________________
પ્રશા
૭૫
સુધી ગુનો થાય કે તરત એ બધું ચેતવવાનું કામ પ્રજ્ઞાનું છે. જ્યારે વીતરાગતા થાય છે, બહાર ગુના નહીં થાય, પછી પ્રજ્ઞા પોતે જ ‘સ્વરૂપ’ છે.
બુદ્ધિથી ભેદ, પ્રજ્ઞાથી અભેદ !
પ્રશ્નકર્તા : આ જે અભેદતા થાય છે એ ઊંચામાં ઊંચી કક્ષાની બુદ્ધિ કહેવાય કે ના કહેવાય ?
દાદાશ્રી : ના, એ અભેદતા એટલે બુદ્ધિનો અભાવ, એ જ્ઞાનભાવ. જ્ઞાનથી એક છીએ બધા અને બુદ્ધિથી જુદાં જુદાં છીએ.
પ્રશ્નકર્તા : એમાં પ્રજ્ઞા આવે કે નહીં આવે ?
દાદાશ્રી : એ જ છે ને ! એ પ્રજ્ઞાથી બધા એક જ છીએ પણ બુદ્ધિથી આપણે જુદા જુદા છીએ. અમે એ બુદ્ધિ અમારામાં ખલાસ કરેલી. અમે જેમ તેમ કાઢ કાઢ કરેલી, જેમ ઉદય આવે તેમ તેમ નિકાલ કરી નાખેલો. ઉદય સંઘર્યો નહીં. મૂળ ગયા અવતારમાં કાઢેલી, તેથી આ અવતારમાં બહુ કાઢવી ના પડી, પહેલાં કાઢેલીને. હવે તમને બુદ્ધિ બહુ હેરાન નહીં કરતી?
અભેદતાતી પ્રાપ્તિ એટલે શું ?
પ્રશ્નકર્તા : અભેદતા એટલે શું ? સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાઓ. એવું ચરણ વિધિમાં માંગીએ છીએને !
દાદાશ્રી : અભેદતા એટલે તન્મયાકાર. ભગવાન જોડે એક થઇ જઇએ આપણે. અત્યારે જે જુદા છે ને, શુદ્ધાત્મા ને તમારે ભેદ કેટલો છે કે અત્યારે પ્રતિતીએ કરીને શુદ્ધાત્મા થયા. શ્રદ્ધા સંપૂર્ણ બેસી ગઇ ‘હું શુદ્ધાત્મા છું’, એની ખાત્રી થઇ. થોડો અનુભવ થયો, પણ તે રૂપ થયા નથી. એટલે તે રૂપ કરી દો, એવું ભગવાનને કહે છે. એ અભેદતા.
પ્રશ્નકર્તા : એટલે બિલકુલ ભેદ નહીં.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : ભેદ છે, હજુ ભેદ છે, મારે તમને હજુ શુદ્ધાત્મા કરવા પડે છે. પછી કરવાં ના પડે, અભેદ થવાનું.
૭૬
પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્મા જોડે અભેદ અહંકાર થાય છે ને ?
દાદાશ્રી : ના, અહંકાર નહીં. વ્યવહાર નિકાલ કરવા માટે જે આ પ્રજ્ઞા જુદી પડી, તે હવે એક થઇ જાય, એટલે કામ થઇ ગયું.
પ્રશ્નકર્તા : કોણ કોની જોડે અભેદ થાય છે ?
દાદાશ્રી : પ્રજ્ઞા ને શુદ્ધાત્મા. બે જુદા છે તે એક થઇ જાય. અત્યારે ‘હું પણું’ પ્રજ્ઞામાં વર્તે છે. આપણે જે વર્તીએ છીએ તે પ્રજ્ઞામાં વર્તીએ છીએ. અહંકારમાં વર્તતા નથી હવે. એટલે ‘હું’ ચંદુભાઇમાં વર્તતો હતો, ત્યારે અહંકારમાં કહેવાય. અત્યારે પ્રજ્ઞામાં વર્તીએ છીએ. એટલે નથી શુદ્ધાત્મા, એટલે અંતરાત્મા જેને કહેવામાં આવે છે.
આ પ્રજ્ઞા અમારી લગભગ આત્મામાં સ્થિર થઇ ગયા જેવી જ હોય. એટલે અમારે શુદ્ધાત્મા બોલવું ના પડે કે વિચારવું ના પડે કશું. અને તે રૂપે અભેદતા જેવું જ લાગે. સહેજ બાકી છે ચાર ટકાએ કરીને. અને તમારે અભેદ થવાનું છે. ધીમે ધીમે ધીમે રહીને આ ફાઇલોનો જેમ જેમ નિકાલ થતો જાય, તેમ તેમ અભેદ થતો જાય. ફાઇલોનો પૂરેપૂરો નિકાલ થઇ ગયો કે અભેદ થઇ ગયો. ફાઇલોની જ ભાંજગડ છે આ બધી. પણ એ અત્યારે છે તે પ્રજ્ઞા સ્વરૂપે છે અને પ્રજ્ઞા એ ભગવાનનો અમુક ભાગ છે. જ્યારે કામ પૂરું થઈ જશે એટલે એક થઈ જશે પાછી. ભગવાન ને આત્મા એક જ. એ આત્મા જ્યારે ભૌતિકમાંથી છૂટી અને પોતાના સ્વરૂપમાં જ રહે છે ત્યારે પરમાત્મા કહેવાય છે. નિરંતર સ્વરૂપની રમણતા એ જ પરમાત્મા અને સ્વરૂપની રમણતા ય ખરી અને આ ય રમણતા ખરી, ત્યાં સુધી અંતરાત્મા, એ જ પ્રજ્ઞા !
܀܀܀܀܀