________________
ગમો-અણગમો
ત્યાં સુધી જ છે.
૧૦૩
પ્રશ્નકર્તા : નિસ્પૃહી અને ઉપેક્ષામાં શું ફેર ?
દાદાશ્રી : નિસ્પૃહી એ એની કચાશ છે. નિસ્પૃહી એટલે તો હમવાળું, હમવાળું. ઈગોઈઝમ વધતો જાય એટલે નિસ્પૃહી અને ઉપેક્ષા એટલે તો ઈગોઈઝમ વધે નહીં ને ઉપેક્ષામાંથી ધીમે ધીમે ઉદાસીનતા ને પછી વીતરાગતા જન્મ પામે છે. ઉપેક્ષા ને ઉદાસીનતા એમાંથી જન્મ પામે છે, વીતરાગતા.
નિસ્પૃહતા તો બધે ય હોય. નિસ્પૃહતા તો મનમાં એક નક્કી કર્યું, એક બાવો નિસ્પૃહ હોય ને એની જોડે આય બેઠો, તે ય એને જોઈને નિસ્પૃહ થઈ જાય. નિસ્પૃહી જે હોયને, એને બરકત જ ના હોય. હમ નિસ્પૃહ હૈ, એટલે પેલો છોકરો ય શીખ્યો, હમ નિસ્પૃહ હૈ. પેલો બાવો ના કહે, ખાવા-બાવાનું કશું લાવો નહીં ! એ ય ના કહે. નિસ્પૃહ તો એક ઊંચા પ્રકારનો દ્વેષ છે. એટલે અમે નિસ્પૃહ કોઈ દહાડો થઈએ નહીંને ! તમારા પુદ્ગલની બાબતમાં અમે નિસ્પૃહ અને આત્માની બાબતમાં સસ્પૃહ. નિસ્પૃહ-સસ્પૃહ. જો નિસ્પૃહ હોય તો અંદર દ્વેષ વર્તે છે.
આત્માની બાબતમાં સસ્પૃહ એટલે અમે નિસ્પૃહ-સસ્પૃહ હોઈએ. જોયેલા તમે નિસ્પૃહ ? ‘હમકુ ક્યા, હમકુ નહીં, ચલે જાવ, લે જાવ' એમ કરીને ગાળો ભાંડે, ભાંડે બધું કરે !
જે સ્પૃહી માણસ હોય ને વિનયવાળો હોય, એને ઈચ્છા છે એટલે અને પેલો નિસ્પૃહ થઈ ગયો, એને વિનય ના હોય. એ તો જાનવર જેવો હોય. બોલે તે ય જાનવર જેવું બોલે. મેં તો બધા નિસ્પૃહ જોયેલા બાવા ! નિસ્પૃહ થાય તો આ બાજુ પડ્યો અને સસ્પૃહ થાય એકલો તો આ બાજુ પડ્યો. નિસ્પૃહ-સસ્પૃહ જોઈએ.
પ્રશ્નકર્તા ઃ ના ગમતું હોય એમાં દ્વેષ ના હોય તો એ ઉપેક્ષા કહેવાય, તો અભાવમાં પણ એવું જ હોય છે ને ? કોઈ વ્યક્તિ ઉપર આપણને અભાવ હોય. એના પર દ્વેષ તો થતો જ નથી ને ?
૧૦૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : ના ગમતાનો સવાલ જ નથી ને !
પ્રશ્નકર્તા : ના, ઉપેક્ષામાં ?
દાદાશ્રી : ઉપેક્ષામાં એટલે શું આપણા હિતની નથી આ વસ્તુ, એના પર દ્વેષરહિત વર્તન. જગતના લોકો દ્વેષ રાખે. આ ડુંગળી એની ઉપર દ્વેષ રહ્યા કરે. દેખે ત્યારથી ચીડ ચડે, એ ઉપેક્ષા ના કહેવાય. દેખે, આપણા પગને અડે તો ય ચીડ ના ચડે. છતાંય આપણને લેવા-દેવા ના હોય. પેલી ઈફેક્ટ થતી હોય.
પ્રશ્નકર્તા : કોઈના ઉપર અભાવમાં દ્વેષ આવે ને, દાદા ? કોઈના ઉપર અભાવ છે તેનો અર્થ થોડો દ્વેષ છે ને ?
દાદાશ્રી : અભાવ એનું નામ જ કહેવાય કે દ્વેષ હોય. દ્વેષ ના હોય, એને ડિસલાઈક કહેવાય. એ આત્મા સુધી ના પહોંચે. એ ઈન્દ્રિયો સુધી પહોંચે એટલે દ્વેષ ના કહેવાય. આત્મા સુધી પહોંચે ત્યારે દ્વેષ કહેવાય. એટલે લાઈક ને ડિસલાઈક સુધી પહોંચે.
પ્રશ્નકર્તા : આ ઉદાસીનતા એ ઉપેક્ષાથી આગળ ગયું ને ?
દાદાશ્રી : ઉદાસીનતા એ જુદું છે. એ આગળનું સ્ટેજ છે. ઉદાસીનતા ને વીતરાગતા એ બે વચ્ચે થોડો ડીફરન્સ છે. અને તે જ્ઞાની પણ કરી શકે, અહંકારની જરૂર નથી ઉદાસીન થવા માટે. અને ઉપેક્ષામાં તો અહંકાર જોઈએ જ.
ઉપેક્ષાથી ઊંચી ઉદાસીતતા !
પ્રશ્નકર્તા ઃ ઉદાસીનતા અને આળસ, એ બન્નેનું ભેદાંકન કેવી રીતે કરવું ? ઘરેણાં પહેરવાની આળસ આવે, બેંકમાંથી લાવવું પડે, આ કરવું પડે, તો આ બન્નેમાં ભેદ કેવી રીતે પારખવો ?
દાદાશ્રી : તમે છોકરાને શું શીખવાડતાં હશો ? આળસુ છે કે ઉદાસીન થઈ ગયો છે, એ છોકરાને શી રીતે ખબર પાડતા હશો ? ઉદાસીન માણસને આળસુ કહીએ તો બહુ મોટો ગુનો કહેવાય. ઉદાસીન તો વીતરાગ