________________
(૩) ક્રિયાવતી શક્તિ !
૨૦૯
૨૧૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
શું ? ગભરાવાનું શું ? સુથારની કરામત, લુહારની કરામત, તેમ આ પુદ્ગલની કરામત છે. અત્યારે ‘એણે’ આમાં કિંચિત્માત્ર, કંઈ જ કર્યું નથી. આ તો માત્ર હાજરીથી થયા કરે છે.
પુદ્ગલતીય શક્તિ વિરાટ ! પ્રશ્નકર્તા : જડ વસ્તુમાં શ્યારે અણુ તોડીને પરમાણુમાં ફેરવાય છે, ત્યારે મહાન શક્તિ પેદા થાય છે તો પછી તે જડ કહેવાય ખરું?
દાદાશ્રી : આ દુનિયામાં બે શક્તિ કૃષ્ણ ભગવાને કહી છે, એક તો અનાત્મ શક્તિ ને એક આત્મ શક્તિ. અનાત્મ એ જડ શક્તિ છે. જડમાં ચેતન હોતું જ નથી અને ચેતનમાં જડેય હોતું નથી, બેઉ જુદી શક્તિઓ છે. આ જે લોકોને ભમાવ્યા છે કે જડમાંય ચેતન છે, એ ખોટા ભમાવી માર્યા છે. પછી તો ઘઉં ને કાંકરા વીણવાના જ ના રહ્યા ને ? પછી તો નિરાંતે બધા ભગવાન જ થઈ ગયા !
પ્રશ્નકર્તા : આત્માને કર્મનો કેવો સંબંધ છે ?
દાદાશ્રી : “એને' રિલેટિવ સંબંધ છે. કર્મ ‘પોતાનાં' મનાતા હોવાથી આત્મા ફસાયો છે ને ! કર્મ જ પ્રબળ છે ને ! કર્મમાં જ બધા ભગવાન ફસાયા છે ને !
પ્રશ્નકર્તા : કર્મ આત્માને ફસાવે છે કે આત્મા કર્મને બાંધે છે ?
દાદાશ્રી : ના, કર્મ આત્માને ફસાવે છે. પુદ્ગલની એટલી બધી શક્તિ છે. આ તો અણુ તોડ્યા ત્યારે ખબર પડી કે આટલી બધી પુદ્ગલની શક્તિ છે.
પ્રશ્નકર્તા : આત્મા ધારે તો કર્મ ખપાવી કાઢે ને ?
દાદાશ્રી : તે બંધાયેલો શી રીતે ખપાવી કાઢે ? શ્યારે સ્વભાવમાં આવે ત્યારે. આત્મા સ્વભાવમાં ક્યારે આવે ? જે સ્વભાવમાં આવી ગયા હોય ત્યાં જઇએ તો. અને સ્વભાવમાં આવે તો કર્મ ખપાઇ જાય. સ્વભાવમાં આવે તો એટલે ગમે તેવાં કર્મને ઊડાડી મેલે. જ્ઞાની પુરુષ
એક કલાકમાં છે તે કેટલાય કર્મના ધુમાડા ઊડાડી મેલે ત્યારે તો લક્ષ બેસે, નહીં તો લક્ષ બેસે નહીં.
પ્રશ્નકર્તા : દાદાજી, આ ચાર્જ કર્યા પહેલાંનાં શુદ્ધ પરમાણુઓ છે, એને પણ પોતાની શક્તિ છે ને ?
દાદાશ્રી : પરમાણુઓમાં (અનેક પરમાણુ) બહુ શક્તિ, જબરજસ્ત શક્તિ છે. અને આપણે ચાર્જ કરીએ છીએ તેમાં આપણી શક્તિ નથી, ખાલી ભાવ જ છે. આપણો ખાલી પાવર એક્લો જ પેસે છે. પરમાણુની પોતાની શક્તિથી જ છે. “હું કરું છું', એથી જ આ ઊંધું થઈ રહ્યું છે. આંખને છે તે શ્યારે નંબર આવેને, ત્યારે ચશ્માંની જરૂર પડે. બાકી, નંબર ના હોય તો એની જરૂર ના પડે. એટલે બધું આપણું પોતાનું જ અંધત્વપણું છે. દર્શનમાં ફેર થયો, (વિભાવિક થયું છે - દર્શન, જ્ઞાન ને ચારિત્ર) જ્ઞાનમાં ફેર થયો અને તેથી ચારિત્રમાં ફેર છે. એટલે દર્શનજ્ઞાન ફરે એટલે બધું ફરી જાય. આ મેં ‘(કવળ) દર્શન આપ્યું. તેનાથી તમારું બધું ફરી જશે.
આ શરીરમાં અનાત્મા જ ઊંધું-છતું (પૂરણ-ગલન) કરી રહ્યો છે.
આ મુદ્દગલમાં એટલી શક્તિ છે કે તમારા (અહંકારના) ભૂક્કા બોલાવી નાખે, તો પછી આ અજ્ઞાની મનુષ્યની અથડામણમાં આવો તો તમારી શું દશા થાય ?
પ્રશ્નકર્તા : આત્મા આ શરીરથી જુદો છે, પણ આ પુદ્ગલથી આવરાયેલો છે. એ પોતે સર્વશક્તિમાન છે, તો એ આત્મા પોતે પોતાની શક્તિથી આ પુદ્ગલના આવરણથી બહાર કેમ નથી નીકળી શકતો ?
દાદાશ્રી : પુદ્ગલની શક્તિ કંઈ ઓછી નથી. આ એટમની શક્તિ છે ને, એ કંઈ જેવી તેવી નથી કે આમ ધક્કો મારીને નીકળી શકે. એ જડ શક્તિ છે અને આ ચેતન શક્તિ છે. એ તો પોતાનું ભાન થાય, પોતે ‘કોણ છું એ જાણે તો જ છુટકારો થાય, નહીં તો ના થાય.