________________
૨૦૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૩) ક્રિયાવતી શક્તિ !
૨૩ પ્રશનકર્તા : એય પુદ્ગલ.
દાદાશ્રી : એક જ પુદ્ગલ બધું. આ તો બધું ભેગું થવાથી, બે વસ્તુઓ, દ્રવ્યો ભેગાં થવાથી આ વિતતા ઉત્પન્ન થઈ. મૂળ આત્મામાં વિકૃતતા નથી થતી, પુદ્ગલમાં વિકૃતતા થાય છે. કારણ કે પુદ્ગલ ક્રિયાકારી છે પોતે.
પ્રસનકર્તા : પુદ્ગલની પોતાની પરિણમનની શક્તિ છે કે નહીં ?
દાદાશ્રી : ખરીને ! પોતાની પાર વગરની છે. એ પોતાની શક્તિથી જ પરિણમે છે. આ શરીર એની પોતાની શક્તિથી જ પુદ્ગલે કર્યું છે. આમાં આત્માનો જરાય ભાગ નથી. આત્માએ તો ફક્ત પ્રયોગ કર્યો'તો, તેય પણ બેઉની હાજરીથી ભેગું થઈને‘મૂળ આત્મા’એ સ્વતંત્ર પ્રયોગ નથી કર્યો. મૂળ આત્મા ત્યાંનો ત્યાં જ છે.
પ્રશ્નકર્તા : જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે ?
દાદાશ્રી : જીવ (એટલે બાવો) સક્રિય છે અને પુદ્ગલ સક્રિય છે. પુદ્ગલ (દેહ એટલે મંગળદાસ) એ અચેતન છે અને જીવ એ છે તે ભરેલું ચેતન, પાવર ચેતન છે. પણ બેઉ પુદ્ગલ જેવાં જ ! કારણ કે પાવર ચેતન શેમાં ભરેલું ? પુદ્ગલમાં ભરેલું.
પ્રસનકર્તા : હા, પણ પુદ્ગલ કઈ રીતે સક્રિય કહેવાય ?
દાદાશ્રી : સક્રિય એનો સ્વભાવ જ છે, કાળના આધીન ક્રિયા થયા જ કરે.
ભે તેવું થાય ! પ્રશનકર્તા : તો પુદ્ગલનો મુખ્ય ગુણધર્મ ક્યો ?
દાદાશ્રી : રૂપી અને પોતે ક્રિયાકારી છે એ મુખ્ય ગુણધર્મ. પોતે જાતે ક્રિયા કરી શકે એવું છે. ચેતન નથી છતાં ક્રિયાકારી છે. જેમ કે ‘તમે” કલ્પના કરો કે તે પ્રમાણે પૂતળું બહાર થઈ જાય, એની મેળે ! અને તેની આ ભ્રાંતિ થઈ “માણસ”ને કે આ મારા સિવાય કોણ કરે?
પુદ્ગલનો સ્વભાવ છે કે જેવું આત્મા કહ્યું તેવું પુદ્ગલ થઇ જાય. એટલે આખું જગત મૂંઝાયું કે આ કરનાર કોણ ? મૂઆ, એ તત્ત્વમાં એવો સુંદર ગુણ છે કે જાતે ક્રિયાકારી છે એટલે સક્રિય કહેવાય છે. અને આત્માને શું કહેવાય છે ? આત્માને અક્રિય કહેવાય છે. એટલે આ બધી કરામત એની (પુદ્ગલ) છે. ‘આ આંખ કોણે બનાવી ? કાન કોણે બનાવ્યા ?” ત્યારે કહે, ‘એણે બનાવ્યા.’ અજાયબી છે ને ! એ એકલું નથી બનાવતું. આત્માના વિભાવભાવ સૂક્ષ્મ હોય છે, તે વિભાવભાવની ઈચ્છા, એક પ્રકારની ઇચ્છા પ્રમાણે પેલું બધું કરી આપે. જેવી જેવી ઇચ્છા હોય તેવું તે બધું કરી આપે. આખી દુનિયાના માણસોને બે જ કાન હોય ને ? બે હાથ, બે પગ અને કેવું બધું ! અને પાછું લિમિટમાં છે. જો લિમિટ ના હોતને તો કોઈ બાર હાથવાળો હોત ને કોઈ વીસ હાથવાળો હોત ને કોઈ દશ-પંદર પગવાળો હોત. પણ ના, એટલી પાછી આ લિમિટ છે, ઇચ્છાઓની લિમિટ છે. મોહની પણ લિમિટ છે. બધું લિમિટવાળું છે પાછું. અલિમિટેડ નથી આ.
ભેંસનાં પેટમાં બેસીને પાડાને કોણ બનાવે છે ? આ રચના કોણ કરે છે ? એ પ્રશ્નોનું લોકોથી સૉલ્યુશન થઈ શકે નહીં, જ્ઞાની પુરુષે જોયેલા હોય, કેવી રીતે બને છે તે ! એટલે (વિભાવિક) આત્માને સહેજ ભાવ થયો કે તે મહીં ડિઝાઈન થઈ જાય, એક્ઝક્ટ. એવું રૂપી તત્ત્વ પોતે ક્રિયાકારી છે.
આ પાંચ ઈન્દ્રિયોથી અનુભવાય છે તે બધું આત્માની શક્તિઓ દેખાડે છે. કેટલી બધી શક્તિ છે ! એક કલ્પશક્તિ શું ના કરે !!
લોકમાં છ તત્ત્વો રહેલાં છે. એટલે પરમાણુથી જગત ભરેલું છે. તે પરમાણુને લઈને આત્માને આ સંસાર ઓળંગતાં બહુ મુશ્કેલી પડે છે. તેથી આ બધું ઊભું થાય છે.
એ પરમાણુ છે તો વિકલ્પ ઊભો થાય છે, નહીં તો એ વિકલ્પ થાય જ નહીં ને ! એટલે શ્યાં પુદ્ગલ નથીને, ત્યાં કશીય ઈફેક્ટ નથી. આ બધાં બીજાં પાંચ તત્ત્વો નડતાં નથી, પુદ્ગલ જ નડે છે. એ પુદ્ગલ