________________
પ્રજ્ઞા
-
૬૫
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિમાં કંઈ ફેર ?
દાદાશ્રી : પ્રજ્ઞાશક્તિ, આત્માની શક્તિ પ્યૉર છે અને જાગૃતિ એટલે પ્યૉરીટી અને ઈૉરીટી ભેગી હોય. જાગૃતિ એ પ્યૉર થતી થતી થતી ફૂલ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા: હવે આપણે મોક્ષની સ્ટીમરમાં બેસી ગયાં અને પછી પ્રજ્ઞા પ્રજ્ઞાશક્તિ ઊડી જાય છે ?
દાદાશ્રી : પ્રજ્ઞાશક્તિ પછી ખલાસ થઈ જાય છે. પ્રજ્ઞાશક્તિ આપણને મોક્ષે લઈ જતાં સુધી હેલ્પ કરે.
પ્રશ્નકર્તા: મોક્ષમાં પહોંચી ગયા પછી જાગૃતિ કંઈ કામ કરે ખરી ? જાગૃતિ મંદ પડી જાય ?
દાદાશ્રી : ના, ના, કશું નહીં, છૂટું થઈ જાય. જાગૃતિ હોય જ નહીં. ત્યાં તો પ્રકાશ પોતે જ હોય પછી.
પ્રશ્નકર્તા : એટલે મોક્ષ સુધી જાગૃતિની જરૂર કે પ્રજ્ઞાશક્તિની ?
દાદાશ્રી : હા. પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિ બેઉ સાથે ચાલે. પ્રજ્ઞાશક્તિ એને વાળ વાળ કરે અને જાગૃતિ એને પકડી લે.
અજ્ઞાશક્તિનું મૂળ ! પ્રશ્નકર્તા : અજ્ઞાશક્તિ એ મૂળ આત્માની કલ્પશક્તિમાંથી ઉત્પન્ન થાય છે. એ કલ્પશક્તિ આત્માનો સ્વભાવ છે ?
- દાદાશ્રી : ના. અજ્ઞાશક્તિ એ સાયટિફિકલી ઉત્પન્ન થાય છે. આ છ તત્ત્વો ફર્યા કરે છે, નિરંતર. તેમાં ચેતન અને પુદ્ગલ બે ભેગાં થઈ જાય એટલે અજ્ઞાશક્તિ થઈ જાય. અને બેને છૂટાં પાડીએ અમે, તો જતી રહે, અહંકાર-મમતા બેઉં.
જે પારકાં સંજોગોના દબાણથી અજ્ઞાન થતાં થતાં, અજ્ઞાનપદ ઊભું થઈ ગયું, એવું આ બીજાં દબાણથી (જ્ઞાની પુરુષના નિમિતથી) છે તે
જ્ઞાનપદ ઊભું થયું.
એ ન હોય પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા : જેટલો સ્વભાવ ઉત્પન્ન થાય એ વિભાગને આપણે પ્રજ્ઞા કહીએ છીએ ?
દાદાશ્રી : એ પ્રજ્ઞા વિભાગ નથી. સ્વભાવ ભાવ ઉત્પન્ન થયો, તેને ય જે જાણે છે તે પ્રજ્ઞા છે. કેટલો વિશેષભાવ ઘટ્યો ને કેટલો સ્વભાવભાવ ઉત્પન્ન થયો, વધ્યો એ બધાને જે જાણે છે એ પ્રજ્ઞા છે. અને તે વખતે આત્મા શું છે એ બધું જ જે જાણે છે તે પ્રજ્ઞા છે.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા પણ આમ વધે-ઘટે ખરીને ?
દાદાશ્રી : વધ-ઘટે ને, પ્રજ્ઞા પણ વધ-ઘટ થાય. ગુરુ-લધુ થાય. કારણ કે છેવટે જ્યારે સ્વભાવભાવ પૂરો થાય છે અને અહમ્ભાવ ખલાસ થઈ જાય છે ત્યારે એ પ્રજ્ઞા પોતે પણ ખલાસ થઈ જાય છે. ત્યાં સુધી આ પ્રજ્ઞા કામ કરે છે.
દાદાની ખટપટી પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા : દાદાને પ્રજ્ઞા હોય ? દાદાને, આપને વિશે ? દાદાશ્રી : બધાને, પ્રજ્ઞા વગર તો હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા : દાદા જે સત્સંગ કરે છે, આ બધો જે વ્યવહાર ચાલે છે, તે પ્રજ્ઞાથી હોય ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા: પણ પ્રજ્ઞા તો અમારા માટે છે, આપને માટે તો નહીંને ?
દાદાશ્રી : ખરું ને ! મારામાંય પ્રજ્ઞા ખરીને ! પ્રજ્ઞા ક્યારે બંધ થાય કે કેવળજ્ઞાન થાય ત્યારે એ પોતે આત્મામાં ભળી જાય.
પ્રશ્નકર્તા : એ એકરૂપ થઇ જાય.