________________
[૨.૧] રાગ-દ્વેષ
સંસારતું ટકઝ - અજ્ઞાત ! વેદાંત કહે છે કે મળ-વિક્ષેપ અને અજ્ઞાન. જૈનો કહે છે રાગ-દ્વેષ ને અજ્ઞાન. આ બેઉ મત છે મોક્ષે જવાનો. આ ત્રણ વસ્તુ જાય તો, મોક્ષે જાય માણસ. આમાંથી મૂળ કોમન શું છે ? ત્યારે કહે, “અજ્ઞાન.’ રૂટકોઝ શું છે ? રાગ-દ્વેષ એ રૂટકોઝ નથી. મળ-વિક્ષેપ એ રૂટકોઝ નથી. તો રૂટકોઝ શું છે ? અજ્ઞાન. અજ્ઞાન જાય તો પછી મોક્ષ થાય.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા : પણ દેહ જ્યાં સુધી હોય, ત્યાં સુધી રાગ-દ્વેષ જાય નહીં. હવે તમે જે કહો છો કે અજ્ઞાન હોય ત્યાં સુધી રાગ-દ્વેષ ના જાય.
દાદાશ્રી : અજ્ઞાન ગયું એટલે રાગ-દ્વેષ હોય જ નહીં. પ્રશ્નકર્તા : પછી દેહ હોય કે ન હોય ? દાદાશ્રી : દેહ ભલે સો વર્ષ રહે અને મસ્તીમાં રહે. પ્રશ્નકર્તા એ ૯૯.૯૯ ટકા. બધાને માટે નહીં, એ તમારે માટે. દાદાશ્રી : આ અત્યારે તો કેટલાંય બધા થયા છે.
પ્રશ્નકર્તા: હા, એ તો બરોબર. પણ આ તો રાગ-દ્વેષ છોડવાની વાત છે. એટલે મારું કહેવાનું એમ છે કે જ્યાં સુધી દેહ છે, જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી પ્રકૃતિ રહેવાની ને ત્યાં સુધી રાગ-દ્વેષ છે.
દાદાશ્રી : તો પછી દેહ ગયા પછી રહ્યું છું ત્યારે ? એ તો દેહની હાજરીમાં જ રાગ-દ્વેષ જાય ત્યારે વીતરાગ કહેવાય, નહીં તો રાગ-દ્વેષ હોય જ. વીતરાગ તો બધાં બહુ થયેલા હિન્દુસ્તાનમાં ! એટલે આ તમને પૂર્વનું પ્રિયુડીસ છેને એટલે પેલું તમને મનમાં એમ લાગે. એટલે તમારે સમજી જવું કે અહોહો, પ્રિજ્યુડીસ હજી રહ્યું છે.
એના પરિણામ કર્યું કે રાગ-દ્વેષ હોય ત્યાં ચિંતા થયા વગર રહે જ નહીં. એટલે આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓને ચિંતા થાય ત્યાં નિરાંતે અને અક્રમમાં રાગ-દ્વેષ નહીં હોવાથી ચિંતા ના થાય.
પ્રશ્નકર્તા: સંસારમાં રાગ ના રાખીએ તો લ્હાય બળે છે અને રાગ રાખીએ તો મોક્ષ અટકે છે.
દાદાશ્રી : એવું છે કે, હવે તમે ખરેખર શું છો ? રિયલી સ્વિર્કિંગ ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા.
આ જ્ઞાન મળ્યા પછી અહીંથી જ મોક્ષ વર્તે છે આપણને, મુક્તિ જ વર્તે છે. પહેલી અજ્ઞાન મુક્તિ થાય. અને પછી છે તે રાગ-દ્વેષ ધીમે ધીમે ધીમે ધીમે બધા નિકાલ થઈ જાય. સમભાવે નિકાલ થવા માંડ્યો, તે રાગદ્વેષનો બધો નિકાલ થાય. એટલે છેલ્લી મુક્તિ, આત્યંતિક મોક્ષ થાય.
દેહધારી જ બતે વીતરણ ! જયાં સુધી ‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી રાગ-દ્વેષ હતા. પણ અજ્ઞાન ગયું એટલે રાગ-દ્વેષ ગયા. એક નાનો છોકરો હોય તો પણ અજ્ઞાન ગયું કે રાગ-દ્વેષ ગયા, સો ટકા. આ ક્રમિક માર્ગના જ્ઞાનીને સો ટકા અજ્ઞાન ના જાય. આપણે અહીં તો સો ટકા અજ્ઞાન જાય. એટલે રાગ-દ્વેષ બિલકુલ નહીં.