રહીએ એ સારું, આ કચકચમાં પડ્યા કરતાં. આનો તાળો ક્યારે જડે ? આનો તાળો જ ના મળે ને !
વિસ્તાર કરવાથી વસ્તાર.
પુદ્ગલમાં આત્માનો ઉપયોગ જાય તો તે (પુદ્ગલ) પ્રસવધર્મી છે. એટલે પછી જન્મ આપ્યાં જ કરે. આ જુઓને, છોકરાં થયાં જ કરે છે ને ! આત્માનો ઉપયોગ (આત્મામાં) હોય તો છોકરાં ના થાય.
પ્રશ્નકર્તા : આમાં આત્માના ઉપયોગ વિષે સમજ પાડો.
દાદાશ્રી : આ ચા પીવામાં આત્માનો ઉપયોગ એટલે કે માત્ર જોવાનું ને જાણવાનું જ, તેમાં ઇન્ટરેસ્ટ નહીં તે.
આગ્રહ રાખ્યો એ પ્રસવધર્મી થયું.
પ્રશ્નકર્તા : દાદા, આ પ્રકૃતિ છે ને, એ પ્રસવધર્મી છે, તો જ્ઞાન છે તે પ્રતિપ્રસવધર્મી છે ?
દાદાશ્રી : ના. જ્ઞાન, એને પ્રતિયે ના આવે અને કશુંય ના આવે. જ્ઞાનને કશું અડે નહીં, નડે નહીં, લડે નહીં, એનું નામ જ્ઞાન અને એ જ વિજ્ઞાન ! આ સંસારી જ્ઞાન, એ તો મતિજ્ઞાન છે. તે સાચું મતિજ્ઞાન જુદું અને આ તો સુમતિ-કુમતિ બંને ભેગું હોય.
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી વિકલ્પોમાં પ્રતિપ્રસવ થાય ?
દાદાશ્રી : પછી વિકલ્પ હોય જ નહીં. ‘હું' એટલે વિકલ્પ અને ‘મારું એટલે સંકલ્પ. જ્ઞાન આપીએ છીએ ત્યારે ‘હું'-મારું ગયું. એને સંકલ્પ-વિકલ્પ ગયા. પછી તો એને જોવાનું રહ્યું. પોતાનું મન શું શું વિચારે છે, તે જોયા કરવું.
તેવું આ જગત ભુલભુલામણીવાળું છે. તેમાં અબુધ ના ફસાય, બુદ્ધિવાળા જ ફસાય.
પરિણામ શું આવ્યું ? તે બુદ્ધિયે શી રીતે કામ કરે ? બુદ્ધિ હલ કામ કરતી થાકી જાય.