________________
વીતષ
૧૧૯
૧૨૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
કડવું લે છે ખરાં પણ દ્વેષ નથી થતો. સમભાવે નિકાલ કરી નાખે છે, ઉકેલ લાવે. એટલે આ વીતદ્વેષ કર્યા પછી રહ્યું વીતરાગ.
ભૂખનું મૂળ કારણ દ્વેષ ! વીતરાગને કશું કરવાપણું ના હોય. એની મેળે જ થયા કરે. કારણ કે દ્વેષ એટલે માણસ રાગથી ખાય છે કે દ્વેષથી ખાય છે ? માણસ ખાવા જાય છે તે રાગથી ખાય છે કે દ્વેષથી ?
પ્રશ્નકર્તા : રાગથી ખાયને !
દાદાશ્રી : ના, દ્વેષથી ખાય છે. પ્રશ્નકર્તા : એ દાદા સમજાવો, એ બરોબર સમજાયું નથી.
દાદાશ્રી : એને ભૂખ ના લાગેને બેસી રહે બિચારો. જ્યારે ભૂખ લાગેને ત્યારે મહીં દુઃખ થાય, દુઃખ થાય તે દ્વેષ કરે ને ! ભૂખ લાગે છે એ જ દ્વેષનું કારણ છે. તરસ લાગે છે એ દ્વેષનું કારણ છે. એને દ્વેષ ઊભો થાય છે, નહીં તો ભૂખ જ ના લાગતી હોય તો ? વિષય સંબંધી ભૂખ ના લાગતી હોય, દેહ સંબંધી ભૂખ ના લાગતી હોય, બીજી ભૂખ ન લાગતી હોય તો ?
પ્રશ્નકર્તા : તો વીતરાગ થઈ જાય માણસ.
દાદાશ્રી : વીતરાગ જ છે ને ! આ તો ભૂખ લાગે છે. કેટલા પ્રકારની ભૂખો લાગે છે એને ?
પ્રશ્નકર્તા : અનેક પ્રકારની ભૂખો છે ને !
દાદાશ્રી : પછી મહીં શું થાય એને ? પ્રશ્નકર્તા : ઉકળાટ થાય.
દાદાશ્રી : એટલે દુઃખ થાય, વેદના થાય. વેદના થાય એટલે દ્વેષ પરિણામ ઊભાં થયા કહેવાય. દ્વેષ પરિણામ ઊભાં થયા એટલે જે કોઈ આવે તેને ગાળો દે. હા, ભૂખ્યો હોય તો ગાળો દે, બચકું હઉ ભરે. ખાવાનું લઈ જતાં હોય ને આપીએ નહીં ને, તો બચકું ભરી લે. તે ભૂખમાં એવું, તરસમાં એવું, આ વિષયમાં એવું, વિષય એક જાતની ભૂખ છે. સિનેમામાં ના જવા દો ને, એને ભૂખ લાગી હોય ને ના જવા દો, તો શું થાય ? વૈષ કરે કે રાગ કરે ?
પ્રશ્નકર્તા : દ્વેષ કરે.
દાદાશ્રી : તે આ ટ્રેષનું જ આજે બધું ઊભું થયું જગત. રાગને તો બિચારાને કશી ભાંજગડ નથી. બાઈડીઓ સાત લઈને ફરને જોડે, તને જો દ્વેષ ના થતો હોય તો !
પ્રશ્નકર્તા : જેને ઘણી ભૂખ લાગે, એને ઘણો દ્વેષ ઊભો થાય એવું ખરું ?
દાદાશ્રી : હા, હા. ઓછી ભૂખ લાગે તો ઓછો કૅષ લાગે. જેને ગયા અવતારે બ્રહ્મચર્ય ભાવ પાળ્યો હોય, એટલે એ ભાવનું ચાર્જ કર્યું હોય તેને આ ભવમાં બ્રહ્મચર્યનો ઉદય આવે. તે એનો ઉદય આવે પછી એને એ ભૂખ ના લાગે. એટલે એ તરફનો એને દ્વેષ ગયો. એટલે એ તરફનો વીતષ થયો. એમ જેમાં જેમાં ભૂખ ના લાગે, એમાં વીતદ્વેષ થયો.
પ્રશ્નકર્તા: જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ભૂખ તો લાગવાની જ.
દાદાશ્રી : ના, પણ બ્રહ્મચર્ય ભાવ કરેલો હોય તેને એક ભૂખ તો એટલી ઓછી થાય એવી છે. બીજી બધી ભૂખો તો લાગવાની જ.
પ્રશ્નકર્તા : હા, બીજું જે આપણે અનાજ ખાવાની જે ભૂખ છે, એ ભૂખ તો લાગે જ, તો પછી દ્વેષ તો જાય જ નહીં કોઈ દિવસ ?
દાદાશ્રી : ના, એમ ને એમ, કશું ભૂખ ના લાગે માટે આજ ફરવા જ જવું નથી. આજે સૂઈ રહેવું છે. તો ય પણ ભૂખ લાગ્યા વગર રહે છે ? છોડે ? એક દા'ડે ને બે દા'ડે ?
પ્રશ્નકર્તા : લાગે.