________________
૧૮૯
૧૯૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
પ્રશ્નકર્તા : દાદા, આપણે આ લીમડો કડવો થવો, પછી આ નાળીયેરીમાં પાણી ભરાવું, એ વસ્તુ બનવામાં અહંકાર કેવી રીતે કામ કરતો હોય છે ? લીમડો કડવો બનવો એ કડવાપણામાં અહંકાર કેવી રીતે કામ કરે ?
દાદાશ્રી : અહંકાર બીજું કશું કામ જ નથી કરતો, સહજ ભાવ કરે. ભાવસત્તા છે એની પાસે. બીજી કોઈ સત્તા નથી.
પ્રશ્નકર્તા : એ જ પાછો ‘હું શુદ્ધાત્મા છું' કહે છે, તો શુદ્ધાત્માય થઈ જાય છે ?
દાદાશ્રી : હા. તે રીતે શુદ્ધાત્મા થઈ જાય, સંજોગોને આધારે.
પ્રશ્નકર્તા : છોડાવનારો મળે તો છૂટી જાય છે. પછી એ પરમાણુઓનું શું થાય ?
દાદાશ્રી : એ બધા ઓગળી જાય, બધા હતા એવા તેવા થઈ જાય.
પ્રશ્નકર્તા : વિશ્રા ?
દાદાશ્રી : વિશ્રસા. નિરંતર વિશ્રસા થયા જ કરે છે, નહીંતરેય ચોખ્ખું થયા જ કરે છે.
વિભાવિક પુદ્ગલ કર્યું કે જે આત્માને સ્પર્શલું છે તે. દેહધારી માત્ર જોડે છે. શ્યારે સ્વભાવિક પુદ્ગલની અવસ્થાઓ બદલાયા કરે. આ દેહ અનંત પરમાણુઓનો છે, પણ તે વિભાવિક પરમાણુઓનો છે. શ્યારે બીજા બધા પરમાણુઓ છે તે સ્વભાવિક છે. ટાઢ વાય, ગરમી લાગે, જીભમાં તીખું લાગે, સુગંધી આવે, દુધી આવે, તે પુદ્ગલના ગુણ છે. એમાં વ્યવસ્થિતને કંઈ લાગતુંવળગતું નથી.
સબ બાજી પુદ્ગલ કી ! પ્રશ્નકર્તા સંકલ્પ-વિકલ્પ છોડીએ તો પછી આવતા જન્મમાં એ રહે ખરો ?
દાદાશ્રી : ના. જે છોડ્યું એ ગયું. આપણે આ ખેતર હોય છે, ખેતરમાં કપાસ વાવે છે ને પછી જોવા નીકળે છે, કપાસ સિવાય બીજું કશું ઊગ્યું છે મહીં ? તો એને શું કરી નાખે છે ? ઉખાડી નાખે એવું જોયેલું તમે ?
પ્રશ્નકર્તા : નીંદી નાખે.
દાદાશ્રી : હવે નીંદી નાખ્યા પછી પાછું ના થાય ને ! વિકલ્પો નીંદી નાખ્યા પછી ગયા.
કોક કહેશે, ‘તમે બહુ કાળા છો', પણ આપણે એ વિકલ્પ મટાડી દીધો હોય તો આપણને અસર ના થાય. પણ આપણે જ સામાને ‘કાળો, કાળો” કહેતાં હોય ત્યાં સુધી વિકલ્પની કિંમત છે આપણને. તે આપણે એ કિંમતની ડિવેલ્યુએશન કરી નાખવાની. સામાને આપણે કાળો’ કહીએ નહીં અને આપણને કોઈ ‘કાળો’ કહે તો અસર ના થાય, એ ડિવેલ્યુએશન થયું એટલે ખલાસ થઈ ગયું. વેલ્યુ વધારવીઘટાડવી એ આપણા હાથની વાત છે. “મને કાળો કેમ કહ્યો', કે વેલ્યુ વધી. આ કાળાપણું, ગોરાપણું, લાલ, પીળો, બધા જે રંગ છે એ બધા જડના ગુણ છે અને પોતામાં આરોપ કરે છે કે ‘હું કાળો છું.’ ‘અલ્યા મૂઆ, તું હોય કાળો.” પછી કડવો, ખાટો, મોળું, મીઠું, ખાટું, તીખું, ગળ્યું એ બધા જડના ગુણ છે.
હવે જડના ગુણોને પોતાનો આરોપ કરીએ છીએ, તેને લીધે આ ઉપાધિ થઈ જાય છે. જડના ગુણો આરોપ કર્યા એટલે વિકલ્પ થયા અને વિકલ્પ થયા તેથી આ નિર્વિકલ્પ પદ ખોઈ નાખ્યું આપણે અને પાછા બૈરીના ધણી થઈ બેસે છે. ‘હું તારો ધણી છું, જાણતી નથી ?” કહેશે. ત્યારે પેલી બઈ કહેશે, ‘જાણું છું ને બા, પહેલેથી જ જાણું છું ને, તમે ધણી થઈ બેઠા છો. ધણી થવાતું હશે કોઈનાય ? સરકારેય ડેમોક્રેટિક રાખે છે તો આપણેય એવું ડેમોક્રેટિક ના હોય આપણે ઘેર ? ડેમોક્રેટિક નહીં રાખવું જોઈએ ?
પ્રશ્નકર્તા : રાખવું જોઈએ.