________________
(૩) ક્રિયાવતી શક્તિ !
૨૧૫
૨ ૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
આત્મા તો નિરંતર જ્ઞાન ક્રિયા જ કરે છે. બીજી બધી ક્રિયાઓ પુદ્ગલ કરે છે. આ ‘હું કરું છું કહ્યું કે જ્ઞાન ઉપર આવરણ ચોંટ્યાં. તેમાં બુદ્ધિ ભળે. પ્રકાશના ગોળા ઉપર કપડું બાંધો તેમ આત્માના જ્ઞાન ઉપર બુદ્ધિનો પરદો છે. જેમ જેમ ‘'પણું છૂટતું જાય તેમ તેમ કર્મ કલંક દૂર થતાં જાય તેમ અનંત જ્ઞાન આવે, અનંત દર્શન આવે.
અનાદિકાળથી બધા જ પ્રદેશો ઉપર કર્મ કલંક ચોંટતાં જ આવ્યાં છે. આવા કર્મફળ ચોંટેલાં છે, પછી આત્માની શક્તિ શી રીતે જણાય ?
મનુષ્યમાં એક વાળ ના વધવા દેવાનીય શક્તિ નથી. મૂઆ, વાળ આગળ તારું ચાલતું નથી, પછી બીજે ક્યાં ચાલવાનું છે ? કોઈ મનુષ્યને સક્રિય થવાની સત્તા નથી અને કોઇને અક્રિય થવાની સત્તા નથી. સંડાસ જવાનીય સત્તા નથી અને સંડાસ ના જવાનીય કોઇની સત્તા નથી. કારણ કે આ જગત આખુંયે પુદ્ગલ ચલાવે છે.
ક્રિયા કોણ કરે છે ? પુદ્ગલ કરે છે. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે કેમનો તું નિરોધ કરીશ, મૂઆ ? ઈન્દ્રિયોનો નિરોધ શી રીતે કરીશ તું ? કયો એવો ઉપાય છે કે નિરોધ કરી શકે ?
પ્રશ્નકર્તા : મારે કશું જ કરવાનું નથી, એ નિષ્ક્રિયતા કહેવાય કે પૂરેપૂરી ચેતનતા કહેવાય ?
દાદાશ્રી : પૂરી ચેતનતા કહેવાય. જેને કંઈ કરવાનું છે ને, એ જ ભ્રાંતિ. મહાપરાણે હું તમને ક્રિયામાંથી અક્રિયતામાં લાવ્યો. આ ફરી ક્રિયામાં કોણ પેસે ? એટલે તમને ગેરંટી આપી. તમારું ઘર ચાલશે. તેમાં તમારે ક્રિયા કરવાની જરૂર નથી, એ તો થયા કરશે, તમે જોયા કરો. હવે ક્રિયા હોય નહીં. ક્રિયામાં પેસવું એટલે શું ? ફરી પાછું સંસારમાં હાથ ઘાલવો. અક્રિયતા જ મુખ્ય વસ્તુ છે. અક્રિય કોઈ રહી શકે નહીં. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી કે જે અક્રિય રહી શકે, અને દાદાની આજ્ઞાથી જો અક્રિય રહી શકતા હોય, તો એ પૂર્ણ છે. એમાં અક્રિયતા આવી જાય તો હિતકારી છે, આશીર્વાદ સમાન છે.
તથી કોઈ રીતે આત્મા કર્તા ! પ્રશ્નકર્તા : અક્રિય એટલે અકર્તાપણું ? એટલે પ્રશ્ન એ છે કે સક્રિય એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાપણું છે એ જ અક્રિય છે. સક્રિય કોને કહેવાય કે આ પુદ્ગલને કહેવાય, એનામાં ક્રિયા કરવાનો સ્વભાવ છે.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટાપણું એ ક્રિયા નથી ?
દાદાશ્રી : ના, એ તો એક વખત કંઈ સમજાવવા માટે કહેલું કે, દર્શનક્રિયા અને જ્ઞાનક્રિયા કરવાની, જે ક્રિયા ખરેખર ક્રિયા નથી. સક્રિય પુદ્ગલ એકલું જ છે. આત્મા નિરંતર અક્રિય જ હોય છે.
પ્રશ્નકર્તા ઃ દરેક પદાર્થ જે પરિણમન ક્રિયા સહિત હોય છે. એનું જે પરિણમન થયા જ કરતું હોય છે, એ એની ક્રિયા જ કહેવાય ને ?
દાદાશ્રી : ના, ક્રિયા તો આ પુદ્ગલ એકલું જ ક્રિયા કરે છે. એટલે આ બધી પુદ્ગલ ક્રિયા નિરંતર થયા જ કરે છે. પોતે જ સક્રિય છે, એ જે આપણે આ દેહ બંધાય જાય છે ને છૂટો થાય છે, વિખરાય છે. બંધાય છે, છૂટો થાય છે. એનામાં સક્રિયપણાનો ગુણ છે અને બીજા કોઈમાં સક્રિયપણું ના હોય. બીજાં પાંચ સક્રિય નહીં, બીજાં બધાં પાંચેય અક્રિય.
પુદ્ગલ તો નવું-જૂનું થયા કરવાનું છે, એ જ સક્રિયતા.
પ્રશ્નકર્તા ઃ કૃપાળુદેવે એને પરમાર્થે અક્રિય કહ્યો અને જ્ઞાતાદ્રષ્ટાપણે સક્રિય કહ્યું છે.
દાદાશ્રી : આ તો શાસ્ત્રકારો લોકોને સમજાવવા માટે બોલ્યા છે, તેમાં લોકો આવું સમજી બેસે કે આત્માની ક્રિયા છે, પણ ‘દર્શનક્રિયા ને જ્ઞાનક્રિયા કહ્યું, બીજી ક્રિયા કરતો નથી.' એવું શાસ્ત્રકારોએ કહેલું છે, તે તો ઓળંબો આપેલો છે. પણ આત્માનો સક્રિયતા ગુણ જ નથી, ત્યાં ક્રિયા ક્યાંથી હોય ? તમે માનો છો એવા અર્થમાં કૃપાળુદેવ કહે