________________
રાગ-દ્વેષ
દાદાશ્રી : તો પછી તમને રાગ-દ્વેષ કશું ના રહ્યું. ‘હું શુદ્ધાત્મા છું” તો રાગ-દ્વેષ નથી અને ખરેખર ‘ચંદુભાઈ છો તો તમારે રાગ-દ્વેષ છે.
તમે કોઇ જોડે ગુસ્સો કરતાં હોય, તો હું તમને એટલું પૂછી લઉં કે તમે ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો ? તો તમે કહો કે હું શુદ્ધાત્મા. તો પછી મારે તમને કશું કહેવાનું જ ના રહ્યું. ગુસ્સો કરતો હોય તો હું જાણું જે છે એ માલ નીકળી જાય છે. એને અટકાવવાનો આપણે અધિકાર નથી. ‘આમ ના હોવું જોઇએ” એવું તમારે ચંદુભાઈને કહેવું જોઇએ ખરું. ચંદુભાઇને કહેવામાં વાંધો નહીં. કારણ પાડોશી છે ને, ફાઇલ નં. વન !
બાકી લાઇન ઑફ ડિíકેશન પડેલી, આ ભાગ તમારો અને આ ભાગ એમનો. મકાન હોય, તે વાઇફ અને ધણી વહેંચી લે બન્ને સહમતિથી. વહેંચ્યા પછી તરત જ સમજી જાય કે આ હોય મારું. એવી રીતે આ વહેંચણી કર્યા પછી તમારું શું અને એમનું શું, એમાં ડખો શી રીતે થાય ?
અક્રમમાં રાગ-દ્વેષ રહિત દશા ! રાગ-દ્વેષ એ સંસારનું કારણ છે અને રાગ-દ્વેષ રહિત થયા એ સંસારથી મુક્ત થયા. જગત રાગ-દ્વેષમાં જ હોય. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ના થાય, સમકિત પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી રાગ-દ્વેષ હોય અને ક્રમિક માર્ગમાં સમકિત પ્રાપ્ત થયા પછી પણ રાગ-દ્વેષ હોય આમ પ્રમાણમાં. વીસ ટકા સમકિત પ્રાપ્ત થયું છે ને એંસી ટકા રાગ-દ્વેષ રહ્યા. અને અહીં અક્રમમાં તો સો ટકા રાગ-દ્વેષ ગયા.
પ્રશ્નકર્તા : ચંદુભાઈને વૃત્તિઓ રાગ-દ્વેષવાળી હોય કદાચ.
દાદાશ્રી : આ રાગ-દ્વેષ ના કહેવાય. રાગ-દ્વેષ એટલે શું? ‘હું પોતે જ ચંદુભાઈ છું' એ માન્યતા એ જ રાગ-દ્વેષ છે ને માન્યતા બદલાય નહીં, ‘હું સૂઉં છું, હું આમ છું' તે જાય જ નહીં. એ તો અમે જ્ઞાન આપીએ ત્યારે કહે કે, “આ મારી ફાઈલ છે. હું જુદો ને આ ફાઈલ જુદી.” જેણે આ ફાઈલને ફાઈલ જાણી એ આત્મા શુદ્ધ જ છે. ક્રમિકમાં તો આને “હું જ છું’ એમ કહે.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા: તો આ પ્રતિષ્ઠિત આત્મા છે, એને રાગ-દ્વેષ થાય છે?
દાદાશ્રી : એને ય રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ ક્યારે કહેવાય કે એમાં હિંસકભાવ હોય ત્યારે. આ તો ખાલી ડિસ્ચાર્જ ભાવ છે. ચાર્જ અને ડિસ્ચાર્જ બન્ને હોય ત્યારે રાગ-દ્વેષ કહેવાય. આ તો ડિસ્ચાર્જ ભાવ એટલે ભરેલો માલ ગલન થાય છે.
એટલે ગુસ્સો થાય, એ બધું થાય તે રાગ-દ્વેષ ના કહેવાય. ચંદુભાઈ બીજાને ધોલ મારી દે તે રાગ-દ્વેષ નહીં અથવા ચંદુભાઈ બે ગાળો ભાંડે અગર બે ધોલ મારે, એનું એને ચંદુભાઈને ફળ મળી જાય. ચંદુભાઈને કેટલી ધોલ મારી લોકોએ એ તમારે જોયા કરવાનું. આપણું વિજ્ઞાન તમને સમજાઈ ગયું હવે ?
રણ આસક્તિ - પરમાણુનું વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : પણ પછી રાગમાંથી અનુરાગ થઈ જાય છે ને પછી આસક્તિ થાય છે. અને પછી ગમે તેવો દોષ એ બધું સારું જ લાગે.
દાદાશ્રી : એવું છે, રાગ એ કૉઝિઝ છે. અનુરાગ અને આસક્તિ એ ઈફેક્ટ છે. તો ઈફેક્ટ બંધ કરવાની નથી, કૉઝિઝ બંધ કરવાના છે.
કારણ કે આ આસક્તિ કેવી છે? એક બેન કહે છે, ‘તમે મને અને મારા પુત્રને પણ જ્ઞાન આપ્યું છે છતાંય પણ મને એની ઉપર એટલો બધો રાગ છે. આ જ્ઞાન આપ્યું છતાં રાગ જતો નથી.” મેં કહ્યું, ‘એ રાગ નથી, બેન. એ આસક્તિ છે.” ત્યારે કહે, ‘પણ એવી આસક્તિ ના રહેવી જોઈએને ?” મેં કહ્યું, આસક્તિ તમને નથી.’ આપણે આ લોહચુંબક હોય અને આ ટાંકણીઓ પડી હોય તો આમ આમ કરીએ તો ટાંકણીઓ ઊંચાનીચી થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : એ ટાંકણીઓને આસક્તિ ક્યાંથી આવી ? એવી રીતે આ શરીરમાં લોહચુંબક જેવા ગુણ છે. કારણ કે ઈલેક્ટ્રીકલ બોડી છે આ.