________________
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
૧૮૩
૧૮૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
છે, આ બધા લોકો કહે છે, “બહુ ડાહ્યો છે, ઓબ્લાઈઝિંગ નેચર છે', એ બધા ગુણો કોઈ આપણને આપે, તો આપણે શું કરવું ? એને બેન્કમાં જમે કરાવવા? કોઈ કહે કે “તમારા લાવો અને આ લ્યો', તો આપણે બેન્કમાં જમે કરાવવાના ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એ ગુણો બધા વિનાશી, એને આપણે લઈને શું કરવાના તે ? ઊલટા આ તો ભગવાને એટલે સુધી કહ્યું કે આ વિનાશી ગુણોને ભેગા કરવા માટે બહુ પ્રયત્ન ના કરશો. વિનાશી ગુણો બધા ભેગા થયેલા હશે તે પછી સનેપાત થાય, તો એનો એ જ માણસ બચકાં ભરશે ને ગાળો ભાંડશે ને ઢેખાળા નાખશે ને ફાવે એવું બોલશે ને ! ક્યાં ગયા બધા ગુણો ? ત્રિગુણના આધારે જે ગુણો છે, વાત્ત, પિત્ત ને કફ વધ્યો નથી, ત્યાં સુધી આ ગુણો ઊભા રહ્યા છે. અને ત્રણેવ વધ્યા તો સનેપાત થયો કે ધૂળધાણી ! માટે પોતાના સ્વગુણો ઉપર આવો, આત્માના ગુણો ઉપર, જે કાયમના છે, કોઈ દહાડો વિનાશ થાય એવા નથી, સનેપાત કરાવનારા નથી.
એ સંસારના હિસાબે બરોબર છે. આ જે જગતના લોકો કરે છે. એ ખોટું નથી. કારણ કે એ બિચારા એ જગ્યાએ છે. એ લોકો એથી જરાય ખસ્યા નથી.
પ્રશ્નકર્તા : પણ મોક્ષ માટે પાત્ર થવામાં આ ગુણોની જરૂર ખરી ?
તમે પ્રકૃતિના આધીન છો અને પ્રકૃતિના ગુણો અને આત્માના ગુણો સંપૂર્ણ જુદા છે.
આ પુદ્ગલના ગુણો છે, તેમાં લોકો સાર કાઢવા જાય છે. તેમાંથી ક્યારેય સાર નીકળવાનો નથી.
પુલનો સ્વભાવ જ બળ્યો એવો કે બધું ફર્યા કરે. “આપણે” જોયા કરવું. આ બધું આવે તે નીકળી જાય પાછું. એ નીકળી જાય તે પાછું બીજું આવે. કોઈ છોડે નહીં. કકરું છોડ્યા પછી સુંવાળું આવે. પાછું સુંવાળુંય છોડી દેવાનું. પાછું કકરું આવે. પૂરણ-ગલન સ્વભાવ આનો. એટલે સુંવાળા જોડે ભાઈબંધી બાંધીએ ત્યારે ભાંજગડ થાય ને ! પેલા જોડે ભાઈબંધી બાંધીએ તો સુંવાળું તમને નડે જ નહીં ને ! શાની જોડે ફ્રેન્ડશિપ બાંધીએ ? પેલું કકરું આવે ત્યારે સારું કહેવું એને, ‘હા, હવે મને ગમ્યું.” પછી પેલું (સુંવાળું) તો ગમવાનું જ છે. આ ગમતું ન હોય, તેને ગમતું કરી નાખવાનું અને આત્માને તો અનંત પાસાં છે, તે ગમે તે પાસાંમાં તમે ફેરવીને મૂકો તો તેવું દેખાય.
પર્યાય છે સ્વભાવનું પરિણામ ! દરેક નાળિયેરમાં પાણી ભરેલું હોય. પછી આપણા બુદ્ધિશાળી લોકોએ ગોઠવ્યું કે ‘ભાઈ, અહીં જુઓ, આ ભગવાને કેવું પાણી ભર્યું છે ! નહીં તો શી રીતે પાણી આમાં આવે ?” જો અક્કલ પહોંચતી નથી ! મહીં તે પાણી પેસે શી રીતે ? એટલે એ જાણે કે ભગવાને ભર્યું. એટલે એને ભગવાન ઉપર પ્રેમ આવે. ભગવાન ક્યાંથી ભરી લાવ્યા તેય ખબર નથી. એ ક્યાંથી લાવતા હશેને, કોઈ તળાવમાંથી ?
પ્રશ્નકર્તા : દરિયા કિનારે નારિયેળી ઊગેલી હોય, છતાં પાણી મીઠું નીકળે અંદર. એ પાણી ભરાવું પણ સ્વભાવથી છે ? એટલે એ શું વસ્તુ છે ?
દાદાશ્રી : સ્વભાવ જ છે ત્યાં આગળ. દરેક વસ્તુ સ્વભાવ સહિત હોય.
દાદાશ્રી : ના, ગુણોની જરૂર નથી, નિષ્કફીની જરૂર છે. ગુણને શું કરવાના ? આ તો બધા પ્રાપ્ત ગુણો છે. આ તો પૌગલિક ગુણો છે, એને શું તોપને બારે ચઢાવવાના ? પુદ્ગલના ગુણની જરૂર જ નથી.
પ્રશ્નકર્તા : ગુણો તો આત્મામાં જ હોયને, પ્રકૃતિના ક્યાં હોય ?
દાદાશ્રી : પાંચ ઈન્દ્રિયથી અનુભવાય, એમાં એક પણ આત્માનો ગુણ નથી.