________________
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
મૂળ પરમાણુ ઉપર આવીને ઊભું રહે. એક પરમાણુમાંથી આ બધું બનેલું છે. પરમાણુથી આ બધી વસ્તુઓ બની. પરમાણુઓથી ઊભી થયેલી વસ્તુઓ એ બધી વિનાશી છે ને પરમાણુ વિનાશી નથી. એક પરમાણુ ઓછું થતું નથી, એક વધતું નથી આ દુનિયામાં. તમે બાળો, કાપો તોય એક આત્મા ઓછો થતો નથી, એક વધતો નથી.
પ્રશ્નકર્તા: આ રસ, રૂપ, ગંધના જે પરમાણુમાં છે એ બીજ રૂપે કે સંસ્કાર રૂપે રહે એમાં ?
દાદાશ્રી : બીજ રૂપે નહીં, બીજ તો હોય નહીં ને આમાં. આ પરમાણુ છે એની બધી અવસ્થાઓ છે, અમુક સંજોગોમાં. બીજા ભેગા થાય એટલે આવી જાતની અવસ્થા થાય, બીજા નવા ભેગા થાય એટલે આવી બીજી જાતની અવસ્થા, એ બધી અવસ્થાઓ બદલાયા કરે. એના એ જ દૂધની છે તે છાશ બનાવીને કઢી બનાવીએને અને એના એ દૂધનો દૂધપાક બનાવીએ. પણ વસ્તુ તેની તે, હવે જુદી જુદી વસ્તુઓ ભેગી થવાથી જુદું જુદું રૂપાંતર થાય.
પ્રશનકર્તા : એમાં કંઈ સંસ્કાર બળનું આયોજન ખરું ?
દાદાશ્રી : એ સંસ્કાર બળને લઈને જ આ બધું ઊભું થયું છે. ને ! નહીં તો એ પુદ્ગલ એની રીતે રમ્યા કરત. પણ જે આ લોહી નીકળે છે ને, એ હાડકાં, માંસ, પરુ બધું થાય છે, એ સંસ્કાર બળને લીધે. નહીં તો પુદ્ગલમાં લોહી ક્યાંથી નીકળે ? પણ તેમાં સંસ્કાર બળ એટલે આપણો આત્મા ભળ્યો.
ફેર, પુદ્ગલ પરિણામ તે પરમાણુતા પરિણામમાં..
પ્રશ્નકર્તા : અહીં લખ્યું છે કે “ફરીથી કહું છું કે તે તું સાંભળ. અંતઃકરણમાં ઉત્પન્ન થતાં રાગ-દ્વેષ, સુખ-દુ:ખ જેવા ભાવો પર છે. રસ-ગંધ વિગેરે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ પુદ્ગલ પરિણામો છે.' આ બધાં શેનાં પરિણામો છે ?
દાદાશ્રી : આ બધાંય છે તે પુદ્ગલ પરિણામ છે. રાગ-દ્વેષ એ પુદ્ગલ પરિણામ, સુખ-દુ:ખ એય પુદ્ગલ પરિણામ. પછી સ્પર્શય પુદ્ગલ પરિણામ, રસેય પરિણામ, ગંધય પુદ્ગલ પરિણામ, પછી ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ બધું પુદ્ગલ પરિણામ. આ બધાંય પુદ્ગલ પરિણામ છે, એવું કહેવા માંગે છે.
આ બધાં આંખે દેખાય છે, કાને સંભળાય છે એ બધાં નોકર્મ છે. બધુંય પુદ્ગલ પરિણામ છે, આમાં આત્માનું પરિણામ કોઈ નથી. ચેતન પરિણામ નથી એવું કહેવા માંગે છે.
પ્રશ્નકર્તા રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ તો પરમાણુઓ જે છે, એના ગુણ થયા ને ?
દાદાશ્રી : એ બધું પુદ્ગલ પરિણામ કહેવાય.
પ્રશ્નકર્તા : આમ મૂળ પરમાણુ જે છે, તત્ત્વરૂપે જે પરમાણુ છે, એના કાયમના ચાર ગુણો કહ્યાને - રૂપ, રસ, ગંધ અને સ્પર્શ.
દાદાશ્રી : હા, પણ એ બધું પુદ્ગલ જ કહેવાય ને એનાં પરિણામ કહેવાય. હમણાં લાલ દેખાતો હોય માણસ, પછી ભૂરો, પીળો પડી ગયેલો દેખાય. ઘડીવારમાં આ પરિણામ બધાં બદલાય, ત્યારે એ પુદ્ગલનાં પરિણામ.
પ્રશ્નકર્તા : પણ ગુણ તો બદલાય નહીં ને, દાદા ?
દાદાશ્રી : હા, તે ગુણ તો બધા એના જ છે ને પણ પરિણામ આ પુલનાં કહેવાય બધાં. આ ચેતનનાં પરિણામ નથી.
આંખોથી કાળી દેખાય છે, બીજી દેખાય છે, ઠીંગણી દેખાય છે, ફલાણી દેખાય છે. કેવા કેવા રૂપાળા દેખાય છે તે બધા પરમાણુના ગુણ છે. કેટલી બધી શક્તિ છે, છતાં આમાં આત્માનું કશું વપરાતું નથી. આત્માને ધોઈને પાણી રેડ્યું નથી. જો આત્માને ધોઈને પાણી રેડ્યું હોય તો એટલુંય આત્માનું વપરાયું હોત. પણ આત્મા નથી વપરાયો.