________________
મહેમાનનો સંયોગ વિયોગ સ્વભાવનો છે, પછી શા માટે એમના જવાની ચિંતા ? સુખ-દુ:ખ સંયોગી વિયોગી છે, મેળે જ થઈ જાય.
ભાવો પ્રમાણે સંયોગો ભેગા થાય. ભાવોનો રાજા પોતે જ છે. નિર્પેક્ષ વસ્તુને કાળ સ્પર્શતો જ નથી. સાપેક્ષને જ સ્પર્શે. દાદાના મહાત્માને પાંચ આજ્ઞામાં રહે તો કાળ, કર્મ ને માયા અડે
કાળ તો જ્ઞાનીના વેલાનેય નિર્વશ કરે. બીજા કોઈની તાકાત નથી.
એક પરમાણુ બીજા પરમાણુને ઓળંગે એટલા કાળને ‘સમય’ કહ્યો.
કાળ એ કાળાણુ રૂપે છે. અનંતા છે પણ અરૂપી છે, દેખાય નહીં. નિચેતન છે.
કૃષ્ણ ભગવાન ગીતા બોલ્યા હતા, તે આજે જો કોઈ કાળ તત્ત્વનો સાધક હોય તો તેના કાળાણુઓ આજે પાછા બોલાવી શકે ને તે સંભળાવી શકે ! એક કલ્પના અંત સુધી કાળાણુઓ સચવાય છે, અવસર્પિણી ને ઉત્સર્પિણી સુધી, બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ. પણ અત્યારે એ વિદ્યા છે નહીં, લુપ્ત થઈ ગઈ છે. દાદા કહે છે, અમારામાં પણ એ વિદ્યા નથી. એ તો ૩૬૦ ડિગ્રીવાળાને આ વિદ્યા આવડે.
નહીં.
કાળ તો નિરંતર સરક્યા જ કરે. એની જોડે કોઈનો સંબંધ બંધાય જ કેમ કરીને ?
કાળ બે પ્રકારનો : ૧) વ્યવહાર કાળ ૨) નિશ્ચય કાળ.
પળ, વિપળ, સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ... આને વ્યવહાર કાળ કહ્યો અને ‘સમય’ને નિશ્ચય કાળ કહ્યો. એક સમય કાળનો નાનામાં નાનો અવિભાશ્ય ભાગ છે.
તીર્થંકરો સમય સુધીની જાગૃતિમાં પહોંચ્યા હતા, કેવળજ્ઞાને કરીને ! દાદાશ્રી કહે છે, મારે તો ૫OO સમય સુધીય નથી ! કેવળજ્ઞાનીને સમયસમયના રિવૉલ્યુશન હોય !
શ્યાં દર્શન છે ત્યાં કાળ નથી. કાળ દેશ્યમાં છે, દ્રષ્ટામાં નથી. કાળ એ ઈલ્યુઝન (બ્રાંતિ, ભ્રમણાં) નથી, વાસ્તવિકતા છે.
દરેક સંયોગ, સંયોગકાળ સહિત જ હોય. સંયોગકાળ જ એકબીજા સંયોગોને ભેગા કરે છે.
દસને વીસે શું થશે એ કાળના લક્ષમાં જ હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય.
દરેક સંયોગ પાછો વિયોગી સ્વભાવનો છે.
દાદાશ્રી કહે છે, અમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ, દેહ બધાથી પર છીએ. બધાથી અપ્રતિબદ્ધ છીએ.
અક્રમ વિજ્ઞાનમાં ક્રમ-અક્રમ વિશેષણ છે એ બદલાયા કરે, પણ વિજ્ઞાન વિશેષણ નથી. એ કાયમનું છે. વિશેષણ છે તે કાળ મર્યાદામાં છે. મર્યાદા પત્યે (પતી ગયે) વિશેષણ ઊડી જાય.
બધું ‘નિશ્ચિત ખરું એય ખરું ને ‘નિશ્ચિત નહીં’ એય ખરું. એટલે યથાર્થ તો ‘વ્યવસ્થિત’ છે.
કાળ પાકે ત્યારે મોક્ષે જાય પણ કાળ એકલો જ નહીં, પાછા જ્ઞાની મળે, સાધનો મળે તો જાય. કાળ પાકે એટલે બધું મળી જ જાય.
તીર્થકરો હોય, તેમની પાસે સર્વ સમર્પ સંયમ લેવા તૈયાર હોય, તો શું તે જ ભવે મોક્ષે જઈ શકે તે ? ભગવાન કહે, ‘ના’. કેમ ? તો કહે, ભવસ્થિતિ પાકી નથી માટે. ભવસ્થિતિ ઉપાય કરીને વહેલી પકાવી. કહે. પણ તે વહેલી પાકવાની હોય તો જ ઉપાય કરીને પાકે. નહીં તો નહીં.
તો પછી પુરુષાર્થને ક્યાં સ્થાન ?
ભ્રાંતિમાં પુરુષાર્થ છે જ ક્યાં ? પુરુષ થયા પછી પુરુષાર્થ થાય. ક્રમિકમાં અહંકારે કરીને પુરુષાર્થ કર્યો કહેવાય. આગળ આ અહંકારનેય ઓગાળવો પડે.