________________
[3]
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
૧૯૧ દાદાશ્રી : પણ રાખતા નથી લોકો, નહીં ?
આ બાજી શેની છે ? સબ બાજી પુદ્ગલ કી ! એક પુદ્ગલ એકલાની બાજી છે. પુદ્ગલનો સ્વભાવ રૂપ, રસ, સ્પર્શ, ગંધ એ બધા જે ગુણ એના દેખાય છે તે. પાછા રૂપમાં કેટલા પ્રકાર છે, સ્વાદના કેટલા પ્રકાર, ગંધના, સ્પર્શના, બધી જ પુદ્ગલની બાજી ! તે એ ગુણોને આપણે પોતાના માનીએ છીએ ને !
જીવાણુ એ જીવ છે ને પરમાણુ એ જડ છે. બન્નેય શક્તિવાળા છે. અણુને ફોડે ત્યારે એ શક્તિની ખબર પડી હતી ને ! એટલે જડમાં પણ શક્તિ તો ખરી ને ! પણ એ જડ શક્તિ અને આ ચેતન શક્તિ, બેની શક્તિમાં આટલો ફેર.
આત્મામાં અનંત શક્તિ છે પણ તેને આવરણ છે. તે આવરણ આ દેહનું નથી. દેહ તો નિર્દોષ છે. પણ તે સાથે આવેલા પરમાણુઓનું છે. એ ગાઢ અંધકાર જેવું છે.
ક્રિયાવતી શક્તિ !
ક્રિયાવતી શક્તિ, ચેતતતી કે જડતી ? પ્રશ્નકર્તા છ તત્ત્વોમાં જડ અને ચેતન અથવા તો પુદ્ગલ અને ચેતન, આ બન્નેમાં ક્રિયાવતી શક્તિ છે, બીજા તત્ત્વોમાં નથી, તો આ કઈ શક્તિ છે ?
દાદાશ્રી : એવું છે ને કે પોતપોતાના સ્વભાવની શક્તિ તો દરેક તત્ત્વોમાં હોય ને !
પ્રશ્નકર્તા : એ બરાબર, પણ પુદ્ગલ અને ચેતનમાં જ ક્રિયાવતી શક્તિ છે ને બીજા ચારમાં નથી, એવું લખ્યું છે.
દાદાશ્રી : ના, ક્રિયાવતી શક્તિ પુદ્ગલ એકલામાં જ છે. એમાં નથી, આત્મામાં નથી. પુદ્ગલ એકલું જ સક્રિય છે. બીજું કંઈ ક્રિયાવાન છે જ નહીં.
પ્રશ્નકર્તા: એ કેવી રીતે કરે છે, એ સમજવું હતું.
દાદાશ્રી : ક્રિયાવાન એ તો પુદ્ગલનો સ્વભાવ જ છે. અહીં આગળ બરફ પડતો હોય, આપણે કોઈ જગ્યાએ જોઈએ તો મહાવીર જેવી મૂર્તિ થયેલી હોય, કોઈ જગ્યાએ બીજી જાતનું, કોઈ જાનવર જેવું દેખાતું હોય, આ બરફ પડતાં પડતાં આકાર ન થઈ જાય ? એવું નથી બનતું ?
પ્રશ્નકર્તા : બને છે.