________________
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
૧૭૫
૧૭૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
એને ક્રોધ કહે છે. જો તન્મયાકાર ના થાય તો એને ક્રોધ કહેવાતો નથી, ઉગ્રતા કહેવાય છે. તે આપણા મહાત્માઓ કોઈ તન્મયાકાર ના થાય, કારણ કે આત્મા છૂટો પડ્યો હોય.
પ્રશ્નકર્તા ઃ ક્રોધ-માન-માયા-લોભના પરમાણુની વૈજ્ઞાનિક સમજણ શું છે ?
દાદાશ્રી : આ શરીરમાં હોટ પરમાણુયે ભરી લાવ્યા છીએ અને કોઇ પરમાણુયે ભરી લાવ્યા છીએ. પછી આકર્ષણવાળા પરમાણુયે ભરી લાવ્યા છીએ, વિકર્ષણવાળા પરમાણુ ભરી લાવ્યા છીએ. લોભ એ આકર્ષણવાળા પરમાણુથી ઉત્પન્ન થાય છે. એટલે આ બધી જાતના પરમાણુનું બનેલું છે આખું જગત.
એટલે શ્યારે ક્રોધ થવાનો થાય ને ત્યારે મહીં ક્રોધક નામનું મશીન હોય છે, એ ચાલુ થઈ જાય. એ ક્રોધ કરાવડાવે. તે ઘડીએ ઉગ્ર પરમાણુ લાલ, લાલ, લાલ, લાલ થઈ જાય બધા, મશીનરી રેઈઝ થઈ ગઈ હોય એવું લાગે. આપણને લાગે કે આ મશીન રેઈઝ થઈ ગયું. હવે ચેકનટ દબાવો તે ઘડીએ ચેકનટ ચાલે નહીં. વખતે ફોજદાર છે તે પેલાને ડફળાવે, તોય અંદર ક્રોધ સળગતો હોય પેલાને. ડફળાવે તો બહારથી બંધ થાય પણ અંદર તો ક્રોધ સળગતો જ હોય.
આ બધું પરમાણુનું બનેલું છે. ક્રોધ-માન-માયા-લોભ અને તેની ઈફેક્ટ થયા કરે છે. મન ઈફેક્ટિવ છે, વાણી ઇફેક્ટિવ છે અને બોડી ઇફેક્ટિવ છે, અને તેમાં (વ્યવહાર) આત્માને પોતાનું સ્વરૂપનું ભાન નહીં હોવાથી એને એમ લાગે છે કે મને જ આ ઇફેક્ટ થાય છે. એવું માનીને એનામાં રમે છે આ બધા લોકો. પરમાણુ એ એના ગુણમાં જ રમણતા કરી રહ્યા છે. એમાં પોતાને એમ લાગે કે મને આ વળગ્યું. એટલે તમે શુદ્ધાત્મા થાવ ત્યાર પછી ખબર પડે કે આ તો પરભારી વસ્તુ છે આ બધી, બહાર થઈ રહી છે.
પ્રશ્નકર્તા : મોટામાં મોટી તો એ વાત છે ને કે પુદ્ગલ સ્પર્શનાના નિયમની એને સમજ નથી.
દાદાશ્રી : અત્યારે આ વર્લ્ડમાંય કોઈ જાણી શકે નહીં એવા પુદ્ગલ પર્શનાનાં નિયમને અમે જાણનારા છીએ. કોઈ કેટલાંક બોમ્બ ફેંકી શકવાનો છે ? એ તો એમ જ સમજે કે ગોળી છોડીશ એટલે થઈ ગયું. તે મૂઆ ગોળી છોડી, પણ એનો સ્પર્શ થશે કે નહીં, તે નિયમને ક્યાંથી જાણે બિચારો ? અને એમના હાથમાં સત્તા શું છે ? વ્યવસ્થિતની સત્તા છે. સત્તાવાળા કોઈ એવું કોઈ અસ્તિત્વ) નથી.
ગંધ એ ગુણ, સુગંધ-દુર્ગધ એ પર્યાય ! પ્રશ્નકર્તા : ગુલાબમાં સુગંધી છે, એ આત્મા કહેવાય ?
દાદાશ્રી : ના. જેટલી સુગંધી ને દુર્ગધી આવે છે એ બધા જડના ગુણો છે અને આત્મામાં આવી કોઇ ગુણ નથી.
પ્રશ્નકર્તા : સૂક્ષ્મ શરીરના ગુણો છે; શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આ પાંચ તન્માત્રાઓ કહીને ?
દાદાશ્રી : એ તો સ્થૂળ શરીરમાં છે.
પ્રશ્નકર્તા ઃ એવો અનુભવ છે કે ઉપશમ સમકિત થાય, ત્યારે અંદરથી સુવાસ પ્રગટે.
દાદાશ્રી : સુવાસનો પણ ફાયદો શો ? સુવાસ એ તો પુદ્ગલની છે. સમક્તિ એ આત્માનું છે.
પ્રશ્નકર્તા : એ નિશાની કઈ ?
દાદાશ્રી : એ તો થાય બધું, સુવાસ તો, આ આત્મા પ્રાપ્ત થાય ને, ત્યારથી સુવાસિત જ થાય છે. આપણું જ્ઞાન કેટલાકને મળે છે, ત્યાર પછી એની આખી પોળમાં જ સુગંધ, સુગંધ, સુગંધ ફેલાય છે. શ્યાં ને ત્યાં સુગંધ જ ફેલાય છે. એ વસ્તુ જુદી છે. એ પૌલિક વસ્તુ છે. એ જ્ઞાનનો પ્રતાપ છે. બાકી, આત્માને કશું લેવાદેવા નથી. આત્મામાં સુવાસ નામનો ગુણ જ નથી, પણ એના પ્રતાપથી એ બધું ઉત્પન્ન થાય.