________________
રાગ-દ્વેષ
ખોટું છે કે તમારું ?
પ્રશ્નકર્તા ઃ આ લખેલું બરાબર છે.
દાદાશ્રી : મારું આપેલું હંડ્રેડ પરસેન્ટ બરોબર છે. મેં સમ્યક દર્શન આપ્યું તે હંડ્રેડ પરસેન્ટ બરોબર છે અને આમાં લખેલુંય બરોબર છે, તો ભૂલ કોની છે એ ખોળી કાઢો એ.
હવે ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા.
દાદાશ્રી : તો શુદ્ધાત્મામાં એક પરમાણુ રાગનું, દ્વેષનું કશું રહ્યું નહીં. માટે તમને સંપૂર્ણ શુદ્ધાત્મા બનાવ્યા છે પદમાં ને શું કરવા આમ કરો છો ? તમને હંડ્રેડ પરસેન્ટ પદમાં બેસાડ્યા છે કે, જ્યાં કિંચિત્માત્ર રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ નથી. તમને સમજાઈ ગયુંને આ આંટી ? આ તો તમારી પહેલાંની આદત છે ને તે જતી નથી. આદતમાં કે આ મને જ થઈ ગયા. આ તો ગેરન્ટેડ છે. આ કંઈ જેવી તેવી વસ્તુ નથી. આ ગેરન્ટેડ મોક્ષ આપેલો છે. હાથમાં મોક્ષ આપેલો છે. પણ ભોગવતાં આવડે એટલું એના બાપનું.
લઢે-વઢે તો ય વીતરણ ! રાગ-દ્વેષ એ જ સંસાર. આ જ્ઞાન મળ્યા પછી આજ્ઞા પાળે, તો આજ્ઞા પાળતાની સાથે રાગ-દ્વેષ બિલકુલ ખલાસ થઈ જાય. એટલે અહીં રાગ-દ્વેષ હોય નહીં. અને તે છોકરાઓને મારતો હોય તો ય અમે કહીએ કે આ મોક્ષમાં છે. હમણાં તમારી જોડે બસમાં બધાં મહાત્માઓ આવે. ચારસો-પાંચસો માણસ હોય બસોમાં. તો એ લઢમૂલઢા કરે, તો અમે તો એમને આશીર્વાદ આપીએ. લઢજો, મારી હાજરીમાં લઢો, કહીએ. ગેરહાજરીમાં છૂટકારો કંઈ નહીં થાય એવો. અહીં મારી હાજરીમાં લઢો તો ય એનો ઉકેલ આવી જાય. ચોખ્ખું થઈ જાયને બધું. ફાઈલો ક્લિયર થઈ જાય.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) આપણા મહાત્માઓ બધા જાણે કે વીતરાગ જ છે. ધંધો કરે, વઢેલઢે તો ય વીતરાગ છે. એ એમને ખબર ના પડે. છતાં મને તો ખબર પડે ને ! તમને ખબર ના પડે ? તમારા મનમાં એમ થાય કે સાલું, વીતરાગ કેમ હઇશ? પણ મને તો ખબર હોય ને ! કારણ કે ડૉક્ટર તો જાણે. તે દર્દીના મનમાં એમ થાય કે હારુ દર્દ વધ્યું કે ઘટ્યું ? વહેમ પડે. પણ મને તો ખબર હોય ને કે દવા જે આપી છે. આમને વધે-ઘટે એવું લાગ્યું એટલે તરત દવા કહી દીધીને !! બધે જ રાગ-દ્વેષ, રાગ-દ્વેષ, રાગ-દ્વેષ. ગમે ત્યાં ધર્મમાં જાઓ, રાગ-દ્વેષ વગર હોય નહીં. સંતો ઉપર રાગ અને નાલાયક ઉપર દ્વેષ ! બીજું શું ?
એક જણ કહે, હું ગુરુના આશ્રમમાં ગયો, ત્યાં મારે રાગ-દ્વેષ નહીં ને ? મેં કહ્યું, ત્યાં ય બધા પુષ્કળ, અહીંના જેટલાં જ ત્યાંય. કારણ કે જ્યાં સુધી રાગ-દ્વેષ તારી પાસે છે ત્યાં સુધી એ થશે, તું ગમે તે સ્થળમાં જઉં, સ્થળ શું કરે છે ? તારી પાસે સિલ્લક જ રાગ-દ્વેષની છે. તું ગમે તે સ્થળ બદલે તો ય પણ સિલ્લક તો સિલ્લક બોલશે જ. મેં તમારી પાસે સિલ્લક જ રાખી નહીં, તો પછી ગમે તે સ્થળમાં જાવ તો રાગ-દ્વેષ થાય જ કેવી રીતે ? “હું” અને “મારું” એ જ રાગ-દ્વેષ. ‘હું,’–‘મારું' નથી એટલે રાગદ્વેષ ક્યાંથી હોય ? “હું”“મારા’ વગરના કયા સાધુ-સંતો રહ્યા છે ? તમારું “હું” “મારું” ખરું પણ ડ્રામેટિક. ત્યારે ડ્રામામાં રાગ-દ્વેષ હોય નહીં, ગમે એટલું લઢમૂલઢા કરે, મારમારા કરે, ગાળો ભાંડે તોય પણ રાગ-દ્વેષ નહીં. રાગ-દ્વેષ વગરની જગ્યા જોવી હોય તો એ જોવી. તમે ડામાં નહીં જોયેલો, નહીં ?
રાગ-દ્વેષ એ વ્યતિરેક ગુણ ! પ્રશ્નકર્તા અને આમ તો રાગ-દ્વેષ એ વ્યતિરેક ગુણ કહેવાય ?
દાદાશ્રી : હા, વ્યતિરેક. જો જ્ઞાની પુરુષ જ્ઞાન આપેને તો બેઉનાય છૂટી જાય. તમને દેખાય છે ખરાં અસ્તિત્વમાં. પણ બેઉના છે નહીં. આ ગુણો મૂળ ચેતનમાં નથી અને મૂળ પરમાણમાં નથી. વિકતતામાં છે આ. એટલે આ બન્નેના ગુણ છે નહીં, છતાં ઊભાં થયા છે. અને વિકૃતતાને