________________
(૩) ક્રિયાવતી શક્તિ !
નહીં, એવું ના લખે. બેજવાબદારીવાળું વાક્ય ના લખેલું હોય, મહાન જોખમદારી છે. કોઈ પણ આચાર્યેય ના લખેને આજના. સક્રિયપણું ગુણ જ નથી એનામાં, અક્રિયનો જ ગુણ.
પ્રશ્નકર્તા : જે કર્તાભાવ નથી, એ દૃષ્ટિએ અક્રિય કહ્યો છે ? દાદાશ્રી : ના, એવું નહીં.
પ્રશ્નકર્તા : બાકી દરેક પદાર્થ ક્રિયા સંપન્ન જ હોય છે.
૨૧૭
દાદાશ્રી : ના, એ ક્રિયા સંપન્ન હોતો જ નથી. બધે જ કૃપાળુદેવે લખ્યું કે દરેક પદાર્થ ક્રિયા સંપન્ન હોય છે એનો અર્થ એવો કે એવી સક્રિયતા નથી એની. એ તો એની પરિણમનતા છે સક્રિયતાનો ગુણ તો બહુ ખરાબ કહેવાય.
પ્રશ્નકર્તા : પરિણમન દૃષ્ટિએ જ સક્રિય કહ્યું ?
દાદાશ્રી : સક્રિય કોઈ દૃષ્ટિએ નહીં, પરિણમન તો એનો સ્વભાવ છે.
પ્રશ્નકર્તા : દાદા, એટલે આ તો અરીસાની અંદર જે દૃશ્યો ઝળકે છે, એટલે એવું કહેવાય કે જ્ઞાતા-દ્રષ્ટા છે.
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાપણું એ એવું છે કે આમાં અરીસો એટલે કે પોતાને કશું કરવાપણું નથી એમાં. પોતાની મહીં ઝળકે છે અને કોઈપણ વસ્તુ પરિણામ પામે એનું નામ સક્રિયતા ગણાતી નથી.
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રએ એક ઠેકાણે એવું લખ્યું છે કે સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; ‘પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરત વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે અને ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા છે.'
(શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પાન-૩૯૪)
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : તે આ વ્યવહારથી આત્મા આ દ્રવ્યકર્મનો કર્તા છે, ખરી રીતે સ્વભાવનો કર્તા છે.
૨૧૮
પ્રશ્નકર્તા ઃ આત્મા પણ ક્રિયા સંપન્ન છે એ જે અહીંયાં...
દાદાશ્રી : એવું છે ને કે આત્મા એ તો આપણે અહીંયાં આગળ તમારે જાણ થઈ ગઈ કે આત્મા શું ? બાકી ક્રમિક માર્ગમાં એમને તો આત્મા આ (ક્રિયા કરનારો) જ મનાય. અને તે ક્રિયા સંપન્ન એમને લાગે ને ! તેથી જ તો બધી ક્રિયાઓ કરે છે, સમિતિઓમિતિઓ બધી કરે છે. આત્માને ઘસી ઘસીને પહેલ પાડીને હીરો
બનાવે છે અને કેવળજ્ઞાન શું કહે છે કે એવું નથી, તું આ પહેલ પાડ પાડ શું કરવા કરે છે તે ? ‘તું’ આ ‘આત્માને જો ને તેવો આત્મા બનાવ, કહે છે. મૂળ આત્માને જો અને તેવો તું બનાવ એને. જેમ એક બસને જોઈને પછી આપણે બસ કરવાની હોય, તેવું આ તું કર, કહે છે. તો આ શું કરે છે કે પોતે જ ક્રિયા કર કર કર્યા કરે છે.
પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં જે લોકો આવી ક્રિયાઓ કર્યા કરે છે, તે લોકોના મનમાં પેલું મોડેલ ખરું ?
દાદાશ્રી : એ હોય તો તો કલ્યાણ થઈ જાય ને ! જગત આખાને એ હોય જ નહીં. બોલે ખરા, આત્મા શુદ્ધ છે મહીં.
પ્રશ્નકર્તા : તો દાદા, આ ક્રમ-અક્રમનો આની અંદરથી તો બહુ સ્પષ્ટ ફોડ પડી ગયો કે ક્રમિકની અંદર એવું મોડેલ છે નહીં અને આપે અક્રમની અંદર એવું મોડેલ આપ્યું, શુદ્ધાત્મા પદ આપ્યું.
દાદાશ્રી : મોડેલમાં જ બેસાડ્યા ને, હવે તમે આને (પુદ્ગલને) સમું કરી લો.
પ્રશ્નકર્તા : આ બહુ જ બેઝિક ફંડામેન્ટલ ડિફરન્સ (પાયાનો મૂળભૂત તફાવત) અહીંયા જ આવી જાય છે. પછી એની અંદરથી વિસ્તાર થાય છે જુદો જુદો.
દાદાશ્રી : એમને આમ પાછળ રહીને કાનપટ્ટી પકડવાની છે,