________________
(૩) ક્રિયાવતી શક્તિ !
૨૧૯
૨૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
છે, આ તો ચાલુ આવેલામાં છે જ નહીં આવું. આનો એક અક્ષરેય નથી અને તમારે આગવું છે ને બહુ અજાયબ છે. કહ્યું, “ના, આપણે જોખમદારી લઈને શું કામ ? ચોવીસ તીર્થંકરોનું છે તે સાચું !”
તમારી પાસેથી કોઈ દશ હજાર લૂંટી લે, તે વખતે તમને ભાન રહે કે આ પુદ્ગલ જોરદાર છે તે આ પુદ્ગલ પાસેથી દશ હજાર લૂંટી લે છે. તે વખતે પુદ્ગલની કરામત છે તેવું તમને ભાન રહે તે કેવળ દર્શન. કોઈ આ જગતમાં સમક્યું નહોતું. આ જગતમાં જે કંઈપણ કરવામાં આવે છે તે જગતને પોષાય યા ન પણ પોષાય છતાં ‘હું' કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે. પુદ્ગલની કરામતની ગેડ બેસી જાય તો કેવળ દર્શન. પુદ્ગલની કરામતની ક્રિયા જાણવામાં આવે તો કેવળ જ્ઞાન. પુદ્ગલની કરામતને વર્તવામાં આવે તો કેવળ ચારિત્ર.
આપણે આમ સીધી પકડવાની છે.
પ્રશ્નકર્તા : એ લોકોને ઊંચા પ્રકારની ક્રિયા કરવાની છે, પણ એને માટે ટાંકણાં તો જોઈએ ને, પેલો શિલ્પકાર ટાંકણા વાપરે છે. એવાં ?
દાદાશ્રી : ટાંકણાં જોઈએ. આજે એની પાસે ટાંકણાં હોય તો પણ પૂર્વે, ગયે ભવે ભાવના કરી હોય તો ક્રિયા થાય ! પછી આજે ભાવ કરીએ કે ટાંકણાં લઈ જઈએ, ત્યાર પછી આવતા ભવમાં થાય (ક્રમિક માર્ગમાં).
પ્રશ્નકર્તા : હા, અને અક્રમની અંદર તો ટાંકણાં રાખ્યાં જ નહીં.
દાદાશ્રી : કશુંય નહીં. આમ જોયું ને આમ જોયું એટલે થઈ જશે. આમ જુઓને (જોયા કરવાથી જ) એટલે થઈ જશે.
આ મહાત્માઓના અનુભવોના નિવેદનોમાં અક્રમની બલિહારી જે બધાએ લખી છે, જો લખી છે ! કેવું સહેલું સટ !! કશું કરવાનું જ નહીં !!!
એમાં એમનો દોષ નથી, ક્રમિક માર્ગ જ એવો છે. માર્ગની આખી માન્યતા જ આવી છે. આ જ હું આત્મા. આને સ્થિર કરવાનો. તે મોટા મોટા પથ્થર પર ઊભા રહીને ત્યાં આત્માનું ધ્યાન કરે એટલે પડી ન જવાય. એ ભયને લઈને પેલો જાગૃત રહે અને આમ કાયોત્સર્ગ કરે. એ કષાય આત્માને આત્મા માને છે, ઇન્દ્રિય આત્માને તે આત્મા માનતા નથી. કારણ કે તે ઈન્દ્રિય આત્માને તો કાય કહે છે. એટલે આનાથી ઉત્સર્ગ એટલે આનાથી જુદો હું. એટલે ઈન્દ્રિય આત્મા (મંગળદાસ), બીજો કષાય આત્મા (બાવો) અને ત્રીજો દરઅસલ આત્મા, અકષાયી આત્મા (મૂળ આત્મા) !
પ્રશ્નકર્તા : આ પાવર ચેતનની ખબર નહીં ને કોઈને ?
દાદાશ્રી : એટલે મેં કહ્યું, “આ પહેલેથી ચાલી આવેલું વિજ્ઞાન છે, આ મારું કંઈ નથી.” ત્યારે કહે, “આવું ના બોલશો. તમારું સ્પેશિયલ