________________
જ ના રહેત. પણ બીજું એક તત્વ છે, જેને સ્થિતિસહાયક (અધર્માસ્તિકાય) કહ્યું છે તે દરેકને સ્થિર કરાવે.
નદીમાં નાખેલું લાકડું પાણી ખેંચી જાય છે એમ લાગે છે પણ ખરેખર તો ગતિસહાયક તત્ત્વ જ ખેંચી જાય છે.
ગતિસહાયક અને સ્થિતિસહાયક તત્ત્વના પ્રદેશ હોય, એના અણુ ના હોય. આત્માનાય અનંત પ્રદેશ હોય છે. બુદ્ધિથી પર છે આ વાત. કેવળજ્ઞાને કરીને જ દેખાય.
ગતિસહાયક તત્ત્વનો અમલ પૂરો થાય એટલે સ્થિતિસહાયક તત્ત્વ કામ કરે. મૃત્યુ સમયે કહે છે ને કે મારે હવે ઊઠવાની કે હાલવાચાલવાનીય હામ જતી રહી. એનો અર્થ ગતિસહાયક તત્ત્વ જતું રહ્યું.
મૂળ ચેતન તત્ત્વને હરવા-ફરવાની માંગણી નથી. આ તો જડ અને ચેતન ભેગા થવાથી વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. તેમાં ‘હું' ઉત્પન્ન થાય છે. એ વિભાવિક ‘હું'ને ભાવ કરવાનો ગુણ છે. એ વ્યતિરેક ગુણ છે. એ ભાવ કરે છે ને ગતિસહાયક મદદ કરે છે ચાલવામાં.
ભાવ કરવાવાળો કોણ ? જડ કે ચેતન ?
ભાવ કરવાવાળો છે માનેલો આત્મા ! એટલે કે વ્યવહાર આત્મા ! ભાવ થાય તો જ ગતિ ને સ્થિતિ સહાયક તત્ત્વો મદદ કરે, નહીં તો નહીં. વ્યવહારમાં બધાની મદદ હોય. નિશ્ચયમાં તો જરૂર જ નહીં ને ! વ્યવહારમાં ઊભા રહેવા આકાશ જોઈએ, કાળ જોઈએ. આપણામાં છએ છ તત્ત્વો છે.
ઝાડમાં સ્થિતિસહાયક વધારે ને ગતિસહાયક બહુ જૂજ હોય. સ્થિતિસાયક અને ગતિસહાયક તત્ત્વ લોકાકાશ જેટલું છે. એક છે, અખંડ છે, શાશ્વત છે.
લોકવાયકા છે કે મરતી વખતે જીવને વિમાન તેડી જાય છે. ખરેખર વિમાન નહીં પણ ધર્માસ્તિકાય તેડી જાય છે. આ તત્ત્વ સમજાય નહીં એટલે બાળભાષામાં વિમાન કહ્યું એને.
મોક્ષે જવાના ભાવ કરેલા, તેના ફળ રૂપે ગતિસહાયક જ એની મેળે મોક્ષે લઈ જાય. આમાં આત્માને કંઈ જ કરવું પડતું નથી. આત્મા તો ઠેઠ સુધી અકર્તા જ રહે છે. કર્મ છુટ્યા એટલે આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે, તે ગતિસહાયક તેને વળાવવા જાય સિદ્ધક્ષેત્રમાં અને સ્થિતિસહાયક તત્ત્વ એને ત્યાં સ્થિર કરી દે. આમ પોતપોતાના બાકી રહેલાં કાર્ય પૂરાં કરી એ બે તત્ત્વો પણ છેવટે છૂટાં થઈ જાય છે !
એટલે જ સ્તો શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, ‘પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો !” અપૂર્વ અવસર...
પૂર્વપ્રયોગ આપણને અહીં લાવે છે ને ફેરવે છે. શ્યારે મોક્ષ જનારાઓનો પૂર્વપ્રયોગ સિદ્ધશીલાએ લઈ જાય છે.
અંતેય આત્માને કંઈ કરવું પડતું નથી, મોક્ષે જવા માટે. આત્મા તો આત્મા જ રહ્યો છે, આખા સંસાર કાળમાં વિના અડચણે !
[] કાળ તત્વ ! જગતમાં વસ્તુઓ નવા-જૂની થયા કરે છે એ કાળ તત્ત્વને આધીન છે. આમાં કાળ તત્ત્વ નવા-જૂની પોતે નથી કરતું પણ તેના નિમિત્તે થાય
ગિલોડીની કપાયેલી પૂંછડી કેટલીય વાર સુધી હાલ્યા કરે ! એ શાને આધારે ? જીવ તો ગિલોડી નાસી ગઈ તેમાં ગયો તો પંછડીમાં બીજો ક્યો જીવ આવ્યો ? ચેતનના બે ટુકડા થાય ? ના. આત્મા તો પૂંછડી કપાતી વખતે જ ત્યાંથી ખસી જાય, સંકોચાઈને ગિલોડીમાં જતો રહે. પછી જે પૂંછડી હાલ્યા કરે છે તે ગતિસહાયક તત્ત્વને કારણે. પછી એનું કાર્ય પૂરું થતાં જ ગતિસહાયક નીકળી જાય ને સ્થિતિસહાયક સ્થિર પડી રહેવામાં મદદ કરે.
વિનાશી અવસ્થા કેટલો ટાઈમ રહેશે તે કઈ રીતે માપી શકાય ? કાળ તત્ત્વ થકી. પૂરણ-ગલન, સંયોગ-વિયોગ જે ખબર પડે છે એ પણ કાળ તત્ત્વને લીધે જ.