________________
(૩) ક્રિયાવતી શક્તિ !
૨૧૩
૨ ૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : હા, એ તો બરોબર છે. પણ એ હજુ તમને સમજાવવા માટે કહ્યું છે કે ભઇ, તમે ક્યાં સુધી ઇગોઇઝમવાળા છો ત્યાં સુધી સક્રિય છે અને ક્યારે જ્ઞાનવાળા છો તો અક્રિય છે. એટલે સક્રિય ના કહો. સક્રિય એટલે શું ? વ્યવહારથી કહે છે. હવે વ્યવહારથી એટલે, અત્યારે આપણી ગાડી જતી હોય ને કો'ક માણસ અથડાયો એટલે પેલો પોલીસવાળો બધાને કહેશે કે ચાલો. તે ઘડીએ હું કહ્યું કે, “ના, હું તો જ્ઞાની છું.” એવું ના ચાલે. ‘હું એ. એમ. પટેલ છું' એવું કહેવું પડે. એટલે આનું નામ વ્યવહારથી સક્રિય.
કર્તા-ધ્યાતા, બેઉ પુદ્ગલ ! પ્રશ્નકર્તા : દાદા આપે કહેલું ને કે ક્રિયા કરનારા અને ધ્યાન કરનારો એ બન્ને જુદા છે, તો એ બન્ને કોણ કોણ છે? ક્રિયા કરનાર પુદ્ગલ છે, તો ધ્યાન કરનારો કોણ છે ?
દાદાશ્રી : એ તો બેઉ પુદ્ગલ જ છે. પણ આ જે ક્રિયા કરનારા પુદ્ગલ છે એ અચેતન પુદ્ગલ છે અને પેલું ચેતન પુદ્ગલ છે, મિશ્રચેતન પુદ્ગલ છે. આપણા અક્રમના આધારે બેઉ પગલ છે, એમાં આત્માને લેવાદેવા નથી. અને ક્રમના આધારે છે તો આત્મા છે તે ધ્યાન કરનાર છે, એમની માન્યતાના આધારે એ આત્મા છે.
દાદાશ્રી : હા. આ તો એવી રીતે મૂંઝવ્યું છે. વ્યવહાર આત્માને નિશ્ચયમાં ઘાલી દીધો છે. બીજું વ્યવહારમાં આત્માને કર્તા માન્યો તે પછી કાયમ માની લીધો. તેથી ભોક્તા માન્યો. તેથી ત્યાગી માન્યો કે ત્યાગ કરે તો જ થાય, નહીં તો થાય નહીં. એટલે આ બધી કેવડી ભૂલ ચાલી આવી છે ! એવી ભૂલ થઈ છે કે આખુંય ડખળાઈ ગયું છે, કે એ ભૂલ તોડવા સારુ કુન્દ્રકુન્દ્રાચાર્યે લખ્યું. બધી આખી ભૂલ તોડી છે પણ સમજમાં બેસવી જોઈએને ?
આત્મા તો વ્યવહારથી જ ર્તા છે પણ નિશ્ચયથી અકર્તા છે. નિશ્ચય એટલે ખરી રીતે, સ્વભાવિક રીતે અકર્તા છે. એવું આ પુદ્ગલ છે તે વ્યવહારથી કર્તા છે ને નિશ્ચયથીય કર્તા છે.
નૈમિત્તિક સ્વભાવે જ જગત છે. કોઈ કોઈનો કર્તા નથી. પુદ્ગલનો સક્રિય કર્તા સ્વભાવ છે. બીજાની મદદથી થાય છે. આત્મા સંપૂર્ણ અયિ છે.
પુદ્ગલ એક એવું છે કે સક્રિય છે અને અક્રિય છે. એક પરમાણુ હોય ત્યાં સુધી અક્રિય છે.
આત્મા જાણવા જેવો છે ને આ બધા ચેનચાળા છે. પ્રશ્નકર્તા : જડ ક્રિયા છે. દાદાશ્રી : જડ ક્રિયાયે સારી, આ તો બધા ચેનચાળા છે. આ તો દાખલો આપી સમજણ પાડીએ તો તે સમજ પડે.
પ્રશ્નકર્તા : પણ આ કાળમાં આવું ફોડ પાડવાવાળો કોણ છે ? બીજું કોઈ ન મળે.
દાદાશ્રી : મન-વચન-કાયા સહજ સ્વભાવે ક્રિયાકારી છે. તે બધું કયા જ કરે છે ને સહજ સ્વભાવે આત્માનું જ્ઞાન-દર્શન ક્રિયાકારી છે. આ બધી વસ્તુઓ પડી હોય તો તેને આત્મા સહજ સ્વભાવે જોયા જ કરે, જાણ્યા જ કરે !
એટલે બેને છૂટું પડાય કે (મિકેનિકલ ચેતનવાળું) પુદ્ગલ ભોગવે છે અને મિશ્રચેતનવાળું પુદ્ગલ છે તે ધ્યાન કરે છે. પેલું પુદ્ગલ કર્તા છે અને કર્તા છે માટે એ પુદ્ગલ ભોક્તા છે અને ધ્યાન કરનાર ધ્યાનનો કર્તા છે, ધ્યાનનો જ ભોક્તા છે. જેનું ધ્યાન કરો, બહુ કડક ના કર્યું હોય, તો મોઢે બહુ બગડી ના જાય. બહુ કડક કર્યું હોય તો મોટું બગડી જાય.
પ્રશ્નકર્તા: હવે દાદા, જે પુદ્ગલ કર્તા છે અને પેલામાં મિશ્રચેતન કર્તા છે, તો પછી તે વખતે મૂળ આત્મા જે છે તે તો માત્ર જ્ઞાતાદ્રષ્ટા જ હોય છે ?