________________
(૩) ક્રિયાવતી શક્તિ !
૧૯૯
૨૦)
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : ‘કરામત પુદ્ગલની બાજી, સ્વભાવિક જ્ઞાનનેત્રે જો.’
દાદાશ્રી : હા, સ્વભાવિક જ્ઞાનનેત્રે એટલે દિવ્યદૃષ્ટિથી જો, એમ કહે છે કે આ કોણ કરે છે તે. આ કરામત જે છે તે પુદ્ગલની બાજી છે, એટલે શું કે હમણે ઘડી પહેલાં કશુંય ના હોય અને અડધા કલાકમાં તો ધુમ્મસ, ધુમ્મસ, ધુમ્મસ, તે સામા માણસ દેખાય નહીં કોઈ. તે કોણ કરવા આવ્યું. કોઈ વચ્ચે આવ્યું ?
પ્રશ્નકર્તા : કોઈ કરવા નથી આવ્યું, કુદરતી.
દાદાશ્રી : હા, પણ કેવું ? એવું બહાર નથી જોયું ? આ વાવાઝોડાં કોણ કરાવે છે ?
પ્રશ્નકર્તા : “વ્યવસ્થિત'.
દાદાશ્રી : ત્યારે લોકો કહે છે, ભગવાન. ભગવાનને વાછૂટ થઈ છે તેથી થાય છે ! આ લોકો આવુંયે બોલે, પણ આવું ના બોલાય.
હાલવું-ચાલવું એ બધા અનાત્મ ભાગના ગુણધર્મ છે, આત્માના નથી. આત્મા રાતેય ઊંઘતો નથી અને દહાડેય ઊંઘતો નથી, અનાત્મ ભાગ ઊંઘે છે, જે ક્રિયા કરે છે તે જ ઊંધે છે.
પુદ્ગલ કરામત ખૂબ ઝીણી વાત છે. એ સમજાય તેમ નથી. અમે જે જોયું છે ને જે જાણ્યું છે તે અપૂર્વ છે. હું દાખલો આપું. અહીં બધા બેઠા હોઈએ ત્યારે કોઈને છીંક ખાવાની ઈચ્છા ના હોય પણ ત્યાં અંદર વઘાર થાય તો બધા છીંક ખા ખા કરે. તો જો તું કર્તા છું તો બંધ કરી દે ને છીંકો ! પણ બંધ ના થાય. તે પુદ્ગલની કરામત છે.
પાછું કોઈ કહેશે, પુદ્ગલનું કર્તાપણું દેખાડો.
બેન બારણા વાસીને વઘાર કરતી હોય, એની ઈચ્છા નથી ને ખાનારની ઈચ્છા નથી છતાં ઉધરસ ખવડાવે છે ને લોકોને ! અને આ કહે છે, “મેં ઉધરસ ખાધી.’ આ બધું ઈગોઈઝમ છે.
અહીં બેઠાં બેઠાં મને દરેક પુદ્ગલની કરામતો દેખાય છે. તેમ
ન હોય તો દૂધ પીજે, અમૃત પીજે, દારૂ પીજે અને ઝેર પીએ તો ખબર પડશે કે પુદ્ગલની કરામત કેવી છે !
હાજર છતાં તિર્લેપ ! પરમાણુનું ભયંકર બળ છે તેમ ચેતનનું પણ અનંત બળ છે. પણ બળના પ્રકાર જુદા. ભગવાનનું (ચેતનનું) બળ, બ્રહ્માંડના જ્ઞાતા-દ્રષ્ટા અને આનું (પરમાણુનું) બળ તો સર્જન-વિસર્જન એ બધું કરવામાં. આત્મા પોતે અક્રિય છે.
પ્રશ્નકર્તા : આત્મા નીકળી જાય ત્યાર પછી આ શરીરની ક્રિયાઓ બધી ક્યાં જાય છે ?
દાદાશ્રી : પછી દેહની સ્થૂળ ક્રિયા બંધ થઈ જાય. ક્રિયા માટે ભગવાનની હાજરી જોઈએ. એમની હાજરીથી ચાલે આ બધું. એમણે અહીંથી મુકામ ઉઠાવ્યો તો બંધ થઈ જાય. એ કશું કરતા નથી.
પ્રશ્નકર્તા : આત્માની હાજરીથી આ જે પુદ્ગલ સક્રિય થાય છે અને એની અસર આત્માને પહોંચે છે ?
દાદાશ્રી : આત્માને અસર જ નથી પહોંચતી, પુદ્ગલને જ અસર પહોંચે છે. આત્માને અસર પહોંચી નથી અને માને છે કે મને આવું થયું, પણ એવું થયું જ નથી.
બેમાં પુદ્ગલ જ પકડે અસરો ! પ્રશ્નકર્તા : પુદ્ગલની અવસ્થાઓ જે બદલાયા કરે છે, અવસ્થામાં રૂપાંતર થાય છે, એને જ સક્રિયતા કહીએ છીએ ?
દાદાશ્રી : ના, ના, ના, અવસ્થાઓ બધાની બદલાવી શકાય. પ્રશ્નકર્તા : તો પુદ્ગલની કઈ સક્રિયતા કહીએ છીએ ?
દાદાશ્રી : આ જગત બધું સક્રિયતાથી જ ઊભું થયું છે. પુદ્ગલની પોતાની જ સક્રિયતાથી, એટલે જો કોઈનો ધક્કો મારવાથી જો સક્રિયતા