________________
(૩) ક્રિયાવતી શક્તિ !
૨૦૧
૨૦૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
થતી હોયને તો સક્રિયતા ગુણ ના કહેવાય. સક્રિયતા એ કાયમનો ગુણ છે. આ છ તત્ત્વોમાં પુદ્ગલનું કાયમનું સક્રિયપણું છે, તેથી તો જુદું પડે છે. બીજા પાંચેય બધા અક્રિય છે અને તે દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત છે. બધા ચેઈન્જ થયા કરે, પરિણમન થયા કરે, બધુંય થાય. આ પુદ્ગલેય પરિણમન થયા કરે છે, પણ સક્રિયતાનો ગુણ જુદો છે. કોઈના ધક્કા સિવાય, કોઈનીય હરકત સિવાય, એની મેળે સ્વભાવથી જ પુદ્ગલનું સક્રિયપણું છે.
પ્રશ્નકર્તા : પુદ્ગલની જે અવસ્થા રૂપાંતર થઈ, એ એની સક્રિયતા ના કહેવાય, જેમ કે પાણીમાંથી બરફ થયો...
દાદાશ્રી : દ્રવ્ય-ગુણ-પર્યાયને સક્રિયતા ના ગણાય. સક્રિયતા તો એનો સ્વભાવ છે. તેથી જ આ જગત આવું દેખાય છે, પરમાણુની પોતાની સક્રિયતાને લીધે. એ બધું માણસોએ નથી કરેલું, આ તો રિયલ સક્રિયપણું છે અને આ પુદ્ગલ (મિશ્રચેતન)નું સક્રિયપણું છે, એ એક્ઝક્ટ સક્રિયપણું નથી, આ તો કો'કના ધક્કાથી થયેલું છે.
પ્રશ્નકર્તા : આ જે દેહનું પુદ્ગલ છે, તે શું છે ?
દાદાશ્રી : એ દેહનું આ વિકૃતપણું છે. આ સક્રિયપણું એ વિક્તપણું કહેવાય છે.
પ્રશ્નકર્તા : આત્મા શ્યારે વિભાવમાં પરિણમે અને એનો ધક્કો લાગે ત્યારે જ આ પુદ્ગલમાં વિકૃતિ આવે છે ને ?
દાદાશ્રી : હા, પણ આ વિકૃત ક્રિયા પુદ્ગલ કહેવાય, સ્વભાવ પુદ્ગલ ના કહેવાય અને પેલું સક્રિય સ્વભાવિક પુદ્ગલ છે. સ્વભાવિક ગુણ છે, માટે આ વિક્રિયા થઈ છે જગતમાં. નહીં તો વળી આત્મા ભાવ કરે ને આ દેહ બંધાયા કરે, એવો કઈ જાતનો ગુણ ? કોણે બાંધ્યો ? હુ ઈઝ રિસ્પોન્સિબલ (કોણ જવાબદાર છે) ? ત્યારે કહે, ‘નો બડી ઈઝ રિસ્પોન્સિબલ.' (કોઈ જવાબદાર નથી.) આંખ્યો-બગો, કીકી-બીકી બધું થઈ જાય છે ને ?
પ્રશનકર્તા : આત્મા જે ભાવ કરે છે એ શું કહીએ આપણે, સક્રિયતા કે પર્યાય કે શું ગણીએ છીએ ?
દાદાશ્રી : ના, ના, એવું નહીં. એ સક્રિયતાયે નથી, એ એનો વિભાવિક ભાવ છે, વિશેષભાવ છે. સક્રિયતા હોય નહીં ચેતનમાં, બિલકુલ સક્રિયતા ગુણ છે નહીં, કોઈ જગ્યાએય, અગર બીજા કોઈમાંય નથી, આકાશમાંય નહીં.
આ વિભાવિક તે વિક્રિયા થયેલી છે. આ પુદ્ગલની ક્રિયા ખરી પણ વિક્રિયા, એટલે આ ગંધાઇ ઊઠે ને એ બધું થાય, ને પેલું (સ્વભાવિક પુદ્ગલ પરમાણુ) ગંધાઇ ઊઠે ને એવું એને ના થાય કંઈ, ખાલી બદલાયા જ કરે.
પ્રશ્નકર્તા : પૂરણ-ગલનને જ સક્રિયતા કહીએ છીએ ને ?
દાદાશ્રી : હા, પૂરણ-ગેલન એ જ સક્રિયતા, પૂરણ-ગલન જે ગુણ છે એનો (પુદ્ગલનો) તે જ સક્રિયતા, તે અહીં એકલો જ પૂરણગલન છે એવું નહીં, પેલા ચોખ્ખા પરમાણુમાં એ જ પૂરણ-ગલન થયા કરે છે. પૂરણ-ગલન, પૂરણ-ગલન, પૂરણ-ગલન, એ જ સક્રિયતા ચાલુ, નિરંતર પરમાણુ માત્રમાં રહેવાનું.
પ્રશ્નકર્તા : આ પુદ્ગલનો વિકૃતભાવ, એ જ એની વિશેષ અવસ્થા કહેવાય ?
દાદાશ્રી : આત્માનો વિકૃતભાવ અને પુદ્ગલનો વિકૃતભાવ ઊભો થાય એ જ વિશેષ અવસ્થા.
વિભાવ પછી વિકૃત પુદ્ગલ ! ‘આત્મા’નું જ્ઞાતા-દ્રષ્ટાપણું છે. આત્મા સિવાયનું બધું જ પૂરણગલન છે, પુદ્ગલની કરામત છે. ‘આપણા’ રાગને લીધે પુદ્ગલનો સ્વભાવ વિકૃત થાય છે. જો આ વાદળાં, વરસાદ ને કરા, બધું કંઈ જુદી જુદી વસ્તુઓ છે ? એક જ પુદ્ગલ. આવડા આવડા કરા હોય અને આ પુદ્ગલમાં ફેર હશે ?