________________
પ્રજ્ઞા
83
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જે વર્તનમાં રખાવે છે તે આત્મા છે અને જે શ્રદ્ધામાં રખાવે છે તે પ્રજ્ઞા છે. વર્તન એટલે ચારિત્ર.
પ્રશ્નકર્તા: આપનામાં એ જોનારને પ્રજ્ઞા કહેવાય કે આત્મા કહેવાય ? આપની બાબતમાં પ્રજ્ઞા ના કહેવાય કે પ્રજ્ઞા કહેવાય ?
દાદાશ્રી : પ્રજ્ઞા જ કહેવાય. પ્રજ્ઞા સિવાય તો બીજું કહેવાય જ નહીં. આત્મા તો કહેવાય જ નહીં. સંસાર દશામાં આ પ્રજ્ઞા જ કામ કર્યા કરે. ચેતવે, કરે એ બધું જ મહીં એ તો.
કોણ ધ્યાતા તે કોનું ધ્યાત ? પ્રશ્નકર્તા : ધ્યાતા, ધ્યેય, ધ્યાન કોને કહેવાય ? ધ્યાતા શુદ્ધાત્મા છે કે પ્રતિષ્ઠિત આત્મા છે ?
દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી ધ્યાતા એ પ્રજ્ઞા છે, પ્રતિષ્ઠિત આત્મા ય નહીં. એ પ્રજ્ઞા ધ્યાતા પછી ધ્યેય એ ‘પોતે’ ‘હું શુદ્ધાત્મા છું' એ ધ્યેય. ધ્યાતા અને ધ્યેયની એકતા થઈ જાય એથી ધ્યાન ઉત્પન્ન થાય નહીં.
જ્ઞાત, વિજ્ઞાત તે પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા : તો જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞા એ ત્રણ વચ્ચેનો ભેદ શું?
દાદાશ્રી : જ્ઞાન એટલે પોતાને કરવું પડે. જેટલું જાણીએ એટલું પોતાને કરવું પડે અને વિજ્ઞાન એની મેળે જ થઈ જાય. આપણે કરવું ના પડે અને પ્રજ્ઞા એ બેની વચ્ચેની સ્થિતિ છે. એક ફેરો તમે વૈજ્ઞાનિક રીતે સમજી ગયા કે આ દવા પીવાથી માણસ મરી જ જાય છે. ફરી એ દવા તમે પીવો નહીં, કોઈ દા'ડોય. વૈજ્ઞાનિક રીતે જ સમજો તો. અને એમ ને એમ તમને કો'ક કહે, કે આ દવા પોઈઝનસ છે ને આ દવાથી મરી જવાય છે, તો પણ પી જાય માણસ. એટલે જે જ્ઞાન ક્રિયાકારી હોય એ વૈજ્ઞાનિક જ્ઞાન કહેવાય. જે જ્ઞાન ક્રિયાકારી હોય, ખુદ (સ્વ) ક્રિયાકારી એ વિજ્ઞાન. અને જે જ્ઞાન ક્રિયાકારી નથી, પોતે કરવું પડે એ જ્ઞાન. દયા રાખો, શાંતિ રાખો, તે કરવું પડે. એ પોતાથી થાય નહીં પાછું એ જ્ઞાન કહેવાય.
એટલે શાસ્ત્રમાં જ્ઞાન છે, શાસ્ત્રમાં વિજ્ઞાન ન હોય. શાસ્ત્રમાં શાસ્ત્રજ્ઞાન હોય. અને ‘આ’ વિજ્ઞાન છે એટલે ચેતનજ્ઞાન મહીં અંદર કામ કર્યા કરે, એ જ્ઞાન જ કામ કર્યા કરે અને શાસ્ત્રનું જ્ઞાન ગમે એટલું વાંચો, ગોખો, કામ ન કરે. આપણે કરવું પડે અને આ વિજ્ઞાન તો એની મેળે જ કામ કર્યા કરે. જાગૃતિ અંદરથી આપે, બધું એની મેળે જ થયા કરે. તમારે કરે છે ને, બધું એની મેળે ? એનું નામ વિજ્ઞાન, વિજ્ઞાન એટલે શું ? ચેતનજ્ઞાન, જે જ્ઞાન ચેતન છે, એ જાગૃત થયેલું છે એ જ વિજ્ઞાન છે ને એ જ આત્મા છે. અત્યારે પ્રજ્ઞા સ્વરૂપે છે. જ્યારે પ્રજ્ઞા એનું કામ પૂરું કરી લેશે. જ્યારે આ ફાઈલોનો નિકાલ થઈ રહેશે, એટલે પ્રજ્ઞા પોતાના સ્વસ્વરૂપે થઈ જશે, પરમાત્મા સ્વરૂપે.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા સ્વથી ક્યારે અભિન્ન છે ?
દાદાશ્રી : અત્યારે સ્વથી અભિન્ન નથી, પણ એનો કહેવાનો ભાવાર્થ શું છે ? પ્રજ્ઞા એ સ્વરૂપ છે. અત્યારે જ્યાં સુધી આત્મા પ્રગટ થયો નથી, ત્યાં
પ્રશ્નકર્તા : અત્યારે ધ્યાતા શુદ્ધાત્મા ન કહેવાય ?
દાદાશ્રી : શુદ્ધાત્મા તો આપણો ધ્યેય છે. શુદ્ધાત્મા થવું એ આપણું ધ્યેય છે. શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે, એ જે કહો એ છે. ધ્યાતા પ્રજ્ઞા છે, ધ્યેય શુદ્ધાત્મા છે. કારણ કે આ શુદ્ધાત્મપદ આપ્યું તમને, તે પ્રતીતિપદ આપેલું છે. તમે શુદ્ધાત્મા થઈ ગયા નથી. પણ તેથી કરીને અપલક્ષણો ઊભા થાય તો તમારી જાતને એમ ના માનશો કે મારું બગડી ગયું. એટલા માટે શુદ્ધાત્મા કહ્યું.
અત્યારે છે તે શુદ્ધાત્માને પ્રજ્ઞા સ્વરૂપ કહો કે અંતરાત્મ દશા કહો, દશા અંતરાત્મા કહેવાય. પણ અંતરાત્મ દશા ક્યાં સુધી, પ્રજ્ઞાસ્વરૂપ ક્યાં સુધી કે જ્યાં સુધી ફાઈલોનો નિકાલ કરવાનો છે ત્યાં સુધી. એ ફાઈલો નિકાલ થઈ રહે એટલે પેલું ફુલ ગવર્નમેન્ટ એટલે પરમાત્મા.