________________
વીતદ્વેષ
૧૧ર
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જેલ ઉપર રાગ થાય ? પ્રશ્નકર્તા : રાગ જ ભવાંતર વધારી દે છે ને ? દાદાશ્રી : એ તો વધારી જ દે ને, રાગ તો !
પ્રશ્નકર્તા : રાગ પણ આગ છે ને ?
દાદાશ્રી : રાગ ? રાગ આગ નથી. રાગ આગ હોય તો રાગ થાય નહીં. ઈચ્છા એ અગ્નિ છે, રાગ એ આગ નથી. રાગ હોય ને ત્યારે તો માણસને ઉલ્લું સારું લાગે, ઠંડક લાગે.
પ્રશ્નકર્તા દ્વેષ તો ફૂસફૂસીયા ફટાકડા જેવો છે. ફૂસ કરીને ઊડી જશે. દ્વેષ ઝાઝું નુકસાન નહીં કરે પણ રાગ છે તો બહુ નુકસાન કરશે. એ વાત ખરી ?
દાદાશ્રી : ના, એવું નથી. આ જગત ષથી ઊભું રહ્યું છે, વેરથી. અને વેરમાંથી રાગ ઊભો થયો છે. એટલે મૂળ ઊભું રહેવાનું કારણ વેર છે આ. બીજા શબ્દોમાં કહીએ તો વેરથી જગત ઊભું રહ્યું છે. તે દ્વેષ, વેરા બધા એક જ જાતનાં છે. એનાથી ઊભું રહ્યું છે આ જગત. માટે નિર્વેરી થઈ જાવ કે કોઈ જગ્યાએ વેર ના રહે ! આત્મજ્ઞાન થાય એટલે પહેલો વીતદ્વેષ થઈ જાય. પછી વીતરાગ થઈ જાય.
આ સંસારમાં જે રાગ છે તે શેના જેવો છે ? જેમ જેલમાં બેઠેલો માણસ જેલમાં જતી વખતે રડતો હતો. પણ જેલમાં બેઠાં પછી જેલને લીંપગુંપે. લીંપે કે ના લીંપે, ખોડાં-ખબડા હોય તો ? તે આપણે જાણીએ કે ઓહોહો ! જેલ ઉપર રાગ થયો. તે પછી આપણે એને પૂછીએ કે જેલ ઉપર તને રાગ છે ? ત્યારે કહે, “ના બા, જેલ ઉપર રાગ થતો હશે ? પણ આ તો રાત્રે સૂઈ જવું શી રીતે ? એટલા માટે આવું કરીએ છીએ.”
એવો આ સંસાર ઉપરે ય રાગ નથી, પણ આ તો શું થાય ? અહીં ફસાયા એટલે તેથી લીંપવું-પવું પડે, બધું ય કરવું પડે. લીંપવું પડે કે ના લીંપવું પડે ?
પ્રશ્નકર્તા : લીંપવું પડે, દાદા.
દાદાશ્રી : એટલે પેલા લોકો બહાર જાણે કે જેલ ઉપર રાગ થઈ ગયો આમને, અલ્યા મૂઆ, રાગ તો હોતો હશે જેલ ઉપર ! ના છૂટકે કરવું પડે બધું. ના કરવું પડે ?
રખડાવતાર મૂળ દ્વેષ ! પ્રશ્નકર્તા દ્વેષ જેટલો જ પ્રેમ કે મોહ જોખમદાર છે? બેમાં વધારે જોખમદાર કર્યું ?
દાદાશ્રી : પ્રેમ કરતાં દ્વેષ વધારે જોખમદાર છે. પ્રેમની જોખમદારી ઓછી છે. કારણ કે દ્વેષમાંથી પ્રેમ જન્મે છે. દ્વેષ એ બીજ છે. પ્રેમનું બીજ પ્રેમ નથી. પ્રેમનું બીજ જ ષ છે.
તમારે ઘરમાં બધાની જોડે પ્રેમ હોય, પણ તમને દ્વેષ આવે નહીં તો જાણવું કે ફરી બીજ પડવાનું નથી. અને દ્વેષ આવશે તો ફરી ફરી એના પર પ્રેમ પડ્યા કરશે. છતાંય આ જ્ઞાન પછી નવો કરાર ઉત્પન્ન નથી થાય એવો. નવા કરારનું તમે સમજી જજો. બીજું કશું આ બધાંમાં ઊંડા ઉતરશો તો બહુ ઊંડું સાયન્સ છે આ. અને શોર્ટ સાયન્સ છે. ફક્ત નવો કરાર સમજી ગયા બધાં ? નવો કરાર જે પાછલાં પહેલાનાં પૂર્વ અભ્યાસને લઈને ઉત્પન્ન થાય છે, ધક્કા વાગવાથી. પોતાના શુદ્ધાત્માનું ભાન રહેવું જોઈએ, બસ થઈ ગયું.
દ્વેષ જ જનેતા રાગતી ! સત્સંગ કોને કહેવાય ? કુસંગમાંથી ખસ્યો, એનું નામ સત્સંગ. હા, પછી ગમે ત્યાં બેઠો હોય ને, જો કુસંગમાંથી ખસ્યો, તો એ સત્સંગ છે. અને મંદિરમાં બેઠો, પણ કુસંગમાંથી ખસે નહીં તો સત્સંગ ના કહેવાય.
કુસંગ હોય તો ત્યાં દ્વેષ કરે ભગવાન ? ભગવાન તો પછી કૅષ કરે ત્યાં આગળ કે આ તો કુસંગમાંથી ખસતા નથી ? એ જો કદી દ્વેષ કરવા