________________
(૩) ક્રિયાવતી શક્તિ !
દાદાશ્રી : બધુંય નિયમના આધીન. નિયમની બહાર કોઈ નહીં. યમરાજ નહીં, નિયમરાજ છે.
૨૦૭
પ્રશ્નકર્તા : રોંગ બિલીફ એ પુદ્ગલ નહીં ?
દાદાશ્રી : પુદ્ગલ જ ગણવું હોય તો ગણાય. પણ પુદ્ગલ ક્યારે કહેવાય કે બિલીફ તો કાઢી શકાય અને પુદ્ગલ તો એની મેળે ફેરફાર થાય, બીજું નહીં. એનું એ જ, આ ચેન્જને બદલે બીજું ચેન્જ થાય (પુદ્ગલ રૂપાંતર થાય). અને બિલીફ તો નાશ જ થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે આ પુદ્ગલ એ પરમાણુ સ્વરૂપ છે એમ કહો
છો ?
દાદાશ્રી : હા, પરમાણુ.
પ્રશ્નકર્તા : અને બિલીફ ?
દાદાશ્રી : બિલીફ તો એક જાતની વૃત્તિઓ કહેવાય છે.
આમ જોવાથી દરિયો ના દેખાય, માટે કંઈ દરિયો નથી ? આમ ‘એને’ ફેરવે એટલે પાછું દરિયો દેખાય. એનાં કકળાટ ચાલે છે આ દુનિયામાં. એક જણ એવું કહે, “આત્મા સિવાય બીજી વસ્તુ નથી.' તો પેલો કહે, ‘આત્મા જેવી વસ્તુ જ નથી દુનિયામાં.' હવે કેમ મેળ પડે ? ‘એને’ જેવું દેખાય એવું બોલે છે.
પ્રશ્નકર્તા : જોનાર કોણ ઊભું થાય છે વચ્ચે ?
દાદાશ્રી : એ રોંગ બિલીફ. એ રોંગ બિલીફ શ્યારે રાઈટ બિલીફ થાય છે ત્યારે આત્મા સિવાય બીજું નથી. અને આત્મા જેવી વસ્તુ નથી એ રોંગ બિલીફ. બધી બિલીફોની જ ભાંજગડ છે. બિલીફ સિવાય બીજું કશું ગયું નથી. જ્ઞાન બગડ્યું નથી, બિલીફ બગડેલી છે.
પ્રશ્નકર્તા : એ તો આપે જેમ કીધું છે ને કે બે તત્ત્વો ભેગાં થાયને તો એ વિશેષ પરિણામ થાય છે.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : હા, વિશેષ પરિણામ. એ ‘આપણી' ભાવના પ્રમાણે પરિણામ પામે છે. (પુદ્ગલ એના) પોતાના સ્વભાવથી પરિણામ પામતું જુદું અને આ તો આપણી ભાવના છે, ડિઝાઈન આપણી છે. કોઈનું નાક આવું, કોઈનું નાક આવું, એ બધી ડિઝાઈન આપણી થઈ, બીજા કોઈની નથી. નહીં તો પક્ષપાતી કહેવાય. પોતે કોઈ પક્ષપાતી નથી. બધી આપણી જ છે આ જોખમદારી.
૨૦૮
આત્મા આમાં શું ગુનેગાર થાય છે, કે ‘એના' પોતાના ભાવ પ્રમાણે પેલા પરમાણુ ફૂટે છે. તે એની મેળે જો થતા હોય તો વાંધો નથી. ‘પોતે’ ભાવ કરે છેને પાછો અજ્ઞાનતાથી.
પ્રશ્નકર્તા : ચાર્જ કરે છે.
દાદાશ્રી : ચાર્જ કરે છે, એટલે પોતે એનો ગુનેગાર થાય છે. પ્રશ્નકર્તા : જોરદાર ફાઈલ આવે ત્યારે ‘હું ચંદુ છું' એવું ક્યારેક આવી જાય છે, દાદા.
દાદાશ્રી : ગમે તેટલી જોરદાર ફાઈલ આવે ત્યારે આપણે બોલવું કે, ‘કહેવું પડે આ પુદ્ગલ કરામતને !' ગમે તેવું હોય તોય આપણે શું લેવાદેવા ? સામો માણસ ગુસ્સે થાય કે ગમે તે કરે, પણ છેલ્લે એ તો પુદ્ગલ કરામત જ છે ને ! આ તો કરામત જ કહેવાય ને કે, છે અચેતન ને વર્તે છે ચેતનની જેમ. અને આને આપણે પૂરવાર કર્યું છે. તો આપણે જાણવું કે આ પુદ્ગલની કરામત છે.
લાલચંદ તે ફૂલચંદને ત્રણ ધોલ મારે છે તેય પુદ્ગલની કરામત છે. અને જો પાછો ફૂલચંદ લાલચંદને ચાર ધોલ મારે તો તેય પુદ્ગલની કરામત જ છે. પુદ્ગલની કરામત પ્રમાણે આત્માને વર્તવું પડે છે. અજ્ઞાનીને ભેગો થઈને વર્તે, જ્ઞાનીને છૂટો થઈને વર્તે. પુદ્ગલે પુદ્ગલને ભાંગ્યું ત્યારે લોક ભડકે છે ને પાછા કહે છે કે મેં તોડ્યું, મેં ફોડ્યું, મેં ભાંગ્યું.
પુદ્ગલની તો અનેક જાતની અનંત કરામતો છે, તેનો ભડકાટ