________________
રાગ-દ્વેષ
ઈલેક્ટ્રિસિટીથી શરીરમાં લોહચુંબક જેવો ગુણ થયો છે પણ એ ગમે એવું લોહચુંબક હોય તો ય તાંબાને નહીં ખેંચે. શેને ખેંચે એ ? લોખંડ એકલાને સ્વજાતિને.
૨૧
એવું આમાં જે પરમાણુ છે ને આપણા બોડીમાં, તે લોહચુંબકવાળા છે તો સ્વજાતિને ખેંચે. તે આ આસક્તિ છે. એને તું જોયા કર તોફાન. તું આવું ધોકડું કૂદે છે ને ક્યાં જાય છે ને એ બધું જોયા કર ને મને થાય છે, એવું છોડી દે. એટલે આ ‘મને કશું અડવાનું નથી’ એવું પાછો કરી દુરુપયોગ નાખે તો શું થાય ? એ તો પછી દેવતામાં હાથ ઘાલ્યા બરોબર છે. એ જાગૃતિ રાખવી જોઈએ કે મને એટલે કોને ? ‘હું શુદ્ધાત્મા છું’ એ જાગૃતિ જો રહેતી હોય તો તો પછી એને બોલવાની જરૂર નથી કે મને કશું થાય નહીં !એ છોકરા ઉપર આસક્તિ છે ખાલી. પરમાણુ-પરમાણુ મળી આવ્યા. ત્રણ પરમાણુ તમારા અને ત્રણ પરમાણુ એના, મારા ત્રણ અને તમારા ચાર, તો કશું લેવા-દેવા નહીં. વિજ્ઞાન છે બધું આ તો.
ગાંડી વહુ જોડે ફાવે અને ડાહી વહુ છે તે એને બોલાવતી હોય તો મહીં ના ફાવે. કારણ કે પરમાણુ નથી પેલામાં. પરમાણુ મળતાં નથી
આવતા.
ભગવાન તો રાગ-દ્વેષ કેટલાં થાય છે એ જુએ છે. રાગ-દ્વેષ થાય નહીં ! બીજું બધું હવે કંઈ લેવા-દેવા નથી. બીજી ક્રિયાઓ તો ક્રમિકવાળા કેમ બંધ કરે છે, કારણ કે ક્રિયાઓ છે માટે રાગ-દ્વેષ થાય છે. એટલે આ ક્રિયા ઓછી કરી નાખો અને અહીં તો થતાં જ નથી રાગ-દ્વેષ, પછી ક્યાં રહ્યું ? હવે એવું કહીએ તો તો ઊંધા રસ્તે ચાલે. કંઈક પાછું આ આજ્ઞા પાળતો હોય તો બંધ થઈ જાય. પછી કહેવાય નહીં ને પાછું મોળું પડી જાય ને ? એટલે એવું ચાલવા દેવું પડે.
તથી શુદ્ધાત્માતે રાગ-દ્વેષ !
અત્યારે આ જ્ઞાન પછી રાગ-દ્વેષ થતાં દેખાય છે ને એ આકર્ષણ ને વિકર્ષણ છે, એ પુદ્ગલનો ગુણ છે, પણ મને આમ થાય છે એમ કહ્યું કે એ રાગ.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
અને રાગ-દ્વેષ તે પાછો પોતાનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ રાગ-દ્વેષવાળો છે જ નહીં. આત્મા સ્વભાવે વીતરાગ છે. આ તો પુદ્ગલનો સ્વભાવ છે રાગ-દ્વેષ. એટલે આકર્ષણ ને વિકર્ષણ એ પુદ્ગલનો સ્વભાવ છે. એ પુદ્ગલનાં સ્વભાવને પોતાનો સ્વભાવ માની અને પોતે એમ કહે છે કે મને રાગ-દ્વેષ થાય છે. એ રોંગ બિલિફ છે. જ્યાં સુધી ‘હું પુદ્ગલ છું, હું આ જ છું, ચંદુભાઈ જ છું' ત્યાં સુધી આ વેશ થશે. અને જ્યારે ‘હું ચંદુભાઈ’ છૂટ્યા ને ‘હું શુદ્ધાત્મા' થશે ત્યારે આ વેશ છૂટી જશે.
૮૨
એ રાગ-દ્વેષ ત્યાં આત્મા નહીં. આત્મા ત્યાં રાગ-દ્વેષ નહીં. જેટલો રાગ-દ્વેષ ઓછો એટલો આત્મા પ્રગટ. રાગ-દ્વેષ ખલાસ તો આત્મા સંપૂર્ણ. એટલે વીતરાગપદ આપેલું છે. આ કંઈ જેવું તેવું પદ છે ? આ એકઝેક્ટ છે. આ વિચાર કરવા જેવું નહીં, અને ચિંતા શરૂ થાય તો જાણવું કે આ વીતરાગતા નથી. એટલે હવે તમે આ તરફ વળ્યા ને, એટલે હવે તમને એના પુષ્ટિના કારણો મળી આવશે. કારણ કે તમે પોતે શુદ્ધાત્મા છો. આ બીજું બધું જે રહે છે ને તે જ્ઞેયને અને દ્રશ્યને તમે આગળ લાવો એ લેવા-દેવા નથી. જ્ઞેય તો આવુંય હોય ને તેવુંય હોય. શેય તો, મહીં મનમાં શું કહે કે, ‘આપઘાત કરવો પડશે.’ પણ તે કોને ? એને ને ! આપણે શું ? આપણે તો જાણનાર છીએ. એટલે આ પદ જુદી જાતનું છે, વીતરાગ પદ છે.
પ્રશ્નકર્તા : પહેલાં તો જ્ઞાતા-દ્રષ્ટા ના રહેવાય ને કહે, ‘ના, આ મને અનુકૂળ નથી આવતું.’
દાદાશ્રી : હા, એવું થાય. અને હવે તો ખરેખરું રહેવાય જ જ્ઞાતાદ્રષ્ટામાં ! પેલું તો રહેવાય નહીં. પેલામાં તો જરાક કંઈક મહીં ખેંચાણ રહે, આકર્ષણ રહે. આ આકર્ષણ વગરનું કેવું સારું ! જ્યાં આકર્ષણ બંધ થયું કે વીતરાગતા ઉત્પન્ન થાય. તે અહીં તમારું આકર્ષણ બંધ થયું. હવે
વીતરાગતા ઉત્પન્ન થાય.
અમારે ય માલ પહેલાં ભરેલો તો ખરો, પણ આકર્ષણ ના હોય અમારે. જરાય આકર્ષણ નહીં. એટલે ત્યાં પછી વીતરાગતા રહે અમને.