________________
૨૨૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
[૪]. પુદ્ગલ, પ્રસવધર્મી !
એકોહમ્બહુસ્યામ્ ! પ્રશનકર્તા : છોડમ્ વહુ, એ વાત જરા સમજાવો ને !
દાદાશ્રી : ‘હું એકલો હતો ને આ બધા પાછા ઊભા થઈ ગયા. હું એકલો હતો, તેના આ બધા ઊભા કયાં ? હાઉ ઈટ ઈઝ પોસિબલ ? લોકો આને જુદું સમશ્યા છે.
પ્રશ્નકર્તા ઃ દાદા, ખરેખર એનો યથાર્થ અર્થ શું થાય ?
દાદાશ્રી : ‘’ આત્મા તરીકે એકલો છું અને જગતમાં તદાકાર ભાવથી અનેક રૂપ થઉં છું. પુદ્ગલ બહુરૂપી હોવાથી, ‘હું મામો છું ને કાકો છું ને ફૂઓ છું ને આમ છું, તેમ છું.’ ‘હું એક જ છું પણ બહુસ્યામ થઉં છું.
પ્રશ્નકર્તા : હવે એ શક્તિ કઈ ? આ શક્તિ અને પેલી શક્તિમાં કયો ફેર છે ?
દાદાશ્રી : પેલી જડ શક્તિ બધી અને આ ચેતન શક્તિ ! પેલી રૂપી શક્તિ, અનંત રૂપો, બહુરૂપ કરે અને પ્રસવધર્મી, એકમાંથી અનેક
પ્રશનકર્તા : બે શક્તિ જુદી છે, એમ ને ?
દાદાશ્રી : બહુ જુદી છે, એને લેવાદેવા નથી. સંસર્ગ જ છે, બાકી ઓળખાણેય નથી, પારખાણેય નથી. અરે, કોઈ કોઈનું દબાયેલુંય નથી.
પ્રસવધર્મથી ગૂંચામણ ! એટલે આ જગત સમજવા જેવું છે. આ ઘઉં હોય છે, એની કેટલી ચીજો બનતી હશે ?
પ્રશ્નકર્તા : ઘણી બને. ઘઉંની બનાવટ તો ઘણી બને. દાદાશ્રી : કેટલી બને ?
પ્રશ્નકર્તા : એ તો મેં ગણતરી કરી નથી, પણ ઘણી ચીજો બનતી હશે.
દાદાશ્રી : આ જગત પરમાણુઓની પ્રસવતાથી ભરેલું છે. પરમાણુઓ પ્રસવધર્મી છે.
આ તો પુદ્ગલ કેવા ધર્મવાળું છે ? પ્રસવધર્મી છે. આ બધું જગતમાં જે દેખાય છે ને, તે બધું પ્રસવધર્મી છે. એટલે આપણે અહીં આગળ બેઠા હોય અને જો કો'ક માણસે આજુબાજુ અરીસા ગોઠવ્યા હોય તો આપણે એકલા હોય તોય આ અરીસામાં ઘણા બધા દેખાય. દેખાય કે ના દેખાય ?
પ્રશનકર્તા : દેખાય.
દાદાશ્રી : હવે એમાં આપણે અહીં તો એક જ જગ્યાએ છીએ, પણ પ્રસવધર્મી છે.
અરે, પાંચ લાખ કાચના ટૂકડા મેલ્યા હોયને, તો પાંચેય લાખમાં એક-એક ચંદુભાઈ જેવું દેખાય. અને એક જ ટુકડો મેલ્યો હોય તો એક જ દેખાય.
દેખાડે.
બહુરૂપી છે આ જગત. એટલે આ લોક મૂંઝાયું છે. પુદ્ગલનો સ્વભાવ બહુરૂપી છે. એટલે આ સમજાય ત્યારે નીકળી જાય, બધું
છૂટે.