________________
સંસાર ખડો થઈ જાય છે. પોતે અરૂપી ને રૂપીને દેખીને એને અડપલું કરવાથી જડ તત્ત્વ તેવું ખડું થઈ જાય છે.
વેદોના ઉપરી ભેદવિજ્ઞાની, તે જ આ તમામ તત્ત્વોને છૂટાં પાડી શકે. આમાં શાસ્ત્ર કામ ના કરે. ડિરેક્ટ પ્રકાશ જ્ઞાનીનો જોઈએ. સંપૂર્ણ નિરાવરણ આત્માને પામેલા દાદા આ કાળના એવા જ્ઞાની છે કે જે બે કલાકમાં જ બધું છૂટું પાડી આપે !
[૨] આત્મા, અવિનાશી તત્ત્વ ! આત્મા એ એક એવું પરમ તત્ત્વ છે કે જેનામાં અનંત શક્તિઓ છે. એના એકલામાં જ ચેતનતા છે, જ્ઞાન છે, સુખ છે. બીજા કોઈ તત્ત્વમાં આવું નથી. એવા અનંત આત્માઓ છે અને પ્રત્યેક આત્મા અનાદિ અનંત છે.
આત્મા ચૈતન્યઘન સ્વરૂપી છે. એમાંથી ક્યારેય અજ્ઞાન ના નીકળે.
આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. પણ વિશેષ પરિણામમાં જે પ્રકૃતિ ઊભી થઈ છે તે મિશ્રચેતન છે. નિશ્ચયાત્મા પરમાત્મા જ છે. વ્યવહાર આત્મા રિલેટિવ છે. ચેતન એ જ ભગવાન છે, જે સંપૂર્ણ નિરાલંબ છે.
જીવ અને આત્મામાં શું ફેર ? જીવે-મરે છે એવું માને છે તે જીવ છે. આત્મા અજર-અમર છે. મૂળ વસ્તુને આત્મા કહેવાય અને અવસ્થાને જીવ કહ્યો.
આત્મામાં જાણપણાનો ગુણ છે. લાગણીઓ બતાડે છે. ચેતન અક્રિય છે, અડોલ છે.
આત્માને એકલું અરૂપી તરીકે ભજીએ તો બીજા ચાર તત્ત્વો, પુદ્ગલ સિવાયનાં, બધાં જ અરૂપી છે, તો તે તેમને પહોંચે. બીજાં ચાર આત્માની જેમ અમૂર્ત છે, અગુરુલઘુ છે, નિર્લેપ છે, ટંકોત્કીર્ણ છે, અવિચળ છે.
ચેતન એ અનુભવવાની વસ્તુ છે. એનું જ્ઞાન-દર્શન અને નિરાકૂળ આનંદની અનુભૂતિ એ એનું આગવું છે.
આત્મા પોતે ક્યારેય ઈચ્યોર થયો જ નથી. ઈચ્યોર થવાની માત્ર ભ્રાંતિ જ છે. રિયલમાં પોતે શુદ્ધાત્મા જ છે. રિલેટિવમાં ‘હું ચંદુ છું' માને છે. | ગીતામાં કહ્યું છે, અસત્ વિનાશી છે ને સત્ ત્રિકાળી અવિનાશી છે. આત્મા નિત્ય, અવિનાશી, અપ્રમેય છે અને આ શરીરધારીના આ શરીરો નાશવંત છે. ભગવાનની ભાષામાં કોઈ મરતું નથી ને જન્મતુંય નથી.
“મોક્ષ તો તારી અંદર છે' એવું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે. એટલે ‘બધાને છોડીને તું મને ભજ, અંદરવાળાને ભજ.’ આત્માને જ રિયલ કૃષ્ણ કહે છે ગીતામાં, એને તું ભજ. ગીતામાં શ્યાં શ્યાં ‘હું' શબ્દ છે તે આત્મા માટે છે. શ્યારે લોકો વ્યક્તિરૂપે લઈ ગયા. અંતે આત્મા સો પરમાત્મા !
[3] ગતિસહાયક તત્વ - સ્થિતિસહાયક તત્વ !
જડ અને ચેતનને જાતે પ્રવહન કરવાથી શક્તિ નથી. ગતિસહાયક તત્ત્વ (ધર્માસ્તિકાય, એમને ગતિ કરવામાં સહાય કરે છે.
અંદર ભાવના થાય, ઈચ્છા થાય કે ક્યાંક જવું છે, એવું અંદરથી ગણહારો (અણસારો) માલમ પડ્યો કે ગતિસહાયક તત્ત્વ એને મદદ કરે.
ઉપનિષદમાં છે કે આત્મા ગતિમાન છે અને નથી. રિયલમાં આત્મા ગતિમાન નથી, પણ વ્યવહાર આત્મા ભાવ કરે એટલે ગતિસહાયક તત્ત્વની સહાયતાથી એ ગતિ કરે છે.
ચેતન તત્ત્વ એકલું જ એવું છે કે જે સ્વભાવેય કરી શકે અને વિશેષ ભાવેય કરી શકે. વિશેષભાવથી આઘુપાછું જવાનો ભાવ કરે છે કે તરત જ ગતિસહાયક તત્ત્વ તેને ચાલવામાં મદદ કરે છે. જેમ માછલીને પાણી ચાલવામાં મદદ કરે છે ! પાણી ના હોય તો માછલી ચાલી ના શકે.
હવે એકલું ગતિસહાયક તત્ત્વ હોત તો બધા દોડધામ દોડધામ કર્યા કરત, ઘરમાં, બહાર, બધે જ ! સોફા, પલંગ, ખુરશી વસાવવાની જરૂરત