________________
ગમો-અણગમો
૧૦૫
થયા પહેલાની દશા છે. એ સાધારણ જનસમાજની વાત નથી એ. એટલે એ બધું પ્રમાદ છે, આળસ જ છે. ઉદાસીનતા આવે નહીં. શી રીતે ઉદાસીનતા આવે? આવડાં અમદાવાદ શહેરમાં ઉદાસીનતા આવતી હશે ? બધી ચીજ મળે તો ? શાથી લાગે છે તમને ઉદાસીનતા ?
પ્રશ્નકર્તા : હરવા-ફરવાની, પહેરવા-ઓઢવાની, આ બધી જે છે, પોતાને એમ લાગે કે આ બધી તકલીફ શા માટે લેવી, તો એમાં મારો પ્રમાદ છે, આળસ છે ? પોતાનું કેવી રીતે ખબર પડે કે આ મને ઉદાસીનતા પ્રગટ થઈ છે કે આ મારી આળસ છે ?
દાદાશ્રી : ઉદાસીનતા તો, વૈરાગ આવ્યા પછીની ઊંચી દશા છે અને વીતરાગ થતાં પહેલાંની દશા છે. બહુ સખત વૈરાગ વર્તતો હોય અને જ્યાં સુધી વીતરાગતા ઉત્પન્ન ના થઈ હોય, ત્યારે ઉદાસીન દશા હોય. એ દશા બહુ ઊંચી. એ ના હોય. અહીં લોકોને ના હોય !
પ્રશ્નકર્તા જે પચ્ચીસ વર્ષે બધી ઈચ્છાઓ હોય, એવી ઈચ્છાઓ પછી ચાલીસ વર્ષ કે પિસ્તાળીસ વર્ષ ના રહે, તો આ બધાનું ડીફરન્થીયેટ કેવી રીતે કરવું, કે આ ખરેખર સાચી ઉદાસીનતા છે કે આ બધું મોળું પડી ગયેલું છે ?
દાદાશ્રી : એ તો જે મોળું પડેલું લાગે છે ને, એ હજુ તો હવે જાગશે. સિત્તેર વર્ષનાં ડોસાને જલેબી સાંભરે, લાડવાં સાંભરે, અરે ! જાતજાતનું વેષ સાંભરે, ચવાતું ના હોય તોય ના ચવાય એવી વસ્તુ સાંભરે. એટલે આ તો એવું છે ને કે વિષયો એ કંઈ એકલા જવાનીનાં નથી, એટલે પૈડપણમાં બહુ વિષય જાગે. માટે કશું ઉદાસીનતા આવવાની નથી. ભાંજગડ ના રાખશો. એની બીક ના રાખશો.
પ્રશ્નકર્તા : ઉદાસીનતાની સાચી ડેફીનેશન કહો.
દાદાશ્રી : ઉદાસીન એટલે શું ? જ્યારે દેખે ત્યારે ગમે, દેખે નહીં ત્યાં સુધી એને યાદ ના આવે. યાદ આવે ને કરડે નહીં, એ ઉદાસીન દશા. એથી આગળની સ્ટેજમાં વીતરાગતા કહેવાય છે, ત્યાં સુધી ઉદાસીન દશા રહે. તે પોતાને યાદ જ ના આવે અને જ્યારે એવી ચીજ જોવામાં આવે,
૧૦૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) ત્યારે એ ફક્ત ત્યાં આગળ ભોગવી લે, પણ આમ ગઈ એટલે પછી કશુંય નહીં, ઉદાસીન.
આપણે પેલો ઉપેક્ષા ભાવ કહીએ છીએ એવું નહીં. આ ઉદાસીન ઊંચી સ્થિતિ છે. એટલે ઉદાસીનતા આવતાં વાર લાગે. વૈરાગ જ હજુ આવ્યો નથી. ઉદાસીનતા એટલી બધી નાશવંત ચીજો પર ભાવ તૂટી જાય અને અવિનાશીની શોધખોળ હોવા છતાં તે પ્રાપ્ત ના થાય !
પ્રશ્નકર્તા : ઉદાસીનતા કે ઉપેક્ષા એ વીતરાગતાનો પાયો છે ?
દાદાશ્રી : ઉદાસીનતાથી શરૂઆત થાય વીતરાગતાની. ઉપેક્ષા તે ઉદાસીનતા પહેલાનું, એ બુદ્ધિથી હોય છે.
પ્રશ્નકર્તા : સામાન્ય ઉદાસીનતા અને ભાવ ઉદાસીનતા વિષે જરા સમજાવો. એમાં શું ફેર ?
દાદાશ્રી : ભાવ ઉદાસીનતાનો અર્થ શું ? કર્મ બાંધે નહીં. અને સામાન્ય ઉદાસીનતા એટલે વીતરાગ ભાવની નજીક, ઉપેક્ષાપણું. ઉપેક્ષા એટલે એના તરફ ઉદાસીન ભાવે, એટલે રાગ-દ્વેષ નહીં એ બાજુ.
ભાવ ઉદાસીનતા તો બહુ ઊંચી વસ્તુ છે. એ તો કર્મ જ બંધાય નહીં. આપણે આ જ્ઞાન આપીએ છીએ એ ભાવ ઉદાસીનતાનું છે. ભાવ ઉદાસીનતાનું આ વિજ્ઞાન છે. બટાકા ના ખાય ને ફલાણું ના ખાય, ભઈ, અમારે આ ભવમાં મોક્ષમાં જવું હોય ત્યારે આ ફૂલોનો હાર ના પહેરીએ તો ચાલે. અહીં હજુ એક અવતારની વાર છે અને વખતે બે થશે, અહીં શું ખોટ જવાની છે તે વળી ! આપણી કાબુમાં આવી ગયું, બ્રહ્માંડ આખું કાબુમાં આવી ગયું, પછી શી ખોટ જવાની છે ? અમારી ઈચ્છા ય ના હોય એવી સુગંધી લેવાની !
પ્રશ્નકર્તા : ઉદાસીનતા અને વીતરાગતા એ બેનો તફાવત શું ?
દાદાશ્રી : ફેર એમાં, ઉદાસીનતા એ વીતરાગતાની જનની છે. વીતરાગતાની માતા છે. માતા હોય તો છોકરો થાયને ? એટલે વીતરાગતા છેલ્લી દશા છે અને ઉદાસીનતા શરૂઆતની દશા છે. શરૂઆતમાં