________________
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
૧૭૩
૧૭૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ઊલટું આ જે પુદ્ગલમાં ગુણો છે ને, એમાં એકુય ગુણ પોતાનામાં નથી. સુગંધી કે દુર્ગધી કે એ બધું. જો સુગંધી આવે ને તો સામી દુર્ગધ બેસી રહી હોય. હા, એટલે સુગંધમાં ઉપયોગ જ ના દો, નહીં તો દુગંધમાં ઉપયોગ ચોંટી જશે. માટે આત્મામાં ઉપયોગ દો. વાણી કડવી-મીઠી, આંખે સુદેશ્ય-કુદૃશ્ય, જીભના સુસ્વાદ-કુસ્વાદ એ બધા પૌદ્ગલિક ગુણો.
આત્મા પ્રાપ્ત થયા પછી સુગંધી કે દુર્ગધી એવો કોઇ આત્માનો ગુણ નથી. આત્મા અનંત ગુણધામ છે. જેમ જેમ ગુણ પ્રગટ થતા જાય, તેમ તેમ આનંદ પ્રગટ થતો જાય.
સુગંધ આવે છે એ ગુણ નથી, પુદ્ગલનો પર્યાય છે. જે પુલમાં સુગંધ હોય તેમાં દુર્ગધ પણ રહેલી છે. જગતના સર્વ પુદ્ગલમાં સુગંધદુર્ગધ બન્ને સાથે રહેલી છે. સુગંધ પ્રકાશમાં આવે ત્યારે દુર્ગધ સત્તામાં પડી રહી હોય છે. તેલ બે મહિના પછી ખોરું થઈ જાય છે પછી એવી દુગંધ આવે કે વાસ પણ ના ગમે.
નવ વાગ્યાનું દૂધ, તે નવ વાગે ના બગડે પણ તે ક્ષણથી જ બગડતું ચાલ્યું છે. તે કાળચક્રને આધીન છે. સમય બદલાય તે આપોઆપ બદલાતું ચાલ્યું ને મહીંના જ સંયોગોથી બગડે છે.
કોઈ મને કહેશે કે આ ફૂલ તમે સુંઘો છો ? અમે અમારા જ્ઞાનમાં છીએ અને પુદ્ગલ તે પુદ્ગલને સુંઘી રહ્યું છે.
શબ્દ, પુદ્ગલતો પર્યાય ! પરમાણુના ચાર પ્રકારના ગુણ - રૂપ, રસ, ગંધ, સ્પર્શ. શબ્દ છે તે તેનો ગુણ નથી. પરમાણુઓ આપસમાં અથડાય તો જ શબ્દ પ્રગટે. તેનો નિત્ય ગુણ નથી. એટલે પેલું હોર્ન દબાવી દઈએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : અવાજ થાય. દાદાશ્રી : હવે ગોળો દબાવીએ ને અવાજ કેમ થાય છે ? એ
આપણે એક વિચારવા જેવું કે ગોળામાં જે આકાશ છે, તેની અંદર જે પરમાણુઓ ભરાયા છે, કારણ કે ક્યાં આકાશ છે ત્યાં પરમાણું છે. હવે આપણે આમ દબાવીએને, એની સાથે પરમાણુ બહાર નીકળી જાય અને તે ફોર્સથી નીકળે છે, તે ઘસાઈને નીકળે તો અવાજ ઉત્પન્ન થાય છે. બસ, એ પરમાણુનો ગુણ નથી.
આત્મા એટલે ચેતન, પરમાત્મા. તેનો એક પણ ગુણ નકલ થઈ શકે તેમ જ નથી. જે નકલ થાય છે તે પુદ્ગલના ગુણો છે. વાણી એ ટેપરેકર્ડ છે. વિચાર એ ડિસ્ચાર્જ છે. જે ડિસ્ચાર્જ થાય છે એ પુદ્ગલ છે.
પ્રશ્નકર્તા : મને ચોવીસેય કલાક કેટલાંય વર્ષોથી તમરાનો નાદ સંભળાયા જ કરે છે, એ શું છે ?
દાદાશ્રી : જાતજાતના નાદ, અનાહદ નાદ એ બધાં પુદ્ગલ છે, અનાત્મ ભાગ છે. શ્યારે રોગ થાય ત્યારે બંધ થઇ જાય. એક આત્માની જ દોરી હાથમાં આવે તેવી છે. બીજા કશાની દોરી હાથમાં આવે નહીં. એ માનસિક ઠંડક કરે પણ એમ આત્મા પ્રાપ્ત ના થાય.
જગત એટલે પૌદ્ગલિકતી બદલાતી અવસ્થાઓ... પ્રશ્નકર્તા : કહે છે ને, જગત વિનાશી છે.
દાદાશ્રી : ના, ના, જગત વિનાશી તો હોય જ નહીં ને ! જગત શાશ્વતું છે, એવરશાસ્ટિંગ.
પ્રશ્નકર્તા : આત્મા સિવાય બધું વિનાશી ના કહેવાય ?
દાદાશ્રી : વિનાશી તો, જે અવસ્થાઓ થઈ છે. આ પંખો થયો તે પંખો વિનાશી હોય, પણ મૂળ ધાતુરૂપે તો વિનાશી ના હોય ને !
પ્રશ્નકર્તા : મૂળ ધાતુને જ જગત ગણાય ? એની જે મૂળ ધાતુ છે અને મૂળ જે સ્થિતિ છે એને જગત ગણાય ?
દાદાશ્રી : ના, હવે એ જે લોખંડ છે તેમ પાછું વિલય થતું થતું