________________
(૪) પુદ્ગલ, પ્રસવધર્મી !
તમે ઊભા રહો ને બે હાથ આમ કરો તો બધા અરીસામાં બે હાથ થઈ જાય (દેખાય), એ તોફાન-તોફાન. અરીસાને આપણે કહીએ, ‘ભઈ, એક જ દેખાડજો, બધા ના દેખાડશો', તો છોડે કે ? બધા દેખાડે, નહીં ? આ મૂંઝાય, નહીં ? ત્યારે શું કરે તે ?
૨૨૩
એટલે પ્રસવી સ્વભાવ છે, અનંત પ્રસવી. એટલે બધું એક બાજુ જન્મ્યા જ કરે. એકમાંથી બે, બેમાંથી ચાર અને ચારમાંથી અનેક જન્મ્યા જ કરે. પુદ્ગલનો પ્રસવવાળો સ્વભાવ છે. આત્માને પ્રસવ નથી. ઈંડાં પડ્યા જ કરે, ઈંડાં પડ્યા જ કરે, બસ. માણસ મૂંઝાઇ જ જાય પછી અને એને પોતાનું સ્વરૂપ માન્યું કે આવા ઈંડાં મને જ પડે છે અને આ ઇંડાં મારા જ છે.' ક્યારે પાર આવે, બોલો ? માણસ મૂંઝાઇ જાય. તે ક્યાં સુધી, ભગવાનનેય કર્તા માને. ભગવાનનેય કર્તા માને તો ક્યાં સુધી માનેલું રહે ? ભગવાને મને કર્યું આ બધું, એવું માને. તે એક્ઝેક્ટ તો નથીને ! અને એક્ઝેક્ટ ના હોય એ વસ્તુ ટકે નહીં. એટલે પાછો મૂંઝાય. ખરે ટાઈમે, અણીને ટાઈમે કામ ન લાગે. આત્માનો સ્વભાવ પ્રસવીધર્મી નથી. એટલે જ ફાવ્યા ને, આત્મા થયા પછી. પુદ્ગલમાંથી તો બધું પ્રસવ થયા જ કરે.
જેમ એક ટી.વી.માં બોલે પણ આખી દુનિયામાં ઠેર ઠેર સંભળાય તે પ્રસવધર્મ.
દરિયામાં એક તે ઘડાઓમાં અનેક !
આકાશમાં એક ચંદ્રમા હોય છે, પણ લાખ ઘડા દરિયા કિનારે મૂક્યા હોય તો દરિયામાં જુઓ તો એક ચંદ્રમા દેખાય ને લાખ ઘડામાં લાખ દેખાય. આવડો મોટો દરિયો અને ચંદ્રમા એક દેખાય અને આ ઘડે ઘડે જુઓ ! બધા ઘડા કહે છે, અમારામાં પણ આખોય ચંદ્ર છે. બંધાયેલો ઘડો થયો ને ! ઘડો થયો એટલે અહંકાર થયો, એ ભેદ પડ્યો અને દરિયાને ભેદ નથી, તો છે કશી ભાંજગડ ? તે
આ ભેદ થયેલા ઘડા છે. એકમાંથી અનેક, અને બધું થયા જ કરે,
આનો પાર ના આવે.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : પણ પુદ્ગલનો પ્રસવ થાય, છતાં પેલો એકનો એક જ દેખાયા કરે.
૨૨૪
દાદાશ્રી : હા, એકનો એક જ દેખાયા કરે. આખા દરિયામાં એક જ ચંદ્રમા દેખાય તેનું શું કારણ ?
પ્રશ્નકર્તા : બધું એ એક જ જથ્થામાં છે દરિયો. પેલા જુદા જુદા જથ્થામાં મૂકેલા છે એટલે. એટલે બધા જુદા જુદા ચંદ્ર દેખાય.
દાદાશ્રી : ચંદ્ર તો એક જ છે, પણ કેટલું બહુસ્યામ્ થાય છે આ બધું ! એટલે એ ભાષામાં કહે છે અને લોકો પોતપોતાની ભાષામાં સમજી જાય છે.
પ્રશ્નકર્તા : હું નાનો હતો ત્યારે મને એવું સમજાયેલું કંઈક કે એક આત્માથી બીજો આત્મા થાય અને એકમાંથી ચાર આત્મા થાય ને પાંચ આત્મા થાય. આવી બધી સમજણ હતી.
દાદાશ્રી : ના, એ તો તમે નહીં, બધાય આવું સમજેલા. એટલે બહુસ્યામાં અમે બહુ પડીએ નહીં. પછી લોકોનું મન ગૂંચાઈ જાય અને આ અમે ક્યાં ભાંજગડ કરીએ ?
પ્રશ્નકર્તા : બહુસ્યામ્ જે કહ્યું છે એ પુદ્ગલને ઉદ્દેશીને કહેલું છે ? દાદાશ્રી : પુદ્ગલને લીધે બહુસ્યામ્, આનો અર્થ એ જ થાય છે. પ્રશ્નકર્તા : તે એને માટે મને તમે એક વખત વાક્ય કહ્યું'તું, મેં કહ્યું, “દાદા, તમે આ ટૂંકું ટૂંકું કેમ બોલો છો ? જરા વિસ્તારથી સમજાવો તો લોકોને સમજણ પડે.’ ત્યારે તમે કહ્યું, ‘આ વિસ્તારથી બોલીએ તો ‘વસ્તાર’ થઈ જાય, એટલે અમે તો ટૂંકું જ બોલીએ. પહોંચ્યું તો ઠીક, નહીં તો પછી કંઈ નહીં.'
દાદાશ્રી : એવું છે ને, વિસ્તારથી બોલવાથી વસ્તાર વધે. આ જે સંસાર છે એ આખો સંસાર પુદ્ગલનો જ બનેલો છે. પૂરણ-ગલનનો