________________
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
પ્રશ્નકર્તા : એટલા બધા અનંત પ્રકારના સ્વભાવ હોય છે ? દાદાશ્રી : જેટલા પ્રકારની વસ્તુ, એટલા પ્રકારના સ્વભાવ. પ્રશ્નકર્તા : અનંત પર્યાય અને અનંત સ્વભાવને કંઈ લેવાદેવા ખરી ?
૧૮૫
દાદાશ્રી : અનંત પર્યાય એ શું છે ? સ્વભાવનું પરિણામ. ઊંચું ગયું કે નીચું ગયું એ બધા પર્યાય કહેવાય. એ સ્વભાવનું જે દેખાય છે, એ કેવા છે ? ચડે છે, ઊતરે છે એ બધા પર્યાય.
પ્રશ્નકર્તા : સ્વભાવ જે દેખાય છે એ ચડે-ઊતરે, વધ-ઘટ થાય, ફેરફાર થાય, એને અવસ્થા કીધી ?
દાદાશ્રી : હા, એ પાતળો પડે, જાડો પડે એ પર્યાય કહેવાય. પ્રશ્નકર્તા : એટલે જે સ્વભાવ તે વખતે હોય, એ સ્વભાવની અવસ્થાઓ છે, એવું કહેવા માંગો છોને ?
દાદાશ્રી : હું.
પ્રશ્નકર્તા : અને એ જ દેખી શકાય છેને ? આ જે આ નારિયેળી બનવી, કેરી બનવી, લીમડો હોય એ બધા પૌદ્ગલિક સ્વભાવ કહી શકાયને ?
દાદાશ્રી : હું.
પ્રશ્નકર્તા : અને એમાં આત્માની હાજરી છે ત્યારે એવા સ્વભાવ ઉત્પન્ન થાય છેને ?
દાદાશ્રી : હાજરી વગર થાય જ નહીંને ! હાજરીથી જ બધું ચાલી રહ્યું છે.
પ્રશ્નકર્તા : આ જે પુદ્ગલ કડવું થયુંને, એ પુદ્ગલનો સ્વભાવ છે. પછી આંબો મીઠો થવો, ખાટો થવો, નારિયેળીમાં પાણી ભરાવું એ પણ પુદ્ગલનો સ્વભાવ છે. પણ હવે આત્માની હાજરી વગર એ બની
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
શકે નહીં, તો પછી આત્મા એમાં કઈ રીતે હેલ્પ કરતો હોય છે ? આત્માનું ને એનું અનુસંધાન શું હોય છે ?
૧૮૬
દાદાશ્રી : એવું છેને, પુદ્ગલ એ અમુક વસ્તુને પુદ્ગલ કહે છે. બાકી પરમાણુના સ્વભાવ છે, એ આત્માની હાજરી વગર થઈ શકે છે. પણ પુદ્ગલ એ આત્માની હાજરીથી જ ઉત્પન્ન થયેલું છે. વિકારી પરમાણુને પુદ્ગલ કહેવામાં આવે છે.
પ્રશ્નકર્તા : હવે એ વિકારી પરમાણુ એ આત્માની હાજરીથી જ થયેલા છે ?
દાદાશ્રી : હા, પરમાણુની જે વિકારી અવસ્થા છે, એને પુદ્ગલ
કહે છે.
પ્રશ્નકર્તા : હવે આ ખાટો થવો, ખારો થવો એ બધા રસ છે એ મૂળ પુદ્ગલના જ ગુણો છેને ? પણ એ વિકારી પુદ્ગલને જ હોઈ શકે એવા ગુણ !
છે જ ?
દાદાશ્રી : પરમાણુના જ ગુણ છે. પણ આ અનુભવાય છે તે
વિકારીમાં આવ્યા છે એ.
પ્રશ્નકર્તા : એટલે જે વિકારી ના હોય, એમાં પણ એ ગુણો તો
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : પણ જગતમાં એવા પરમાણુ હોય છે ખરા, એટલે જગતમાં એવા પરમાણુ જે આત્માની હાજરી વગર બનેલા હોય ? વિકારી એટલે એ ખાટો, ખારો....
દાદાશ્રી : વિકારી ના હોય તોય હોય.
પ્રશ્નકર્તા : પણ એમાં પણ આ ગુણો ખરાને ? દાદાશ્રી : હા, ખાટો, ખારો એવાં ગુણો હોય.