________________
ઉપોદ્ધાત
[ખંડ-૧] વિભાવ-વિશેષભાવ-વ્યતિરેક ગુણ !
[૧] વિભાવતી વૈજ્ઞાનિક સમજ ! વિશ્વની ઉત્પત્તિ સંબંધીની વિવિધ પ્રકારની માન્યતાઓ લોકોમાં પ્રવર્તે છે. એમાં ભગવાનની ઈચ્છાને જ મહદ્ અંશે લોકોમાં પ્રાધાન્યતા અપાય છે. વાસ્તવિકતા આ વાતથી તદન વેગળી છે. મૂળ કારણ જે કશામાં કંઈ હોય તો તે સ્વતંત્ર હોવું ઘટે. પણ જો કો'કના દબાણથી થયું હોય તો ? ભીડમાં ધક્કામુક્કીમાં વાગે તો કોને પકડવું ? તેવી રીતે આ કોઈએ રચ્યું નથી. ભગવાન છે મૂળ કારણ, એ સંયોગી સંબંધથી છે, સ્વતંત્ર સંબંધથી નથી. સંજોગોના દબાણથી વિશેષભાવ-વિશેષ ગુણ ઉત્પન્ન થવાથી જગત ખડું થયું છે જે સંપૂર્ણપણે વિજ્ઞાન જ છે. સંપૂર્ણ નિરિચ્છકને ઈચ્છાવાન, તેય આખી દુનિયાભરનો ઠરાવવામાં આવ્યો છે. ખેર, નિર્લેપ પરમાત્માને દુનિયાભરના લોકોના કર્તાપણાના આક્ષેપમાંય નિર્લેપ જ રહેવાનું ને ?
મૂળ આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય કાયમના શુદ્ધ જ છે, ભગવાન મહાવીરના સમાન જ છે ! આ તો બે દ્રવ્ય, જડ ને ચેતનના સામીપ્યભાવને કારણે એકરૂપ ભાસે છે, ભ્રાંતિ ઉત્પન્ન થવાથી.
અજ્ઞાન મૂળમાં છે જ અને સંજોગોનું દબાણ આવવાથી મૂળ આત્માની દર્શન શક્તિ આવરાય છે. ત્યાં ફર્સ્ટ લેવલનો મુળ વિશેષભાવ ઊભો થાય છે, જેમાં “હું” તરીકે ઉત્પન્ન થાય છે. તે મૂળ આત્માનો રિપ્રેઝેન્ટેટિવ (પ્રતિનિધિ) તરીકે છે. પછી આ “હું” પાછો વિશેષભાવ કરે છે, જેને સેકન્ડ લેવલનો વિશેષભાવ કહેવાય, જેમાં ‘હું કંઈક છું, હું કરું છું, હું ચંદુ છું, હું જાણું છું. આ મેં જ કર્યું. અન્ય કરનાર કોણ ?” અને ક્રોધ-માન-માયા-લોભ બધું ઊભું થઈ જાય છે. પ્રથમ વિભાવ ‘હું” પછી એને રોંગ બિલીફ ઊભી થાય છે કે હું ચંદુ છું એ બીજા લેવલનો વિભાવ.
હું” ને “હું ચંદુ છું'ની રોંગ બિલીફ જે ઊભી થાય છે. (‘ચંદુ છું' એ અહંકાર એ જ વ્યવહાર આત્મા) તે પછી ગાઢપણે દેઢ થાય છે.
એટલે એ જ્ઞાનમાં પરિણમ્યું કહેવાય. એ વિભાવિક જ્ઞાન, વિશેષ જ્ઞાન કહેવાય. જેને બુદ્ધિ કહી અને ત્યાં જડ પરમાણમાં પ્રકૃતિ ઊભી થાય છે, એનું નામ જ વિશેષભાવ ! આમ મૂળ આત્માના સ્વભાવિક ભાવ તેમ જ વિભાવિક ભાવ બન્ને હોય છે. વિભાવ એટલે વિરુદ્ધભાવ એ વિધાન ત્રિકાળ વિજ્ઞાનથી, વાસ્તવિકતાથી વિરુદ્ધ છે.
શરીરમાં પુદ્ગલ અને આત્મા સામીપ્યમાં રહેલાં છે. સામીપ્યમાં રહે છે પણ એટલેથી પતતું નથી. પણ ‘એને’ ‘સામીપ્યભાવ' ઉત્પન્ન થાય છે ! સામીપ્યભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે કે “હું આ હોઈશ કે તે હોઈશ ? ક્રિયા માત્ર પુદ્ગલની છે પણ ભ્રાંતિ થાય છે કે “હું” કરું છું. બીજું તો કોઈ કરનાર છે જ ક્યાં ? આત્મા પોતે કર્તા છે જ નહીં પણ પોતે માને છે કે “મેં જ કર્યું” એ જ ભ્રાંતિ. અને આ છે દર્શનની ભ્રાંતિ, જ્ઞાનની નહીં. બહુ ઓછા લોકોને ખબર પડે છે કે આ ભ્રાંતિ છે.
ભ્રાંતિ એટલે ચગડોળમાંથી ઉતરેલા માણસને એમ લાગે છે કે દુનિયા ફરે છે. અલ્યા, દુનિયા નહીં, તારી રોંગ બિલીફ તને ફેરવે છે. ‘બાકી’ કોઈ કશું ફરતું નથી.
પુદ્ગલ પરમાણુની ચંચળતાને કારણે આ વિશેષભાવ ઉત્પન્ન થાય છે, એમ કહેવું એટલે પુદ્ગલને ગુનેગાર ઠેરવ્યા જેવું શું નથી થતું? આ તો બે તત્ત્વ સાથે આવી જવાથી વિશેષ ગુણ ઉત્પન્ન થાય, જે તદન કુદરતી છે. માત્ર જડ અને ચેતનના પાસે પાસે આવવાથી વિશેષભાવ ઉત્પન્ન થાય છે, નહીં કે બીજા ચાર શાશ્વત તત્ત્વોના સામીપ્યમાં આવવાથી. પુદ્ગલ પરમાણુના મૂળ સક્રિયતાના ગુણને કારણે વિભાવિક પુદ્ગેલ ઉત્પન્ન થાય છે. ચેતનને પરઉપાધિ છે, પોતાને કશું જ થતું નથી. આમાં બન્ને તત્ત્વો જોડે જોડે આવવાથી જે અસર ઊભી થાય છે તે પુદ્ગલ સક્રિયતાના ગુણને કારણે પકડી લે છે, તુર્ત જ. જે આમાં સ્વતંત્રપણે ગુનેગાર ઠરતું નથી. બેઉ છૂટાં પડે તો પાછી જડ તત્ત્વને કોઈ અસર જ નથી થતી. - હવે વિશેષભાવ બન્ને તત્ત્વમાં ઉત્પન્ન થાય છે. શું વિભાવ બન્નેમાં જુદો જુદો થાય છે કે બન્ને મળીને એક થાય છે ?
પુદ્ગલ જીવંત વસ્તુ નથી, ત્યાં ભાવ નથી. પણ તે વિશેષભાવ ગ્રહણ કરે તેવું તૈયાર થાય છે અને મૂળ અજ્ઞાનતાને કારણે, આત્માને આ વિશેષભાવ ઉત્પન્ન થાય છે. પછી બાજી આખી પુદ્ગલની સત્તામાં
12
13