________________
૧૮૭
૧૮૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
પ્રશ્નકર્તા : પરમાણુઓ જે શુદ્ધ સ્વરૂપે હોય, જે કોઈ પણ વિકારને પામેલા ના હોય. એવા શુદ્ધ સ્વરૂપના પરમાણુઓ આ જગતમાં હોઈ શકે ખરા કે બધા જ પરમાણુઓ વિકારી હોય ?
દાદાશ્રી : ના, ઘણું બધું શુદ્ધ જ છે ને !
પ્રશ્નકર્તા ઃ હવે એ શુદ્ધ પરમાણુમાં ખાટો, ખારો એવાં ગુણ હોય ખરાં ?
દાદાશ્રી : મૂળ ગુણો બંધાય. આઠે આઠ ગુણ સ્પર્શના હોય એમાં. કાંઈ ભેગું થઈ જાયને, તે ખરબચડું થાય, આમ થાય, તેમ થાય.
પ્રશ્નકર્તા: એટલે આત્માની હાજરી વગર એવું બની જાય ?
દાદાશ્રી : હા, હવે વિકારી એ જુદા ને પેલા નિર્વિકારી જુદા. પેલા સહજ સ્વભાવિક ગુણો. સ્વભાવિક ગુણોમાંથી આ વિકારી ગુણો ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : એ સ્વભાવિક હોય તો જ આવું વિકારી બની શકે ? આત્માની હાજરી વગર આ વિકારી ગુણો ઉત્પન્ન થાય નહીં. તો પેલાને વિકારી થવામાં, હાજરીનું નિમિત્ત એમાં શું કામ કરી જાય છે ?
દાદાશ્રી : આ સૂર્યની હાજરીથી પેલા સેલમાં પાવર ભરાય છેને ?
પ્રશ્નકર્તા : હા, સોલાર પાવર. દાદાશ્રી : એ સૂર્ય કંઈ જાણે છે ? પ્રશ્નકર્તા ઃ સૂર્ય જાણતો નથી.
દાદાશ્રી : તે એની હાજરીથી બધું થઈ જાય છે. એ પ્રકાશ જ કામ કરે છે.
પ્રશ્નકર્તા : હા, તે એવું આત્માનોય પ્રકાશ કંઈક એમાં હેલ્પ કરતો હશેને ?
દાદાશ્રી : કામ કરે, પ્રકાશ જ કામ કરે. હું કહું છું ને કે આત્મા, ભગવાન કશું કરતો નથી, માત્ર પ્રકાશ આપે છે જીવમાત્રને.
પ્રશ્નકર્તા : પણ પ્રકાશ આપવો એક વસ્તુ છે અને....
દાદાશ્રી : એ આપે છે એમ બોલીએ એટલું જ, બાકી પ્રકાશ ઉત્પન્ન થાય છે ને ‘પેલાને (અહમૂને) પ્રાપ્ત થાય છે, જોડે રહેવાથી.
પ્રશ્નકર્તા : એ ના સમજાયું. દાદાશ્રી : સૂર્ય ક્યાં આપે છે ?
પ્રશ્નકર્તા : સ્વભાવથી એ પ્રકાશે છે. પરમાણુ સહજ સ્વભાવે છે. વિશ્રસા, આમ ભગવાન છે તો સહજ પ્રકાશે છે, તો પછી આ વચ્ચે કોણ છે કે જે આ બધું વિકારી કરી નાખે છે ?
દાદાશ્રી : જે મોક્ષ ખોળે છે તે. બંધાયેલો છે તે..
પ્રશ્નકર્તા : તો એનું સ્વરૂપ પ્રકાશ વિભાગવાળું છે ? એ જે બંધાયેલો છે તે ક્યા પક્ષમાં છે ? પ્રકાશના પક્ષમાં છે કે આ પરમાણુઓના પક્ષમાં ?
દાદાશ્રી : પરમાણુઓના પક્ષમાં. પ્રશનકર્તા : એ પરમાણુઓનું બનેલું છે ?
દાદાશ્રી : એ પરમાણુઓનો બનેલો છે. એ પરમાણુઓનું વિકારી સ્વરૂપ છે.
પ્રશ્નકર્તા : એ મૂઓ કોણ છે, દાદા ? દાદાશ્રી : અહંકાર ને મમતા. જે બંધાયેલો છે, તે છૂટવા માંગે
પ્રશ્નકર્તા : એ મૂળમાં તો અહંકાર જ ને ?
દાદાશ્રી : બંધાવાનું એને ગમે છે. આટલાં આટલાં દુ:ખ પડે છે તોય બંધાવાનું ગમે છે.